Paytm Shares: ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ બાદ Paytmનો શેર 24% તૂટ્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

લિસ્ટિંગ પહેલા સ્થાપક વિજય શેખર શર્મા ભાવુક થયા હતા

Paytm shares down: પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે 2080-2150 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

  • Share this:
    મુંબઈ: દેશના સૌથી મોટા આઈપીઓ One97 Communications એટલે કે પેટીએમના શેર (Paytm Shares)નું આજે શેર બજારમાં લિસ્ટિંગ (Listing) થયું હતું. અપેક્ષા પ્રમાણે શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે પેટીએમના શેરનું 1950 રૂપિયા પર એટલે કે 9% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ (Paytm share listing) થયું હતું. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ (Paytm IPO) માટે 2080-2150 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Price Band) નક્કી કરી હતી.

    શેરની કિંમતમાં કડાકો

    ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા બાદ પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ઇન્ડ્રા ડેમાં આ શેર BSE પર ઘટીને 1,586 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. સવારે 11:45 વાગ્યે પેટીએમનો શેર BSE પર 1,655 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE પર શેર 1,626 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 11:45 વાગ્યે પેટીએમનો શેર આશરે 24%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેર માટે લોઅર સર્કિટ 30% એટલે કે 1,564 રૂપિયા છે.

    રોકાણકારોએ શું કરવું?

    પેટીએમના શેર પર બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જેમને આઈપીઓ થકી પેટીએમના શેર લાગ્યા છે તેમણે બાઉન્સબેક બાદ Exit કરી લેવું જોઈએ. આ માટે પ્રતિ શેર 1720 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખો.

    મિન્ટ સાથે પેટીએમના શેર અંગે વાતચીત કરતા Tradingoના સ્થાપક પાર્થ ન્યાતીએ જણાવ્યું કે, "પેટીએમ ખોટ કરતી કંપની છે. નજીકના ભવિષ્યમાં નફાની કોઈ શક્યતા દેખાતી નથી. જેમને પેટીએમના શેર લાગ્યા છે તેવા રોકાણકારો જો લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા હોય તો તેઓ પોતાનું રાકાણ જાળવી રાખે. જે લોકોએ લિસ્ટિંગ ગેનના ઉદેશ્ય સાથે શેર લીધા હતા તેમણે શેર બાઉન્સ બેક થતાની સાથે બહાર નીકળી જવું જોઈએ. નવા રોકાણકારોએ અન્ય કંપનીઓ તરફ નજર દોડાવવી જોઈએ. બ્રાન્ડ નેમને પગલે કંપનીનું વેલ્યૂએશન ઊંચું થયું છે. આથી નજીકના ભવિષ્યમાં કરેક્શન જોવા મળી શકે છે."

    મિન્ટ સાથે વાતચીત કરતા સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ લી.ના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, "હું એવું કહીશ ફક્ત લાંબા ગાળા સુધી રોકાણ જાવળી રાખવા માંગતા રોકાણકારોએ જ પેટીએમના શેર જાળવી રાખવા જોઈએ. મારા મતે બજાજ ફિનસર્ન પેટીએમ કરતા સારો ઓપ્શન છે. જે લોકોએ લિસ્ટિંગ ગેનના ઉદેશ્ય સાથે આઈપીઓ ભર્યો હતો અને જેમને શેર્સ લાગ્યા છે તેમણે 1720 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જોઈએ, જે ઇસ્યૂ કિંમતથી 20 ટકા નીચે છે."

    આ પણ વાંચો: Sapphire Foods listing: સેફાયર ફૂડ્સનો શેર 11%ના પ્રીમિયમ પર લિસ્ટ, લિસ્ટિંગ બાદ કિંમતમાં ઘટાડો

    દેશનો સૌથી મોટો આઈપીઓ

    પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

    આ પણ વાંચો: Paytm share listing: પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે શેર બજારમાં લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

    પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ થયો

    પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમને આધિન છે. અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેર વેચવા કે ખરીદવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published: