Home /News /business /Gold Price: 6 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યું સોનું, શું તમારે ખરીદવું જોઇએ?

Gold Price: 6 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યું સોનું, શું તમારે ખરીદવું જોઇએ?

સોનાની લાલચ ભારે પડી (Shutterstock તસવીર)

Gold Latest price: કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે, સ્પોટ ગોલ્ડ રેટ $1,680થી $1,755 પ્રતિ ઔંસની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે, જ્યારે MCX ગોલ્ડ રેટ નજીકના ગાળાના પરિપ્રેક્ષ્યમાં રૂ. 49,800થી 51,200 પ્રતિ 10 ગ્રામ રેન્જમાં ઓસીલેટ થઈ શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: યૂએસ ફેડના વિવિધ અધિકારીઓ (US Fed officials)ની હોકિશ રેટરિક છતાં સ્પોટ ગોલ્ડનો ભાવ (spot gold price) તેના છ સપ્તાહની નીચી સપાટી (Gold hitting its six week low) 1,680 ડોલર પ્રતિ ઔંસને સ્પર્શ્યા બાદ ફરી ઉછળ્યો હતો. ઓક્ટોબર 2022ના મહિના માટે સોનાનો ભાવિ કોન્ટ્રાક્ટ શુક્રવારે રૂ. 165 ના વધારા સાથે રૂ. 50,521 પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ રહ્યો હતો. જેથી તેના ત્રણ અઠવાડિયાના ઘટાડાના સિલસિલાનો અંત આવ્યો છે. સ્પોટ માર્કેટમાં કિંમતી બુલિયન મેટલ સપ્તાહના અંતે 0.45 ટકા ઇન્ટ્રાડે વધારો નોંધાવીને 1,716ના સ્તરે સમાપ્ત થયો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) દ્વારા આશ્ચર્યજનક 75 bps વ્યાજદરમાં વધારો કર્યા પછી સોનાના દરોમાં આ વધારો થવાનું કારણ મુખ્યત્વે ડોલર ઇન્ડેક્સમાં સરળતાને આભારી હોઈ શકે છે. 110.78 સ્તરના 20-વર્ષના ઉચ્ચ સ્તરને હિટ કર્યા પછી ડોલર ઇન્ડેક્સ આખરે શુક્રવારે 108.945 પર સ્થિર થયો હતો.

રોકાણકારોએ શું કરવું?


કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે, સ્પોટ ગોલ્ડ રેટ $1,680થી $1,755 પ્રતિ ઔંસની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે, જ્યારે MCX ગોલ્ડ રેટ નજીકના ગાળાના પરિપ્રેક્ષ્યમાં રૂ. 49,800થી 51,200 પ્રતિ 10 ગ્રામ રેન્જમાં ઓસીલેટ થઈ શકે છે. જોકે, તેઓએ જણાવ્યું હતું કે, ઇસીબીએ વ્યાજના દરમાં 75 બીપીએસનો વધારો કર્યો છે. જે ટૂંકા ગાળામાં ડોલર ઇન્ડેક્સના ઉછાળાને મર્યાદિત કરશે અને તેની ડીલ કરનારાઓએ કિંમતી ધાતુમાં શોર્ટ પોઝીશન લેવાનું ટાળવું જોઈએ અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના દર આપેલ રેન્જમાં રહે ત્યાં સુધી 'બાય ઓન ડિપ્સ' વ્યૂહરચના જાળવવી જોઈએ.

શા માટે વધ્યા સોનાના ભાવ?


આ અઠવાડિયે સોનાના ભાવ પર તેજીને કારણે શું થયું તે અંગે રેલિગેર બ્રોકિંગના વીપી-કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, "ફેડના વિવિધ અધિકારીઓની હોકિશ રેટરિક છતાં સોનાના ભાવમાં ત્રણ સપ્તાહની મંદીનો સિલસિલો તૂટ્યો હતો અને 1680 ડોલર પ્રતિ ઔંસના લાંબાગાળાના ટેકાની નજીકથી બાઉન્સ બેક થયો હતો. ફેડના અધ્યક્ષે કેટો ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક નાણાંકીય પરિષદમાં તેમના તાજેતરના સંબોધનમાં વધી રહેલા ફુગાવાને કાબૂમાં રાખવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જેણે ફેડની સપ્ટેમ્બરની બેઠકમાં વધુ એક સુપર-સાઇઝ રેટ વધારાની અપેક્ષાઓને મજબૂત બનાવી હતી.

ડોલર ઇન્ડેક્સમાં 110.78ની નવી બે દાયકાની ઊંચી સપાટીનું પરીક્ષણ કર્યા બાદ ડોલર ઇન્ડેક્સમાં આવેલી તેજી અટકી હતી અને તે સપ્તાહ દરમિયાન આશરે 0.63 ટકાના ઘટાડા સાથે બંધ રહી હતી. આ દરમિયાન યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં જંગી 75 બીપીએસનો વધારો કર્યો હતો, જેના પગલે ભાવ સ્થિરતા જાળવી રાખવાના પ્રયાસરૂપે તેના બેન્ચમાર્ક ડિપોઝિટ રેટમાં 0.75 ટકાનો વધારો થયો હતો. જ્યારે તેઓ કેટલાંક વર્ષોમાં સૌથી ખરાબ એનર્જીની કટોકટીનો સામનો કરી રહ્યા છે."

આ પણ વાંચો: આ સેક્ટરમાંથી આવ્યા 55 મલ્ટીબેગર્સ, 10 વર્ષમાં રૂ.1 લાખનું રોકાણ થયું રૂ.6.89 કરોડ

રેલિગરના વિશ્લેષકે વધુમાં ઉમેર્યું હતું કે રશિયાએ નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇન મારફતે યુરોપમાં કુદરતી ગેસનો પ્રવાહ બંધ કરી દીધો છે, જેથી આ પ્રદેશને આર્થિક ફટકો પડે. બેંક ઓફ કેનેડાએ પણ તેની તાજેતરની બેઠકમાં 75 બીપીએસ દર વધારાની પસંદગી કરી હતી અને વધુ દર વધારાના સંકેત આપ્યા હતા. અન્ય મધ્યસ્થ બેંકો મારફતે કરવામાં આવેલા આ મોટા દર વધારાએ ડોલર ઇન્ડેક્સને દબાવ્યો હતો અને સોનાની સલામતીમાં પ્રવાહને પ્રેરિત કર્યો હતો.

મંદી અને ચીનમાં વધુ કોવિડ -19 નિયંત્રણોને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ 7 મહિનાના નીચલા સ્તરે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સપ્તાહના અંતે કેટલિક રિકવરી દર્શાવી હતી. કારણ કે ઓપેક અને સાથી પક્ષો ભાવોને વેગ આપવા માટે ઓક્ટોબરના ઉત્પાદનમાં 100,000 બીપીડીનો ઘટાડો કરવા સંમત થયા હતા. જેના કારણે નજીકના ગાળામાં ફુગાવામાં થોડો ઘટાડો થઈ શકે અને ફેડને વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં તેના દર વધારાની ગતિ ધીમી કરવા દબાણ કરી શકે છે, જે સોનાના ભાવોને ટેકો પૂરો પાડશે.

આ પણ વાંંચોઃ તમારા 10 લાખ રુપિયાને આ રીતે રોકાણ કરો? પછી ટેન્શન ફ્રી થઈને તગડું રિટર્ન મેળવો

એક્સિસ સિક્યોરિટીઝ ખાતે કોમોડિટીઝ, HNI અને NRI એક્વિઝિશનના વડા પ્રિતમ પટનાયકે જણાવ્યું હતું કે,"ઇસીબી 50-બેસિસ પોઇન્ટના વધારા સાથે 11 વર્ષમાં પ્રથમ વખત વ્યાજના દરોને પોઝિટીવ બનાવવાની અપેક્ષા હતી. પરંતુ તેણે દમદાર 75-બેસિસ પોઇન્ટના વધારા સાથે દરેકને ચોંકાવી દીધા હતા. ECB તરફથી ઊંચા દરોની જાહેરાત સાથે યુરોએ યુએસડી સામે તેના ગુમાવેલા કેટલાક આધારો પાછા મેળવતા સોનામાં થોડી રાહત રેલી થઈ હતી.”

સોનાની કિંમતો પર એક નજર


મોતીલાલ ઓસ્વાલના વાઇસ પ્રેસિડેન્ટ અમિત સજ્જાએ જણાવ્યું હતું કે, "સ્પોટ ગોલ્ડના ભાવને 1,680 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર મજબૂત ટેકો મળી રહ્યો છે, જ્યારે તેનો તાત્કાલિક હર્ડલ 1,755 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એમસીએક્સ પર સોનાના ભાવને 10 ગ્રામ દીઠ રૂ. 49,800ની સપાટીએ ટેકો મળે છે, જ્યારે તે 10 ગ્રામના સ્તરે રૂ. 51,200ની સપાટીએ રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યો છે.

આ પણ વાંચો: દર મહિને માત્ર રૂ. 1000નું રોકાણ કરો, ઘરે બેઠા બની જશો રૂ. 2 કરોડના માલિક

સ્થાનીય સોનાના રોકાણકારો માટેના સૂચન પર રેલિગર બ્રોકિંગના સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, "સ્થાનિક બજારોમાં નજીકના ગાળાના દ્રષ્ટિકોણથી આશરે રૂ. 51,200થી રૂ. 51,700 પ્રતિ 10 ગ્રામના ઊંચા સ્તર માટે રૂ. 49,200થી રૂ. 49,400 પ્રતિ 10 ગ્રામના ઘટાડા પર સોનું ખરીદી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gold price, MCX, ગોલ્ડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन