Zomato share target: આંકડા પ્રમાણે DoorDash જેવી ફૂડ ડિલીવરી કંપનીઓના શેર આ વર્ષે 25% સુધી તૂટી ગયા છે. Delivery Hero કંપનીના શેર 30.3% તૂટી ગયા છે. Deliveroo કંપનીનો શેર 24.1% સુધી તૂટી ગયો છે.
મુંબઈ. Zomato Share Price: ફૂડ ડિલીવરી કંપની Zomatoનો શેર સર્વોચ્ચ સપાટીથી 46% નીચે આવી ગયા છે. જોકે, આજે મંગળવારે શેરની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. કંપનીનો શેર બપોરે 2:30 વાગ્યે 9.96% વધીને 100.5 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો. એવામાં ઝોમાટોના શેરમાં રોકાણ કરવું કે નહીં તે મામલે નિષ્ણાતોનો અલગ અલગ અભિપ્રાય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 23 જુલાઈ, 2021ના રોજ ઝોમેટોનું લિસ્ટિંગ (Zomato IPO Listing) થયું હતું. કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો હતો. શેરની ઇશ્યૂ કિંમત 76 રૂપિયા હતી.
ETના કહેવા પ્રમાણે કોટક ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝનું માનવું છે કે હાલનો ઘટાડો આ શેરમાં રોકાણ કરવા માટે ખૂબ સારો મોકો છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 27% તૂટી ગયો હતો. વૈશ્વિક સ્તર ટેક્નોલોજી કંપનીઓમાં આવેલા ઘટાડાની અસર હેઠળ આવું થયું છે. કંપનીના ફંડામેન્ટલમાં કોઈ ફેરફાર થયો નથી.
આંકડા પ્રમાણે DoorDash જેવી ફૂડ ડિલીવરી કંપનીઓના શેર આ વર્ષે 25% સુધી તૂટી ગયા છે. Delivery Hero કંપનીના શેર 30.3% તૂટી ગયા છે. Deliveroo કંપનીનો શેર 24.1% સુધી તૂટી ગયો છે.
કોટકનું કહેવુ છે કે ભારતીય ફૂડ ડિલીવરી કંપની સંપૂર્ણ રીતે બે કંપની Zomato અને Swiggy પર કેન્દ્રીત છે. Swiggy કંપનીની ફૂડ ડિલીવરી ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યૂ (GMV) 2021ના પ્રથમ છ મહિનામાં 98.40 કરોડ ડૉલર રહી હતી. જ્યારે ઝોમાટો ફૂડ ડિલીવરી GMV આ દરમિયાન 1.05 અબજ ડૉલર રહી હતી.
જેપી મોર્ગન પણ Zomato સ્ટૉકને લઈને Bullish છે. બ્રોકરેજનું કહેવું છે કે આ શેરમાં ઘટાડા પાછળ માઇક્રો ફેક્ટર્સ છે. ગ્લોબલ માર્કેટમાં ન્યૂ એજ ટેક કંપનીઓના શેર તૂટતા તેની અસર Zomatoના શેર પર પડી છે.
ઝોમાટોના સ્થાપકે શું કહ્યું?
ઝોમાટોના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ દીપિન્દર ગોયલે (Deepinder Goyal) પોતાના કર્મચારીને લખેલા એક પત્રમાં લખ્યું છે કે, “હું લાંબા સમયથી નબળા માર્કેટની રાહ જોઈ રહ્યો છું. આવું ત્યારે થાય છે જ્યારે તમામ માટે ફન્ડિંગ ખતમ થઈ જાય છે અને સૌથી સારી ટીમ અને કામગીરીવાળી કંપનીઓ ટોચ પર પહોંચે છે. ચાલો કામ કરીએ છીએ, વેલ્યૂ ઊભી કરીએ છીએ, કિંમત ઘટાડીએ છીએ, હંમેશાની જેમ સ્ટૉકની કિંમત તરફ નથી જોતા.”
ગત વર્ષે 23 જુલાઈ, 2021ના રોજ ઝોમેટોનું લિસ્ટિંગ(Zomato IPO Listing) થયું હતું. કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો હતો, જે કિંત ઇશ્યૂ પ્રાઇઝથી 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધારે હતી. NSE પર ઝોમેટોના શૅર (Zomato Share)નું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું હતુ, તે ઇશ્યૂ પ્રાઇઝથી 52.63 ટકા એટલે કે 40 રૂપિયા ઉપર હતી. કંપનીના શૅરનો ઇશ્યૂ પ્રાઇઝ 76 રૂપિયા હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર