Laxmi Organicનો IPO ખુલ્યો: રોકાણકારોએ આ IPO ભરવો કે નહીં? જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

ફાઇલ તસવીર

આઈપીઓ પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 180 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. BSEના આંકડા પ્રમાણે લક્ષ્મી ઑર્ગેનિકે 130 રૂપિયાના ભાવથી 15 એન્કર ઇન્ટવેસ્ટર્સને 1.30 કરોડ ઇક્વિટી શેર એલૉટ કરી લીધા છે.

  • Share this:
    મુંબઈ: સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની લક્ષ્મી ઑર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ (Laxmi Organics)નો આઈપીઓ આજે ખુલ્યો છે. રોકાણકારો આ આઈપીઓમાં 17મી માર્ચ સુધી રોકાણ કરી શકશે. Laxmi Organics આઈપીઓ (IPO) મારફતે 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આઈપીઓ માટે કંપનીએ શેરનો ઇશ્યૂ ભાવ 129-130 રૂપિયા રાખ્યો છે. રોકાણકાર આઈપીઓમાં 115 શેરના લૉટ માટે અરજી કરી શકે છે.

    આઈપીઓ પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 180 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. BSEના આંકડા પ્રમાણે લક્ષ્મી ઑર્ગેનિકે 130 રૂપિયાના ભાવથી 15 એન્કર ઇન્ટવેસ્ટર્સને 1.30 કરોડ ઇક્વિટી શેર એલૉટ કરી લીધા છે. દેશની લગભગ તમામ બ્રૉકર્સ પેઢીએ આ આઈપીઓને ભરવાની સલાહ આપી છે. બ્રૉકર્સનું માનીએ તો લિસ્ટિંગના દિવસે રોકાણકારોને 50 ટકા જેટલું પ્રીમિયમ મળી શકે છે.

    આ પણ વાંચો: 30 વર્ષ પહેલા તરુણીને ભગાડી જનાર 70 વર્ષનો ડોસો ઝડપાયો, તરુણી થકી મેળવ્યા બે પુત્રો!

    ગ્રે માર્કેટમાં સ્થિતિ

    IPO વૉચના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાં કંપનીના શેર ઈશ્યૂ પ્રાઇસથી 97 રૂપિયાના પ્રીમિયમ પર 227 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વેચાઈ રહ્યા છે. જે બતાવે છે કે રોકાણકારોમાં આ શેરની ખૂબ માંગ છે. ગ્રે માર્કેટ પર નજર રાખતી કંપનીની અનલિસ્ટેડ એરિનાના સ્થાપક અભય દોષીએ જણાવ્યું કે, કંપનીનો શેર આજે ગ્રે માર્કેટમાં 90થી 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે ગ્રે માર્કેટમાં લક્ષ્મી ઑર્ગેનિકનો સ્ટૉક 73 ટકા પ્રીમિયમ પર ટ્રેક થઈ રહ્યો છે.

    આ પણ વાંચો:  Alert: પહેલી એપ્રિલથી નહીં ચાલે આ 8 બેંકોની જૂની ચેકબુક, જાણો કારણ

    300 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે

    લક્ષ્મી ઑર્ગેનિક આ IPO મારફતે 300 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. 300 કરોડના શેર કંપનીના પ્રમોટર્સ યલો સ્ટોન ટ્રસ્ટ (Yellow Stone Trust) જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપની લક્ષ્મી ઑર્ગેનિકની શરૂઆત 1992માં થઈ હતી. કંપની એસિટલડિહાઈડ (acetaldehyde) અને એસિટિક એસિડ (acetic acid) બનાવે છે. જે ભારતમાં acetaldehydeનું ઉત્પાદ કરતી સૌથી મોટી કંપની છે.

    આ પણ વાંચો: 22 વર્ષીય મહિલા ચોથા માથેળી નીચે પડી, આરોપી આ મહિલાને ખભા પર ઊંચકીને ભાગતો દેખાયો

    કંપની ફંડનો રોકાણ અહીં કરશે

    કંપની આઈપીઓ મારફતે એકઠા કરેલા ફંડનો ઉપયોગ ફ્લોરોસ્પેશિયાલિટી સરાયણ (fluorospecialty chemicals)નું ઉત્પાદન કરવા માટે નવો પ્લાન્ટ નાખવા પાછળ, તેમજ વર્તમાન પ્લાન્ટના વિસ્તાર માટે મશીનરી ખદીવાની સાથે સાથે નાણાની જરૂરિયાત અને કોર્પોરેટર જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરશે.

    આ પણ વાંચો: આ વર્ષે કેવું રહેશે ચોમાસું? વર્તમાન સ્થિતિને જોતા નિષ્ણાતોએ રજૂ કર્યું અનુમાન

    આ દિવસે થશે લિસ્ટિંગ

    લક્ષ્મી ઑર્ગેનિકના આઈપીઓના શેરનું અલૉટમેન્ટ 22 માર્ચના રોજ થવાની સંભાવના છે. કંપનીના શેર 25મી માર્ચના રોજ શેરબજાર પર લિસ્ટ થઈ શકે છે. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા શેર અનામત રખાયા છે. જ્યારે 50 ટકા શેર QIPs અને 15 ટકા શેર નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: