Home /News /business /

Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

સિરમા ટેક્નોલોજીના આઈપીઓમાં રોકાણ ફાયદાનો સોદો રહેશે કે નુકસાન, જાણો એક્સપર્ટ્સ પાસેથી

Syrma SGS Technology IPO: ઈશ્યુ ખુલવાના એક દિવસ પહેલા જ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 252 કરોડ રુપિયા મેળવ્યા છએ. કંપનીએ પોતાના એન્કર ઇન્વેસ્ટર્સને 220 રુપિયા પ્રતિ શેરના હિસાબે 114,56,261 ઈક્વિટી શેર આપ્યા છે.

  મુંબઈઃ ઈલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ આપતી કંપની Syrma SGS Technologyનો ઈશ્યુ આજે એટલે કે 12 ઓગસ્ટના રોજ ખુલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે છેલ્લા 80 દિવસ બાદ માર્કેટમાં કોઈ આઈપીઓ ખૂલવા જઈ રહ્યો છે. કંપનીનો ઈશ્યુ આજે ખૂલ્યો છે અને 18 ઓગસ્ટના રોજ બંધ થશે. Syrma SGS Technologyનો ઈશ્યુ કુલ 840 કરોડ રુપિયાનો છે. જેમાં 766 કરોડ રુપિયાના ફ્રેશ શેર છે જ્યારે 33.69 લાખ શેર કંપનીની પ્રમોટર વીણા કુમારી ટંડન (Veena Kumari Tandon) વેચી રહ્યા છે. ઈશ્યુ ખુલવાના એક દિવસ પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથઈ 252 કરોડ રુપિયા મેળવ્યા છએ. કંપનીએ પોતાના એન્કર ઇન્વેસ્ટર્સને 220 રુપિયા પ્રતિ શેર હિસાબે 114,56,261 શેર આપ્યા છે. આ હિસાબે કંપનીએ કુલ 252.04 કરોડ રુપિયા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી મેળવી લીધા છે.

  Stock Market: શેરબજારમાં આજે કમાણી કરવી હોય તો એક્સપર્ટ્સની આ સલાહ પર ધ્યાન આપો

  Syrma SGS Technologyના એન્કર ઇન્વેસ્ટર્સમાં નોમુરા, કુબેર ઇન્ડિયા ફંડ, બીએનપી પારિબા આર્બિટ્રેજ, આદિત્ય બિરલા સનલાઈફ ઇન્શ્યોરન્સ કંપની, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્ચ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈઝ મ્ચુચ્યુઅલ ફંડ અને આઈડીએફસી એમએફ સામેલ છે.

  શું છે ઈશ્યુ પ્રાઈસ?

  Syrma SGS Technology IPOમાં કંપનીએ પ્રતિ શેરની ઈશ્યુ પ્રાઈસ માટે 209--220 રુપિયાનો બેન્ડ નક્કી કર્યો છએ. કંપનીનો ઈશ્યુ પ્રતિ લોટ 68 શેરનો છે. રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા 14,960 રુપિયા અને વધુમાં વધુ 1,94,480 રુપિયા રોકાણ કરશે.

  એક ઝટકામાં અબજોપતિમાંથી બની ગયા કંગાળ, કિસ્મતનો ખેલ જોઇ તમે પણ ચોંકી જશો

  આ ઈશ્યુમાં રોકાણ કરવું જોઈએ?

  શેર ઇન્ડિયા સિક્યોરિટીઝના વીપી અને રિસર્ચના હેડ રવિ સિંહે કહ્યું કે, સિરમા ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસમાં કામ કરે છે અને આ સેગમેન્ટમાં આઉટલુક પોઝિટિવ છે. કંપની ઉંચા માર્જિનવાળી પ્રોડક્ટ્સ પર જોર આપી રહી છે. તેમજ આઈપીઓની વેલ્યુએશન મુજબ એક સારી કિંમત છે અને રોકાણકાર મીડિયમથી લોન્ગ ટર્મના આધારે તેમાં રોકાણ કરી શકે છે.

  શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ?

  Syrma SGS Technologyનું ગ્રે માર્કેટ પ્રીમિયમ(GMP) આજે 15 રુપિયા ચાલી રહ્યો છે. આ હિસાબે કંપનીનો ઈશ્યુ અનલિસ્ટેડ માર્કેટમાં 235 રુપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે સ્ટોક માર્કેટ એનાલિસ્ટે જીએમપીના આધારે રોકાણના નિર્ણય અંગે ચેતવ્યા છે. તેમણે કહ્યું કે જીએમપી એક નિરાધાર ડેટા છે.

  3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

  શું છે કંપનીનો કારોબાર?

  Syrma SGS Technology એક ટેક્નોલોજી ફોક્સ્ડ ઈન્જીનિયરિંગ અને ડિઝઆઈન કંપની છે જે ટર્નકી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ કારોબારમાં છે. આ ઉપરાંત કંપની ઓટોમોટિવ, હેલ્થકેર, કંઝ્યુમર પ્રોડક્ટ જેવા સેક્ટરને પણ પોતાની એન્જીનિયરિંગ અને ડિઝાઈન સેવા આપે છે. કંપનીના હિમાચલ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કુલ 11 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. તેમજ તમિલનાડુ, હરિયાણા અને જર્મનીમાં આર એન્ડ ડી ફેસેલિટિઝ પણ છે. આ આઈપીઓ માટે ડેમ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટિઝે બુક રનિંગ લીડ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે.

  કેવું રહ્યું છે કંપનીનું પ્રદર્શ

  Syrma SGS Technologyએ મજબૂત રેવન્યુ અને કામકાજના પ્રદર્શન સાથે માર્ચ 2022માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક 16.6 ટકાના ગ્રોથ સાથે 76.46 કરોડ રુપિયાનો પ્રોફોર્મા પ્રોફિટ નોંધાવ્યો છે. તેમજ પ્રોફોર્મા રેવન્યુ 43 ટકા વધીને 1,266.6 કરોડ રુપિયા થઈ ગઈ છે.

  Success Story : ક્યારેક વાસણ ધોઈને ચલાવતા હતા ઘર, આજે એક વર્ષમાં કમાય છે 30 કરોડ!

  ક્યાં થશે ફંડનો ઉપયોગ

  Syrma SGS Technology ફ્રેશ ઈશ્યુ દ્વારા જે ફંડ એકઠું કરશે તેનો ઉપયોગ પોતાના નિયમિત કાર્યો પૂર્ણ કરવા માટે કરશે, મેન્યુફેક્ચરિંગ અને આર એન્ડ ડી વધારવા માટે કરશે. તેના ઉપરાંત બીજી કારોબારી જરુરિયાતો પૂર્ણ કરવા અને લોંગ ટર્મ વર્કિંગ કેપિટલ જરુરિયાતો પૂર્ણ કરવા માટે કરશે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Invest in share market, Investment news, IPO launched, IPO News, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन