Home /News /business /

NAZARA TECH અને INDUSIND BANK પર બજાર નિષ્ણાતોનો અભિપ્રાય, શેર હોલ્ડ કરવા, ખરીદવા કે વેચી દેવા

NAZARA TECH અને INDUSIND BANK પર બજાર નિષ્ણાતોનો અભિપ્રાય, શેર હોલ્ડ કરવા, ખરીદવા કે વેચી દેવા

શેર બજાર ટીપ્સ

Stock tips: બીએસઈ શેરહોલ્ડિંગ પેટર્ન (BSE shareholding pattern) પ્રમાણે ભારતના મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) નઝારા ટેક કંપનીની 10.10 ટકા ભાગીદારી ધરાવે છે.

મુંબઈ. કોઈપણ શેરની કિંમતમાં થતો વધારો ઘટાડો કંપનીના પ્રદર્શનની સાથે સાથે તે ક્ષેત્રમાં આવેલા ઉતાર ચઢાવ પર પણ નિર્ભર કરે છે. બજારમાં રહેલા બ્રોકરેજ હાઉસિસ (Brokerage houses) આ તમામ બાબતો પર ધ્યાન રાખે છે. બ્રોકરેજ હાઉસેજના નિષ્ણાત અને વિશ્લેષક પોતાના અધ્યયન અને વિશ્લેષણની મદદથી બજારમાં રહેલા નાના મોટા ફેરફારના આધાર પર રોકાણકારોને સલાહ (Expert advise) આપે છે. કયા શેરમાં રોકાણ કરવું તે અંગે દિગ્ગજ બ્રોકર સલાહ આપે છે. આવી જ રીતે આજે અમે અહીં નઝારા ટેક (Nazara tech stock) અને ઇન્ડસઇન્ડ બેંક (Indusind Bank stock)ના શેર અંગે બજાર નિષ્ણાતોનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છીએ.

CLSAનો અભિપ્રાય

CLSAએ નઝારા ટેક (NAZARA TECH) પર વેચાણનું રેટિંગ જાળવી રાખ્યું છે અને પ્રતિ શેરની કિંમત રૂ.1,615 થાય તેનો લક્ષ્ય રાખ્યો છે. નિષ્ણાતો જણાવે છે કે, ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધને હાઈકોર્ટને રદ્દ કર્યો છે. આ કારણોસર આગામી ત્રણ મહિનામાં ફિઝિકલ ઈ-સ્પોર્ટ્સ બિઝનેસ તેજી જોવા મળી શકે છે. કેન્દ્ર અને રાજ્યોના રેગ્યુલેશન સાથે ભારતમાં સર્જાયેલી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ પડકાર છે.

આજે આ શેર સવારે 10:12 વાગ્યે NSE પર આ શેર 0.47 ટકા અથવા 6.40 અંક નીચે 1,778ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચત્તમ સ્તર રૂ. 3,356 અને 52 સપ્તાહનું ન્યૂનતમ સ્તર રૂ. 1,101 છે.

JEFFERIESની INDUSIND બેન્ક પર સલાહ

JEFFERIES એ INDUSIND BANK પર ખરીદીનું રેટિંગ જાળવી રાખ્યું છે અને તેનું પ્રતિ શેરનું લક્ષ્ય રૂ.1,220 નક્કી કર્યું છે. તેઓ જણાવે છે કે, MFI લોન મામલે પ્રોસેસમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. ઉપરાંત, સ્વતંત્ર સમીક્ષામાં મેનેજમેન્ટની બાબત યોગ્ય છે. આ મામલે બેન્ક પર સીમિત નાણાકીય અસર થશે. આ સ્તર પર શેરનું વેલ્યૂએશન આકર્ષક લાગી રહ્યું છે.

આ પણ વાંચો: સોનું તેની ઓલ ટાઇમ હાઇ સપાટીથી ફક્ત 1,105 રૂપિયા દૂર

આજે આ શેર સવારે 10:12 વાગ્યે BSE પર 0.55 ટકા અથવા 4.65 અંક નીચે 845.35ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચત્તમ સ્તર રૂ. 1,242 અને 52 સપ્તાહનું ન્યૂનતમ રૂ. 811 છે.

બપોરે ત્રણ વાગ્યાની આસપાસ નઝારા ટેકનો શેર 40 રૂપિયા એટલે કે 2.24 ટકા ઘટીને 1,746 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંકનો શેર 32.50 ટકા એટલે કે 3.87 ટકા વધીને 873.20 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધની અસર, ભારતમાં 77,000 કરોડ રૂપિયાના આઈપીઓ હોલ્ડ પર 

નઝારા ટેકમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

બીએસઈ શેરહોલ્ડિંગ પેટર્ન (BSE shareholding pattern) પ્રમાણે ભારતના મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) નઝારા ટેક કંપનીની 10.10 ટકા ભાગીદારી ધરાવે છે. આ ડેટા 31મી ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિકનો છે.

(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર