Home /News /business /ITR Filing Last Date: 2.5 લાખથી ઓછી આવક હોય તો ITR ફાઇલ કરવું કે નહીં? શું ફાયદા થાય?
ITR Filing Last Date: 2.5 લાખથી ઓછી આવક હોય તો ITR ફાઇલ કરવું કે નહીં? શું ફાયદા થાય?
ઇન્મક ટેક્સ રિટર્ન
Income Tax filling rules: જો તમારી ગ્રોસ કુલ આવક એટલે કે, કુલ કમાણી 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુ વયના લોકો માટે 5 લાખ રૂપિયા છે.
નવી દિલ્હી: આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ (ITR Filing Last Date) છે, જે નજીક આવી રહી છે. જ્યારે પણ ટેક્સ છૂટની મર્યાદાની (Tax Exemption Limit) વાત આવે છે, ત્યારે ઘણા લોકો એ બાબતે મૂંઝવણમાં મૂકાઈ જાય છે કે, તેમને આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે કે નહીં? ઘણા લોકોનું કહેવું છે કે, તેમનો પગાર 5 લાખથી ઓછો છે અને સરકારે કહ્યું છે કે 5 લાખથી ઓછી ઉંમરના લોકો પર ઝીરો ટેક્સ લાગે છે, તો 5 લાખ રૂપિયાથી નીચે પગાર આવતો હોય (Is it mandatory to file itr if salary below Rs 5 lakh?) કે ન આવતો હોય તો ITR ભરવું ફરજિયાત છે. સાથે જ કેટલાક લોકોનું માનવું છે કે, તેમનો પગાર 2.5 લાખ રૂપિયાથી ઓછો છે, તેથી તેમને 2.5 લાખ રૂપિયાથી ઓછો પગાર હોય તો આઇટીઆર ફાઇલ કરવાની (Is it mandatory to file itr if salary below Rs 2.5 lakh?) જરૂર નથી. તો આવો જાણીએ કોણે ITR ભરવું જોઈએ અને કોણે ન ભરવું જોઈએ. ઉપરાંત, આઇટીઆર ફાઇલ કરવાના ફાયદાઓને (Benefits of filing ITR) પણ સમજીએ.
કોણે ITR ફાઇલ કરવું જોઈએ?
જો તમારી ગ્રોસ કુલ આવક એટલે કે, કુલ કમાણી 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુ વયના લોકો માટે 5 લાખ રૂપિયા છે. એટલે કે, જો તમારી કુલ કમાણી 2.5 લાખ રૂપિયાથી ઓછી છે, તો તમારે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર નથી. જો કે ઓછી સેલરી હોવા છતાં જો તમે ITR ભરો છો, તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે.
2.5 લાખથી ઓછી કમાણી હોય તો ટેક્સ ભરવો કે નહીં?
કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જ્યારે તમારે આઇટીઆર ભરવું પડે છે, પછી ભલેને કુલ કમાણી અઢી લાખથી ઓછી હોય. જો તમે કરન્ટ એકાઉન્ટમાં 1 કરોડ કે તેથી વધુ રકમ જમા કરાવી છે અથવા તો વિદેશ યાત્રામાં 2 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કર્યા છે. જો તમે એક વર્ષમાં 1 લાખ રૂપિયા કે તેથી વધુ વીજળીનું બિલ ભર્યું છે, તો તમારે આઇટીઆર ફાઇલ કરવું પણ જરૂરી છે.
કોઇ ટેક્સ ન લાગ્યો હોય ત્યારે શું કરવું?
હાલની વ્યવસ્થા મુજબ તમને 2.5 લાખ સુધીની કમાણી પર આવકવેરામાંથી છૂટ મળે છે. પરંતુ જો તમારી કુલ કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો તમને બાકીના 2.5 લાખ રૂપિયા પર છૂટ મળે છે. આવી સ્થિતિમાં તમારી કર જવાબદારી શૂન્ય થઈ જાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી કુલ કમાણી 2.5 લાખ કરતા ઘણી વધારે છે, તેથી તમારે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે. જો તમે આઇટીઆર નહીં ભરો તો તમને છૂટ નહીં મળે, તેનાથી ઉલટું તમને દંડ પણ થઇ શકે છે.
અઢી લાખથી વધુની આવક આવકવેરા વિભાગ પર ટેક્સ ન લાગે તો પણ આઇટીઆર ફાઇલ કરવું આવશ્યક બનાવવામાં આવ્યું છે, જેથી કરચોરોને પકડી શકાય અને કાળાં નાણાં પર અંકુશ આવી શકે. જો આવકવેરા વિભાગ તમારા દ્વારા નોંધાયેલી કમાણી અને ખર્ચમાં અને વાસ્તવિક ખર્ચમાં કોઈ તફાવત જુએ છે, તો તે તમને પ્રશ્નો પૂછી શકે છે.
ITR ભરવાના ફાયદા
- આઇટીઆર ભરવાથી તમારો સૌથી મોટો ફાયદો એ છે કે તમને દંડનો સામનો કરવો પડતો નથી.
- આવકવેરા રિટર્ન ફાઇલ કરીને તમે તમારા કેપિટલ ગેઇનના નુકસાનને પણ કવર કરી શકો છો.
- જો તમે નિયમિત રીતે ITR ભરો છો, ભલે તમારો પગાર ગમે તેટલો હોય, તો તમારા માટે લોન લેવી એકદમ સરળ છે.
- તમે આઇટીઆર ફાઇલ કરીને ટેક્સ રિફંડનો દાવો પણ કરી શકો છો.