Vijay Kediaના પોર્ટફોલિયોના શેરમાં એક મહિનામાં 10%નો કડાકો, શું તમારે ખરીદી કરવી જોઈએ?

સુદર્શન કેમિકલના શેરમાં કડાકો

Vijay Kedia portfolio: સ્ટોક માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે, વિજય કેડિયા પોર્ટફોલિયો (Vijay Kedia portfolio) સ્ટોક પાસે રૂ. 570 પ્રતિશેરના ભાવનો મજબૂત સપોર્ટ છે.

  • Share this:
મુંબઈ. Vijay Kedia portfolio: મોટા ગજાના રોકાણકાર વિજય કેડિયા (Vijay Kedia) લો કોસ્ટ સ્ટોક (low-cost stocks)માં રોકાણ કરવા માટે જાણીતા છે. વિજય કેડિયા દ્વારા જે લો કોસ્ટ સ્ટોકમાં રોકાણ કરવામાં આવે છે તે રોકાણકારોને સારો લાભ પણ આપે છે. પણ વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ સુદર્શન કેમિકલ (Sudarshan Chemical)ના શેર પર જો નજર કરવામાં આવે તો છેલ્લા એક મહિનાના સમયમાં આ શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. જોકે, માર્કેટ એક્સપર્ટનો મત મુજબ શેરમાં આવેલી આ પડતીને રોકાણકારોએ શેર ખરીદવાની તક તરીકે જોવી જોઈએ. કેમ કે હાલ વિજય કેડિયાનો આ શેર ડિસ્કાઉન્ટ પ્રાઈઝ (discounted price) પર મળી રહ્યો છે.

3થી 6 મહિનામાં શેર 775 રૂપિયાના સ્તર પર પહોંચી શકે

સ્ટોક માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે, વિજય કેડિયા પોર્ટફોલિયો (Vijay Kedia portfolio) સ્ટોક પાસે રૂ. 570 પ્રતિશેરના ભાવનો મજબૂત સપોર્ટ છે અને આમાં વધારો થવાની પણ શક્યતા છે. ચાઈનીઝ વસ્તુઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધ (curbs on Chinese imports) પછી દેશમાં પિગમેન્ટ ડાઈના ઉદ્યોગોને ફાયદો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી 3થી 6 મહિનાના સમયગાળામાં સુદર્શન કેમિકલ્સના શેરના ભાવ રૂ. 775 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: ICICI સિક્યોરિટીઝે ટાટા ગ્રુપની આ કંપનીમાં રોકાણની આપી સલાહ

નિષ્ણાતોનો અભિપ્રાય

મિન્ટના જણાવ્યા પ્રમાણે ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સુમીત બાગડિયા રોકાણકારોને શેરના ભાવમાં આવેલા આ ઘટાડાનો લાભ લેવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે કે આ ઘટાડો બાયિંગ અપોર્ચ્યુનિટી (buying opportunity) છે. કેમ કે સ્ટોક પોઝિટીવ ચાર્ટ પર હોવાથી ભવિષ્યમાં વધી શકે છે. આ સ્ટોક પાસે ટૂંકાગાળા માટે રૂ 570નો સપોર્ટ છે, જે 650 થી 690 રૂ. સુધી પણ પહોંચી શકે છે. ટૂંકાગાળાના નફા માટે 650 થી 690 રૂ. ના ટાર્ગેટ સાથે 570 રૂ. ના ભવે આ શેર ખરીદી શકાય છે.

આ પણ વાંચો:  શેર વેચવા પર એ જ દિવસે પૈસા કેમ નથી મળતા? Zerodha સ્થાપક નીતિન કામતે જણાવ્યું કારણ

GCL સિક્યોરિટીના વાઈસ ચેયરમેન રવિ સિંઘલ જણાવે છે કે, સુદર્શન કેમિકલ મુખ્યત્વે એગ્રો કેમિકલ અને પિગમિન્ટ ડાયમાં રોકાયેલુ છે. ચાઈનીઝ માલની યાતના પ્રતિબંધ બાદ આ ઉદ્યોગોને ફાયદો મળી રહ્યો છે. તેથી હું સલાહ આપીશ કે 3થી 6 મહિનાના ટાર્ગેટ સાથે હાલમાં આ શેરની ખરીદી કરી શકાય છે.

આ પણ વાંચો:  ICICI સિક્યોરિટીઝે આ મલ્ટીબેગર શેર માટે આપ્યું BUY રેટિંગ, એક વર્ષમાં આપ્યું 170% વળતર

વિજય કેડિયાની ભાગીદારી

સુદર્શન કેમિકલ્સમાં વિજય કોડિયા શેર હેલ્ડર છે. તાજેતરમાં સપ્ટેમ્બર 2021ની સુદર્શન કેમિકલ શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર વિજય કેડિયા કંપનીમાં 1.44 ટકા એટલે કે લગભગ 10 લાખ શેરની માલિકી ધરાવે છે.
First published: