Sapphire Foods IPO: KFC અને Pizza Hutને ચલાવતી કંપનીનો IPO ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

સેફાયર ફૂડ્સનો IPO

Sapphire Foods IPO: સેફાયર ફૂડ્સ ઇન્ડિયાએ પ્રતિ શેર 1120-1180 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Price band) નક્કી કરી છે. રિટેલ રોકાણકારો કંપનીના ઇશ્યૂમાં ઓછામાં ઓછા 12 શેર માટે બોલી (Sapphire Foods IPO lot size) લગાવી શકે છે.

  • Share this:
    મુંબઈ. Sapphire Foods IPO: પિઝા હટ (Pizza Hut), ટેકો બેલ (Taco Bell) અને KFC જેવી રેસ્ટરન્ટ બ્રાન્ડ ચલાવતી કંપની સેફાયર ફૂડ્સનો આઈપીઓ ( Sapphire Foods IPO open today) આજે એટલે કે 9મી નવેમ્બરના રોજ ખુલ્યો છે. આઈપીઓ 11મી નવેમ્બરના રોજ બંધ થશે. કંપનીનો ઇશ્યૂ 11મી નવેમ્બરના રોજ બંધ થશે. Sapphire Foods તરફથી પ્રાઇસ બેન્ડ 1,120-1,180 રૂપિયા રાખવામાં આવી છે. સેફાયર ફૂડ્સ ઇન્ડિયાએ પ્રતિ શેર 1120-1180 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Price band) નક્કી કરી છે. રિટેલ રોકાણકારો કંપનીના ઇશ્યૂમાં ઓછામાં ઓછા 12 શેર માટે બોલી (Sapphire Foods IPO lot size) લગાવી શકે છે. એક લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 14,160 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વ્યક્તિગત રોકાણકાર વધારેમાં વધારે 14 લૉટ માટે બોલી લગાવી શકે છે.

    કોના માટે કેટલા શેર અનામત?

    કંપનીએ 75% શેર ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે, 15 ટકા શેર નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ અને 10 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અનામત રાખ્યા છે.

    ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ

    આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. એટલે કે કંપની આઈપીઓ મારફતે નવા ઇક્વિટી શેર નહીં જાહેર કરે. ઇશ્યૂ મારફતે કંપનીના વર્તમાન શેરહોલ્ડર્સ પોતાના શેર વેચશે. આઈપીઓ મારફથે સેફાયર ફૂડ્સ આશરે 2,073 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે.

    નિષ્ણાતોનો મત

    Sapphire Foods છેલ્લા થોડા વર્ષોથી નુકસાનમાં ચાલી રહી છે. જોકે, નિષ્ણાતો ભવિષ્યની સંફાવનાને જોતા કંપની પ્રત્યે બુલિશ છે. તેમનું કહેવું છે કે રોકાણકારોએ આ ઇશ્યૂ ભરવો જોઈએ, કારણ કે આ શેર ઓછા વેલ્યૂએશન પર ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: Nykaa IPO allotment status: નાયકાના શેરની આજે ફાળવણી, શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

    બ્રોકરેજ ફર્મ Angel One તરફથી આઈપીઓને ભરવાની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ પેઢીનું કહેવું છે કે આઈપીઓનું વેલ્યૂએશન વ્યાજબી છે. બ્રોકરેજનું કહેવું છે કે, "વેલ્યુએશનની વાત કરીએ તો આઈપીઓ લિસ્ટ થયા બાદ FY21 EV/Sales આશરે -7.4x (આઈપીઓની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે) આવશે, જે તેની સમકક્ષ કંપની દેવયાની ઇન્ટરનેશનલ (FY21 EV/Sales -16.3x) ની સરખામણીમાં ઓછી છે. આ ઉપરાંત સેફાયર ફૂડ્સ ઇન્ડિયાના પ્રતિ સ્ટોર રેવન્યૂ પણ દેવયાની ઇન્ટરનેશનલની સરખામણીમાં સારી છે. EBITDAના મારચે કંપની સતત સુધારો બતાવી રહી છે."

    કોની પાસે કેટલા શેર?

    ઑફર ફૉર સેલ હેઠળ QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ તરફથી 8.50 લાખ શેર, સેફાયર ફૂડ્સ મોરેશિયસ લિ. તરફથી 5.57 મિલિયન શેર અને WWW Ruby LTD અને અન્ય તરફથી 4.85 મિલિયન શેર વેચવામાં આવશે. હાલમાં સેફાયર ફૂડ્સ મોરેશિયસ આ કંપનીમાં 46.53% હિસ્સો ધરાવે છે, જ્યારે QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ પાસે 5.96% હિસ્સો છે, જ્યારે WWD Ruby પાસે 18.79% હિસ્સો છે. Sapphire Foodsના આઈપીઓ માટે જેમ ફાઇનાન્સિયલ, બોફા સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લીડ મેનેજર્સ છે.

    આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં રેસ્ટોરન્ટ્સ

    સેફાયર ફેડ્સ યમ બ્રાન્ડ્સની મોટી ફ્રેન્ચાઈઝી છે. ફ્રીન્ચાઈઝી પ્રમાણે સેફાયર ફૂડ્સ ભારત, માલદિવ્સ અને શ્રીલંકાના વિવિધ રાજ્યોમાં કેએફસી, પિઝા હટ્સ અને Taco Bell બ્રાન્ડ હેઠળ બિઝનેસ કરે છે. માર્ચ મહિના સુધી સેફાયર ફેડ્સ ભારત અને માલદિવ્સમાં થઈને 204 KFC રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. જ્યારે ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં 231 પિઝા હટ્સનું સંચાલન કરે છે. આ ઉપરાંત કંપની શ્રીલંકામાં બે Taco Bell રેસ્ટોરન્ટ્સ ધરાવે છે.

    કંપનીની આવક

    નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક ₹1,019.62 કરોડ હતી, જે ગયા વર્ષે ₹1,340.41 કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં 99.89 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જે ગત વર્ષે 158.25 કરોડ રૂપિયા હતી. કંપનીનું દેવું 75.66 કરોડ રૂપિયા હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: