Home /News /business /

NSE અથવા BSE: યૂએસ સ્ટૉક્સ ખરીદવા માટે એનએસઈ અથવા બીએસઈમાંથી કોનું મોડલ શ્રેષ્ઠ

NSE અથવા BSE: યૂએસ સ્ટૉક્સ ખરીદવા માટે એનએસઈ અથવા બીએસઈમાંથી કોનું મોડલ શ્રેષ્ઠ

એનએસઈ વી. બીએસઈ.

NSE or BSE: NSE IFSCએ IFSCમાં આઠ મોટી યૂએસ કંપનીઓ માટે અસુરક્ષિત ડિપોઝિટરી રસીદો બનાવી છે તેમજ યૂએસની સૌથી મોટી 50 કંપનીઓ માટે આ રસીદો બનાવવાની યોજના જાહેર કરી છે.

નવી દિલ્હી: ગત અઠવાડિયે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSEની માલિકીની કંપનીઓ તરફથી GIFT City, ગુજરાત (GIFT City Gujarat)માં ભારતીય રહેવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્ટોક (International Stocks) ઉપલબ્ધ કરાવવા અંગેની જાહેરાતોનો ધમધમાટ જોવા મળ્યો હતો. NSE- IFSCની માલિકી NSE ધરાવે છે, જ્યારે BSE ઇન્ડિયા-INXની માલિકી ધરાવે છે, જે બંને GIFT સિટી IFSCમાં કામ કરે છે. NSE એ GIFT સિટીમાં અસુરક્ષિત ડિપોઝિટરી રસીદો બનાવે છે, જ્યારે BSEની માલિકીની ઇન્ડિયા INX માત્ર મધ્યસ્થી પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ભારતમાં રોકાણકારો IFSC વગર જ INX ભારતમાંથી સીધા જ US અથવા અન્ય વિદેશમાં નાણાં ટ્રાન્સફર (Money Transfer) કરે છે.

શું છે બંને આ મોડલ?

NSE IFSCએ IFSCમાં આઠ મોટી યૂએસ કંપનીઓ માટે અસુરક્ષિત ડિપોઝિટરી રસીદો બનાવી છે તેમજ યૂએસની સૌથી મોટી 50 કંપનીઓ માટે આ રસીદો બનાવવાની યોજના જાહેર કરી છે. અસુરક્ષિત ડિપોઝિટરી રસીદ માર્કેટ મેકર દ્વારા બનાવવામાં આવે છે. જે યુ.એસ.માં અન્ડરલાઇંગ શેર ખરીદે છે અને તેની સામે રસીદ જારી કરે છે. આથી રસીદોની કસ્ટડી ગિફ્ટ સિટીમાં રાખવામાં આવે છે અને ભારતીય રોકાણકારો તેમાં વેપાર કરવા માટે ગિફ્ટ સિટીમાં નાણાં ટ્રાન્સફર કરે છે. જે ફોરેઇન રેગ્યુલેટર્સ અને ફોરેઇન બ્રોકર્સથી અજાણ ભારતીયોને થોડી રાહત પ્રદાન કરે છે.

બીજી તરફ તેમાં કોસ્ટ અને ચાર્જ પણ સામેલ છે, જેમ કે રસીદો બનાવવા માટેનો ખર્ચ, આઇએફએસસીમાં ડીમેટ એકાઉન્ટ્સ ખોલવા અને જાળવવા માટે અને માર્કેટ ઉત્પાદકો જે સ્પ્રેડ કરશે વગેરે સામેલ છે. આ ઉપરાંત અહીં વધુ સ્કોપ ઉપલબ્ધ છે, પરંતુ મોટી યુએસ કંપનીઓમાં 50 સ્ટોક્સ છે.

BSEમાં સગવડ

બીજી તરફ BSEની માલિકીની ઈન્ડિયા INXએ યુએસ બ્રોકર ઇન્ટરેક્ટિવ બ્રોકર્સ સાથે જોડાણ કર્યું છે. તેના ગ્રાહકો માત્ર ટોચના 50ને બદલે યુએસ અને અન્ય બજારોમાં લીસ્ટેડ સ્ટોક્સ અને ETFsના સમગ્ર સ્કોપને ઍક્સેસ કરી શકે છે.

ઇન્ડિયા આઇએનએક્સના જણાવ્યા અનુસાર, તે સીધા જ તેની પાસે આવતા ગ્રાહકો પર કોઈ ચાર્જ વસૂલશે નહીં અને તેણે તેના ગ્રાહકો માટે અનુકૂળ ફોરેક્સ ટ્રાન્સફર દરોની વાતચીત કરી છે. તેણે તેમના ગ્રાહકોને એક્સેસની મંજૂરી આપવા માટે 75 બ્રોકર્સ સાથે ટાઇઅપ પણ કર્યું છે. આ મોડ સ્ટોકલ, વેસ્ટેડ ફાઇનાન્સ, ગ્લોબલાઇઝ અને વિનસ્ટા જેવા ફિનટેકઓ જે રીતે આગળ વધી રહ્યા છે તેના જેવું જ છે. આ કિસ્સામાં, ઇન્ડિયા આઇએનએક્સ માત્ર એક એક્સચેન્જ તરીકે નહીં પણ ગો-બિટવીન તરીકે કામ કરી રહ્યું છે.

જ્યારે બંને મોડેલો 'ફ્રેક્શનલ ઇન્વેસ્ટિંગ'ને મંજૂરી આપે છે, જેનો અર્થ એ છે કે તમે કંપનીના એક શેર કરતા ઓછા શેર ખરીદી શકો છો, મોડેલ્સ અલગ છે. એનએસઈ ડિપોઝિટરી રસીદો અમુક ખાસ રેશિયોમાં વેપાર કરે છે અને તેનાથી દરેક શેર માટેની ટિકિટની સાઇઝ નીચે આવે છે.

દાખલા તરીકે, એપલના હિસ્સા માટે ટિકિટનું કદ 166.23 ડોલરથી ઘટીને 6.64 ડોલર થઇ જશે, કારણ કે તેનો ગુણોત્તર 1:25 હતો. બીએસઈ મોડેલમાં પણ, ફ્રેક્શનલ બાયિંગ કોઈપણ ગુણોત્તર વિના શક્ય છે. ઉદાહરણ તરીકે, તમે થોડા ડોલરમાં પણ શેરના ફ્રેક્શન્સ ખરીદી શકો છો. NRI NSE અને BSE એમ બંને મોડેલ્સમાં વેપાર કરી શકે છે અને તે LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) નિયંત્રણોને આધિન ન પણ હોઇ શકે, જે ડેરિવેટિવ્ઝ અને ઇન્ટ્રા-ડે ટ્રેડ્સ પર રેસિડેન્ટ ભારતીયોને નિયંત્રિત કરે છે.

આ પણ વાંચો: શેર બજાર બેહાલ, SIPમાં રોકાણ યથાવત રાખવું કે બહાર નીકળી જવું?

તો કયું વધુ સારું છે?

આ વાત દરેક રોકાણકારની જરૂરિયાત પર આધાર રાખે છે. NSEના મોડેલમાં તમારા નાણાં સીધા જ ભારત છોડીને બહાર નથી જતાં અને તમારો વેપાર ગિફ્ટ સિટીમાં થાય છે. ગિફ્ટ સિટીને કાયદાકીય રીતે એક અલગ અધિકારક્ષેત્ર માનવામાં આવે છે, પરંતુ આખરે તે ભારતના બંધારણ અને સંસદને આધિન છે. આ રિસીપ્ટ્સ યુ.એસ.માં રાખવામાં આવેલા શેરની સામે જાહેર કરવામાં આવે છે. જો તમે અમેરિકાના ટોચના શેરો ઉપરાંતના ઉત્પાદનોમાં રોકાણ કરવા માંગતા ન હોય, તો એનએસઈનું મોડેલ તમારા માટે બેસ્ટ હોઈ શકે છે.

આ પણ વાંચો: હવે ધર બેઠા ખરીદો Facebook, Google જેવી 8 અમેરિકન કંપનીઓના શેર

BSE મોડેલ એવી વ્યક્તિ માટે વધુ અનુકૂળ છે, જે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) સહિત યુએસ શેર બજારના સમગ્ર ક્ષેત્રને ઇચ્છે છે. બીએસઈ મોડેલમાં તમે આંતરિક બજારમાં (યુએસ શેર બજાર) લિક્વિડિટીની પણ એક્સેસ મેળવો છો અને બજારના ઉત્પાદકો પર આધાર રાખવાની જરૂર નથી. જોકે, તમે ભારતની બહાર નાણાં ટ્રાન્સફર કરવાનું બંધ કરો છો અને તમે જ્યાં રોકાણ કરી રહ્યાં છો, તે દેશમાં જોખમ ઊભું કરો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: BSE, NSE, Share market, Stock market

આગામી સમાચાર