Latent View Analytics IPO: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ ખુલ્યો, રોકાણ કરવું કે નહીં?

વધુ એક આઈપીઓ.

Latent View Analytics IPO: કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે.

  • Share this:
    મુંબઈ. Latent View Analytics IPO: ડેટા એનાલિટિક્સ સર્વિસિસ કંપની Latent View Analyticsનો આઈપીઓ આજે એટલે કે 10મી નવેમ્બરના રોજ ખુલ્યો છે. રોકાણકારો 12મી નવેમ્બર સુધી આ આઈપીઓ ભરી શકશે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ (Latent View Analytics IPO price band) 190-197 રૂપિયા રાખી છે. કંપની આઈપીઓ મારફતે માર્કેટમાંથી 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઈપીઓમાં 474 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે, જ્યારે 126 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હેઠળ વેચવામાં આવશે. જેમાં વર્તમાન શેરધારકો પોતાનો હિસ્સો વેચશે.

    ઑફર ફૉર સેલમાં કંપનીના પ્રમોટર Adugudi Viswanathan Venkatraman પોતાનો હિસ્સો વેચશે. આ ઉપરાંત ગોપીનાથ કોટીશ્વરન, રમેશ હરિહરન, શુબ્રમણ્યમ રામચંદ્રન, દિવ્યા બાલકૃષ્ણન, રાજકુમાર કલિયા પેરુમલ, રિયાબાલાકૃષ્ણન અને નવીન લોગનાથન જેવા બીજા પ્રમોટર પોતાનો હિસ્સો વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે?

    રોકાણકારો લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના ઓછામાં ઓછા 76 શેર માટે બીડ કરી શકે છે. એ પ્રમાણે રોકાણકારો ઓછામાં ઓછું 14,440 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક રોકાણકાર વધારેમાં વધારે 13 લોટ માટે બીડ કરી શકે છે. એટલે કે રોકાણકાર મહત્તમ ₹1,94,636 માટે બીડ કરી શકાય છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Latent View Analytics GMP)

    Latent View Analyticsના શેર અનલિસ્ટેડ માર્કેટમાં 230 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીની ઇશ્યૂ કિંમત 190-197 રૂપિયા છે. જો અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે જોઈએ તો ગ્રે માર્કેટમાં Latent View Analyticsનો એક શેર 427 રૂપિયા (230+197) પર ટ્રેડ કરી રહ્યો છે.

    રોકાણકારોએ શું કરવું?

    Angel Oneના મુખ્ય ઇક્વિટી એનાલિસ્ટ મિલન દેસાઈને કહેવું છે કે Latent View Analyticsના ઇશ્યૂ મારફતે પ્યોર પ્લે એનાલિટિક્સ કંપનીમાં રોકાણ કરવાનો મોકો મળશે. Latent View ખૂબ ઉચ્ચ કક્ષાની સેવા પૂરી પાડે છે, જેનો ઉપયોગ ડિસ્ક્રિપ્ટિવ અને ડાયગ્નોસ્ટિક્સ સોલ્યૂશન્સ સાથે પ્રોડક્ટિવ એનાલિટિક્સ સેગમેન્ટમાં થાય છે. ડેટા અને અનાલિટિક્સ માર્કેટની સરખામણીમાં તેનો ગ્રોથ વધારે રહેવાની અપેક્ષા છે.

    આ પણ વાંચો:  રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરમાં તેજીની બ્રોકરેજ ફર્મને આશા

    Latent Viewનું મુખ્ય કામ કસ્ટમર એનાલિટિક્સ સાથે જોડાયેલું છે. જોકે, ગ્લોબલ કસ્ટમર એનાલિટિક્સનું માર્કેટ કુલ માર્કેટ એનાલિટિક્સ ખર્ચનું ફક્ત 9 ટકા છે. પરંતુ 2020-2024 દરમિયાન તે 26% CAGRથી વધવાની આશા છે.

    કંપની ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ વિકાસ માટે કરશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મિલન દેસાઈ તરફથી આ આઈપીઓ ભરવાની સલાહ આપવામાં આવી છે.

    આ પણ વાંચો:  Income Tax Return: 2.38 કરોડ કરદાતાઓએ ફાઇલ કર્યું ઇન્કમ ટેક્સ રિટર્ન, અંતિમ તારીખ 31 ડિસેમ્બર

    કંપનીનો બિઝનેસ

    કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો કન્સોલિડેટ નફામાં 25.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 91.46 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક 1.4 ટકા ઘટી હતી અને તે 305.88 કરોજ રૂપિયા રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: