મુંબઈ. Nykaa IPO GMP: ઑનલાઇન બ્યૂટી પ્રોડક્ટ વેચતી નાયકા (Naykaa IPO)ની પેરેન્ટ કંપની FSN ઈ-કૉમર્સ વેન્ચર્સનો આઈપીઓ આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરના રોજ ખુલશે (Nykaa IPO to open on 28th October) અને 1 નવેમ્બરના રોજ બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Nykaa IPO Price Band) રૂપિયા 1085-1125 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. નાયકાના આઈપીઓ અંગે નિષ્ણાતોનું માનવું છે કે (Should you Invest in Nykaa IPO) આ આઈપીઓમાં રોકાણકારો લિસ્ટિંગ ગેન મેળવી શકે છે. તેમજ લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારો માટે આ આઈપીઓ ખૂબ સારો છે.
IPO પર નિષ્ણાતોનો મત
બ્રોકરેજ હાઉસ આનંદ રાઠી (Anand Rathi)નું કહેવું છે કે, "કંપનીની ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમજ આ ક્ષેત્રમાં પ્રથમ કંપની હોવાથી તેનો લાભ કંપનીને મળશે. રોકાણકારો લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને આ આઈપીઓમાં રોકાણ કરી શકે છે."
Hem Securities તરફથી પણ આ આઈપીઓને ભરવાની સલાહ આપવામાં આવી છે. હેમ સિક્યોરિટીઝના કહેવા પ્રમાણે આઈપીઓમાં રોકાણકારોને લિસ્ટિંગ લાભ મળી શકે છે, તેમજ લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારો પોતાનું નસિબ અજમાવી શકે છે.
આ ઉપરાંત બ્રોકરેજ પેઢી Prabhuas Lilladher તરફથી પણ રોકાણકારોને આ આઈપીઓમાં નાણા રોકવાની સલાહ આપવામાં આવી છે.
નાયકા આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (Nykaa IPO GMP)
નાયકાનો ઇશ્યૂ ભાવ 1085-1125 રૂપિયા છે. જ્યારે ગ્રે માર્કેટમાં હાલ એક શેર પર 670 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. જે પોતાની અપર પ્રાઇસ બેન્ડથી 60% વધારે છે. આ રીતે જોઈએ તો મંગળવારે ગ્રે માર્કેટમાં નાયકાનો અનલિસ્ટેડ શેર 1795 રૂપિયા (1125+670) પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.
પ્રોફિટ કરતી કંપની
ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.
નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર