કોટક બોન્ડ શોર્ટ ટર્મ ફંડ રિવ્યૂ: શું તમારે રોકાણ કરવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર.

કોટક બોન્ડ શોર્ટ ટર્મ પ્લાન એ એક ટૂંકી-અવધિની ડેટ સ્કીમ છે, જે સિક્યોરિટીઝમાં એવી રીતે રોકાણ કરે છે કે સમગ્ર પોર્ટફોલિયોનો રોકાણ સમયગાળો 1-3થી વર્ષ વચ્ચે રહે.

 • Share this:
  મુંબઈ: 2020માં નીચા વ્યાજદરના કારણે રોકાણકારો (Investors)એ ડેટ સ્કીમ (Debt funds)માં મેળવેલ ઊંચા વળતરના દિવસો હવે ઓસરી રહ્યાં છે. સરકારે બજેટ 2021 (Budget 2021)માં જ નવા વર્ષમાં મોટાપાયે ઉઘાર (બોરોઈંગ) લેવાની જાહેરાત કરતા બોન્ડ યિલ્ડમાં ઉછાળો સંભવ છે. સરકારી બોન્ડના ઈશ્યુઅન્સમાં વધારો થતા ભાવ ઘટશે અને યિલ્ડમાં સુધારો જોવા મળી શકે છે. આજ સ્થિતિને જોતા હવે તમારે તમારૂં રોકાણ 1થી 3 વર્ષની પાકતી મુદતના ડેટ ઈન્સટ્રુમેન્ટમાં ઈન્વેસ્ટ કરવા જોઈએ, જેનાથી વ્યાજદરના વધારાના જોખમથી રક્ષણ મળશે.

  કોટક બોન્ડ શોર્ટ ટર્મ પ્લાન (Kotak Bond Short Term Plan) આવી જ એક સ્કીમ છે જે આ પ્રકારના બોન્ડમાં રોકાણ કરે છે અને ઉંચા વળતરનો રેકોર્ડ ધરાવે છે. તો આવો જાણીએ આ KBST સ્કીમ વિશે:

  કોટક બોન્ડ શોર્ટ ટર્મ પ્લાન એ એક ટૂંકી-અવધિની ડેટ સ્કીમ છે, જે સિક્યોરિટીઝમાં એવી રીતે રોકાણ કરે છે કે સમગ્ર પોર્ટફોલિયોનો રોકાણ સમયગાળો 1-3થી વર્ષ વચ્ચે રહે. દીપક અગ્રવાલ 2013થી આ ફંડના મેનેજર છે.

  ફંડ પોર્ટફોલિયોનું સંચાલન કરતી વખતે સલામતી, પ્રવાહિતા અને વળતર પર સૌથી વધુ ફોકસ કરે છે. જાન્યુઆરી, 2021માં આ ફંડના પોર્ટફોલિયોનું 95% રોકાણ સૌથી હાઈએસ્ટ કોર્પોરેટ બોન્ડ્સ અને ગવર્મેન્ટ સિક્યોરિટી(G-Sec)માં છે અને બાકીના પૈસા રોકડમાં ધરાવે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: રૂપિયાની ઉઘરાણી માટે યુવકને માર્યો ઢોર માર, પેન્ટ ઉતારી વીજ કરન્ટ આપ્યો, વીડિયો પણ ઉતાર્યો

  કોટક મહિન્દ્રા AMCના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર-ડેટ અને પ્રોડકટ હેડ લક્ષમી અય્યરે કહ્યું, અમારી રોકાણ વ્યૂહરચના મોટા પ્રમાણમાં ઉચ્ચ-ગ્રેડ બોન્ડ્સ પર જ કેન્દ્રિત છે. ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ એટલેકે BBB- અને તેની ઉપરની ક્રેડિટ રેટિંગ ધરાવતા બધા જ બોન્ડમાં રોકાણ કરવાની છૂટ આપતી આ સ્કીમમાં ફંડ મેનેજર AAA- ક્રેડિટ રેટિંગ ધરાવતી સિક્યોરિટીમાં જ રોકાણ કરે છે.

  સતત ઘટતી જતી બોન્ડ યિલ્ડને પગલે મહત્તમ અને સુરક્ષિત વળતર માટે ફંડે છેલ્લા 15 મહિનામાં સરકારી સિક્યોરિટીઝમાં અલોકેશન વધાર્યું છે. મહત્વની વાત એ છે કે આ સમયગાળામાં કોર્પોરેટ બોન્ડ ફંડમાં રોકાણ અડધું કર્યું છે.

  આ પણ વાંચો: નવસારી: આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને સાઇકલ ચાલકને ઉડાવ્યો, ચાલક 50 ફૂટ ફંગોળાયો

  સર્વોચ્ચ રેટેડ બોન્ડ્સમાં રોકાણ કરવા પણ વધાર્યું છે અને કોઈ એક ખાસ ગૃપમાં વધારે રોકાણ ટાળ્યું છે. તેના નવીનતમ ઉપલબ્ધ પોર્ટફોલિયો મુજબ સૌથી વધુ રોકાણ કોર્પોરેટ જૂથના 7.2%ના બોન્ડમાં જ કર્યું છે. સેબીના માપદંડ અનુસાર મર્યાદા 20% સુધી મંજૂર છે.

  ભવિષ્યમાં વ્યાજદર ઘટશે?

  અય્યરના મતે આગામી સમયમાં વ્યાજ વધુ ઘટવાની ધારણા નથી. આગામી ત્રણથી ચાર ક્વાર્ટરમાં વ્યાજદર ઘટવા સંભવિત નથી, તેથી રોકાણકારો માટે કે આગામી 12-24 મહિનાનો સમયગાળો ધરાવતા હોય તો શોર્ટ ટર્મ બોન્ડમાં રોકાણ સલાહભર્યું છે.

  શોર્ટ ટર્મ બોન્ડ અને વ્યાજ દરની ગતિ સાથે કોઈ સામન્યતા?

  લાંબા ગાળાની સિક્યોરિટીઝ કરતા ઝડપી વળતર ટૂંકા ગાળાના બોન્ડ આપે છે. આ સિવાય અવધિ ટૂંકી હોવાથી તેને મેચ્યોરિટી સુધી હોલ્ડ રાખવું વધુ સરળ છે.

  સ્ટેડી રીટર્ન: KBST આ કેટેગરીમાં સતત સારૂં પ્રદર્શન કરનાર સ્કીમ છે. આ કેટેગરીની કેટલીક યોજનાઓ અમુક નીચા-રેટેડ બોન્ડમાં રોકાણ કરીને ઉંચું વળતર આપે છે. આ કેટેગરીની 26 યોજનાઓમાંથી એક તૃતીયાંશ યોજનાઓએ નીચા રેટેડ બોન્ડ્સ (AA અને તેનાથી નીચેના બોન્ડ)માં ઓછામાં ઓછી 5% રકમ ફાળવી હતી.

  એક કન્ઝર્વેટીવ પોર્ટફોલિયો હોવા છતાં ફંડે રોકાણાકરોને એક સારૂં વળતર આપ્યું છે. છેલ્લા એક, ત્રણ અને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ કેટેગરીની સરેરાશ કરતા વધુ વળતર આપ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: