નવી દિલ્હી: જો તમે આ પહેલા દિગ્ગજ કંપનીઓમાં IPO દ્વારા મોટી કમાણીની તક ચૂકી ગયા છો તો તમારા માટે ફરી એક નવો મોકો છે. આજે 29 એપ્રિલના રોજ સરકારી કંપનીનો IPO ખુલ્યો છે, જેમાં રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો. હકીકતમાં પાવર ગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની માલિકી હક વાળી પાવર ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઇન્વેસ્ટમેન્ટ (PowerGrid Infrastructure Investment Trust)નો આઇપીઓ 29મી એપ્રિલ એટલે કે આજે ખુલ્યો છે. જે PSU કંપની તરફથી જાહેર કરવામાં આવનારો પ્રથમ Invit (infrastructure investment trust) આઈપીઓ છે. આ ઇશ્યૂ 29મી એપ્રિલના રોજ ખુલશે અને ત્રીજી મેના રોજ બંધ થશે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવા ઇચ્છો છો તો કેટલિક બાબતો જાણી લો.
1) આઈપીઓ તારીખ
આ આઈપીઓ માટે તમે 29મી એપ્રિલથી એટલે કે આજથી બીડ કરી શકશો. બીડ કરવાનો અંતિમ દિવસ ત્રીજી મે, 2021 છે. શેર અલોટમેન્ટની તારીખ 10મી મે, 2021 છે. ડીમેડ એકાઉન્ટમાં 11 મે, 2021ના રોજ શેર જમા થશે. આઈપીઓ 17મી મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે.
2) IPO સાઇઝ
આઈપીઓની કુલ સાઇઝ 7,734 કરોડ રૂપિયા છે. PowerGrid InvIT IPOમાં 4,993.48 કરોડ રૂપિયાના નવા શેર અને યૂનિટ હૉલ્ડર્સ તરફથી 2,741.51 રૂપિયાના ઑફર ફૉર સેલ શેર શામેલ છે.
3) પ્રાઇઝ બેન્ડ
કંપનીએ શેર માટે પ્રાઇઝ બેન્ડ (Price Band) 99-100 રૂપિયા પ્રતિ યૂનિટ નક્કી કરી છે.
4) લઘુતમ રોકાણ
સામાન્ય રોકાણકારોએ આઈપીઓ માટે ઓછામાં ઓછા 1,100 શેર માટે બોલી લગાવવી પડશે. 100 રૂપિયા પ્રાઇસ બેન્ડ જોઈએ તો આ આઈપીઓમાં ઓછામાં ઓછા 1.1 લાખ રૂપિયા લગાવવા પડશે. જે બાદમાં 1,100નાં ગુણાંકમાં બોલી લગાવી શકાશે.
5) ફંડનો ઉપયોગ
IPOથી મળનારી રકમનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે કરશે. આ ઉપરાંત જનરલ કૉર્પોરેટ કામો પાછળ પણ રકમનો ઉપયોગ થશે. પ્રસ્તાવ લગભગ 75% સંસ્થાગત રોકાણકારો માટે અનામત છે, જેમાં 60 ટકા હિસ્સો એન્કર ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. બાકીનો 25 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને ફાળવવામાં આવશે.
6) 175 લાખ કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય
પાવર ગ્રિડ કૉર્પોરેશનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે નાણાકીય વર્ષ 2022 માટે પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય 175 લાખ કરોડ રૂપિયા રાખ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને સરકાર એલઆઈસી અને એર ઇન્ડિયાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે.
7) બુક રનિંગ લીડ મેનેજર
ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, ઇડેલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને HSBC સિક્યોરિટીઝ અને કેપિટલ માર્કેટ (India) આ ઑફરના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એ ભારત રાજ્ય હસ્તકની ઇલેક્ટ્રિક યુટિલિટી કંપની છે. જેનું વડું મથક ગુરુગ્રામમાં આવેલું છે. પાવર ગ્રીડ પોતાના ટ્રાન્સમીશન નેટવર્કની મદદથી દેશના કુલ પાવર ઉત્પાદનના 50 ટકા પાવરને ટ્રાન્સમીટ કરે છે. 10.
10) શું છે invIT?
ઇનવિટ એક સામુહિક રોકાણ સ્કીમ જેવી હોય છે, જે મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. જેમાં રોકાણકારો સીધા જ કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં રોકાણ કરી શકે છે. આ પ્રોજેક્ટમાં જે આવક થાય છે તેને રિટર્ન તરીકે મેળવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર