મુંબઈ: નેશનલ પેન્શન સ્કીમ (NPS) એક એવી યોજના છે, જેના અંતર્ગત રિટાયર્ડમેન્ટ પછી ઘડપણ માટેની ફાઈનાન્શિયલ સિક્યોરિટી ઉભી કરી શકાય છે. રિટાયરમેન્ટ પછી પણ તમને નિયમિત આવક મળતી રહે એ બાબત જરૂરી છે અને એટલા માટે જ રિટાયરમેન્ટ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. જુદી જુદી સ્કીમોમાં રોકાણ કરીને તમે આજથી જ પોતાના રિટાયરમેન્ટ (Retirement benefits) પછીના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો.
રિટાયરમેન્ટ પ્લાનિંગની દ્રષ્ટીએ નેશનલ પેન્શન સ્કીમ (National pension scheme) એક સારો વિકલ્પ ગણી શકાય છે. આ યોજનાની શરૂઆત જાન્યુઆરી 2004માં માત્ર સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2009માં આ સ્કીમ તમામ વર્ગના કર્મચારીઓ માટે ખુલ્લી મtકવામાં આવી છે. સરકાર દ્વારા સંચાલિત આ સ્કીમમાં વર્ષ 2019 મે મહિના સુધી 55 લાખથી વધુ લોકો રોકાણ કરી ચુક્યા છે.
આ યોજનામાં વધુમાં વધુ લોકો રોકાણ કરે તેથી તેને આકર્ષક બનાવવા માટે સરકારે બજેટમાં તેમાં ફેરફાર પણ કર્યા છે. NPSમાં દર મહિને રૂ. 5000 સુધીનું રોકાણ કરીને તમે ઘડપણમાં રૂ. 20000 સુધીની પેન્શન મેળવી શકો છો. આવો એક નજર કરીએ શું છે સરકારની નેશનલ પેન્શન સ્કીમ.
નેશનલ પેન્શન સ્કીમ શું છે?
નેશનલ પેન્શન સ્કીમ જે વર્ષ 2009થી તમામ વર્ગના કર્મચારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે તેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યકાળ દરમ્યાન પેન્શન ખાતામાં નિયમિત રૂપે એક રકમ જમા કરી શકે છે. જમા કરેલી કુલ રકમને આ વ્યક્તિ એક જ વખતમાં પણ ઉપાડી શકે છે અને જો તેવું ન કરવામાં આવે તો તેમાં રહેલી રકમનો ઉપયોગ તે રિટાયરમેન્ટ પછી પેન્શન તરીકે મેળવીને શકે છે.
શું છે NPSના ફાયદા, આ રીતે સમજો
માની લો કે તમે 30 વર્ષની ઉંમરથી NPSમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે. 60 વર્ષની ઉંમર સુધી તેમાં તમે દર મહિને રૂ. 5000નું રોકાણ કર્યું છે. જો તેની પર મળતા લાભની ગણતરી કરીએ તો...
NPS દરેક વ્યક્તિ માટે રોકાણ કરવાની એક સારી યોજના છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને ઈનકમ ટેક્સમાં રાહત પણ મળે છે. જો કોઈ વ્યક્તિ NPSમાં રૂ. 50,000 સુધીનું રોકાણ કરે છે, તો તેને કલમ 80CCD હેઠળ આવકવેરામાં છૂટ મળી શકે છે. જો તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખની છૂટ પૂર્ણ કરી ચૂક્યા છો તો એનપીએસ તમને એક્સ્ટ્રા સેવિંગ કરવામાં પણ મદદરૂપ બનશે. આ યોજનામાં મેચ્યોરિટીની 60 ટકા સુધીની રકમના ઉપાડ પર ટેક્સ વસૂલવામાં આવતો નથી.NPSમાં રોકાણ કરવા માટે બે રીત છે.
એક્ટીવ મોડ
અહીં રોકાણકાર વાર્ષિક મળતા વળતરનું મુલ્યાંકન કરી શકે છે અને આ વળતરને ડેટ થી ઈક્વિટી અને ઈક્વિટી થી ડેટમાં પરિવર્તિત પણ કરી શકો છે.
ઓટો મોડ
અહીં તમારી માટે 8 ફંડ મેનેજર હશે જે ડેટ થી ઈક્વિટીમાં ફંડ પરિવર્તિત કરવા માટે કાર્યરત હશે.
NPS એકાઉન્ટના પ્રકાર:
NPSમાં બે પ્રકારના એકાઉન્ટ છે: ટિયર 1 અને ટિયર 2. જેમાં ટિયર 1માં 60 વર્ષની વય સુધી ફંડ વિડ્રો કરી શકાતું નથી. ટિયર II NPS ખાતું એક પ્રકારના બચત ખાતા જેવું છે, જ્યાં ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડી શકે છે.
શું ટેક્સ બેનિફિટ માટે NPSમાં રોકાણ કરી શકાય?
મિન્ટના કહેવા પ્રમાણે ક્લિયર ગ્રુપના ફાઉન્ડર અને CEO અર્ચિત ગુપ્તા જણાવે છે કે આ સ્કીમ એક રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ સ્કીમ છે, જ્યાં રોકાણ કરી રોકાણકાર રિટાયરમેન્ટ પછી આવક મેળવી શકે છે. આ સ્કીમ માત્ર ટેક્સ સેવિંગમાં જ નહીં, પણ રોકાણકારને આર્થિક સુરક્ષા આપવા માટે પણ ઉપયોગી છે. ફ્રીલાન્સર્સ, સેલ્ફ એમ્પ્લોય્ડ અને એમપ્લોયને આર્થિક સુરક્ષા મળી રહે છે.
વધુમાં અર્ચિત ગુપ્તા જણાવે છે કે રિસ્ક પ્રોફાઈલ ધરાવતા રોકાણકારો ઈક્વિટી ફંડમાં કુલ રકમના 75 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ દ્વારા લાંબા ગાળે સારું રિટર્ન મેળવી શકાય છે. ટેક્સ સેવિંગ સાથે આર્થિક સુરક્ષા માટે આ એક સારી યોજના છે. રિસ્ક અને રોકાણની ક્ષમતા પ્રમાણે ડેટ અને ઈક્વિટીમાં રોકાણ કરીને લાભ મેળવી શકાય છે. મોટાભાગે એવું પણ જોવા મળતું હોય છે કે લોકો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને એનપીએસમાં કન્ફ્યુઝ થઈ જાય છે.
લોકો PPF અને NPSને સરખાવી ત્યારબાદ રોકાણ કરતા હોય છે. પણ અહીં નોંધ લેવા જેવી બાબત એ છે કે NPSમાં રોકાણ કરવાની બે રીત છે જે તેને વધુ યોગ્ય બનાવે છે. NPSમાં તમે ઈક્વિટીમાં 60 ટકા સુધી રોકાણ કરી શકો છો, જ્યારે પીપીએફમાં આ નિશ્ચિત હોય છે. પીપીએફમાં રોકાણકારને મહત્તમ 7.1 ટકા વળતર મળે છે, જ્યારે NPSમાં 50 ટકા ઈક્વિટી એક્સપોઝર સાથે 25 ટકાથી વધુ વળતર મેળવી શકાય છે. NPSમાં અકાઉન્ટ મેન્ટેનન્સ ખર્ચ ઓછા હોવાને કારણે આ યોજનામાં રોકાણ વધુ સારો વિકલ્પ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર