Home /News /business /

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ Tata groupના આ સ્ટોકમાં બ્રેકઆઉટ, શું તમારે ખરીદવો જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ Tata groupના આ સ્ટોકમાં બ્રેકઆઉટ, શું તમારે ખરીદવો જોઈએ?

ટાટા ગ્રુપ

Rakesh Jhunjhunwala portfolio: નિષ્ણાતોનું કહેવું છે કે, રશિયા અને યુક્રેનના ઘર્ષણના કારણે તાજેતરમાં સ્ટોકમાં બોલી ગયેલા કડાકા બાદ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવવાની ધારણા છે.

મુંબઈ. Rakesh Jhunjhunwala Portfolio: કોરોના મહામારીની તીવ્રતા ઓછી થતા દેશમાં લોકોને બંધનોમાંથી મુક્તિ મળી છે. પરિણામે વેપાર (Business after Covid) ધંધા ફરી ધમધમવા લાગ્યા છે. આ સાથે જ ઇન્ડિયન હોટેલ (Indian Hotels)ના શેરમાં ક્લોઝિંગ બેઝિસ પર 201ની સપાટીએ બ્રેકઆઉટ (Stock Breakout) જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાના (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે. શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સ્ટોકમાં રૂ. 280ની સપાટીએ થોડો વિક્ષેપ જોવા મળી રહ્યો છે. પરંતુ તેને પાર કર્યા બાદ સ્ટોકમાં શોર્ટ ટર્મ તેજી જોવા મળી શકે છે અને તે 350 રૂપિયાની સપાટી સુધી જઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, રશિયા અને યુક્રેનના ઘર્ષણના કારણે તાજેતરમાં સ્ટોકમાં બોલી ગયેલા કડાકા બાદ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવવાની ધારણા છે. હોટેલ સ્ટોક પહેલેથી જ ડિસ્કાઉન્ટેડ ભાવે ઉપલબ્ધ છે. તેથી હોટલના શેરોમાં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારોને ઇન્ડિયન હોટેલનો શેર આકર્ષિત કરી શકે છે.

Profitmart Securitiesના અવિનાશ ગોરક્ષકરનો અભિપ્રાય

Profitmart Securitiesના અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ટાટા ગ્રુપના આ સ્ટોક (ઇન્ડિયન હોટેલ્સ)માં દેશ અનલોક થવાની થીમ મુખ્ય ટ્રિગર બનવા જઈ રહી છે. હોટલ મેનેજમેન્ટે તેની વર્કિંગ કેપિટલનું સંચાલન કરવા મહેનત કરી છે અને ઇન્સેપ્ટ ક્લાઉડ કિચન પર કામ કરી રહ્યા છે. એટલું જ નહીં આ સ્ટૉક પાછળ ટાટાનું નામ જોડાયેલું છે. જેના કારણે વિશ્વમાં ચાલી રહેલા તણાવ બાદ તેમાં તેજી આવવાની આશા છે. આ ક્વોલિટી સ્ટોકને મધ્યમથી લાંબા ગાળા માટે પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે.

શેરમી તેજીની આશા

IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન હોટલના શેરે ગઈકાલે ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 201માં નવું બ્રેકઆઉટ આપ્યું છે. ટૂંકાગાળામાં તે રૂ. 280ના સ્તરે જવાની ધારણા છે. સ્ટોકમાં 280નું લેવલ મામૂલી અવરોધરૂપ છે. જો તે આ લેવલને તોડે તો તે ટૂંકા ગાળામાં 350 રૂપિયાની સપાટી સુધી જઈ શકે છે.

આ પણ વાંચો: મતગણતરી વચ્ચે સોનાની કિંમતમાં ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

ઇન્ડિયન હોટેલ્સમાં રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સો

ઇન્ડિયન હોટેલ્સના Q3FY22ની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ઇન્ડિયન હોટેલમાં હિસ્સો ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયન હોટેલ્સમાં 1,42,87,765 શેર એટલે કે 1.08 ટકા હિસ્સો છે. જ્યારે રેખા ઝુનઝુનવાલા 1,42,79,200 શેર એટલે કે 1.08 ટકા હિસ્સો ધરાવે છે. ઝુનઝુનવાલા દંપતી ઇન્ડિયન હોટેલમાં એકંદરે 2.16 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીના પાંચ શેર 25% સુધી તૂટ્યા, કરી લો એક નજર

આજે (10 માર્ચ) ઇન્ડિયન હોટેલ્સનો શેર 2.87 ટકા એટેલે કે 5.95 રૂપિયા ઘટીને 201.35 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો.

(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર