Home /News /business /

Mindtree stock: માઇન્ડટ્રીનું પરિણામ અપેક્ષા કરતા સારું, જાણો શેર પર વિવિધ બ્રોકરેજ હાઉસીસનો અભિપ્રાય

Mindtree stock: માઇન્ડટ્રીનું પરિણામ અપેક્ષા કરતા સારું, જાણો શેર પર વિવિધ બ્રોકરેજ હાઉસીસનો અભિપ્રાય

માઇન્ડટ્રી

Mindtree stock: ગોલ્ડમેને સાક્સે માઇન્ડટ્રીને ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. આ માટે બ્રોકરેજ હાઉસે 3,744 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરનું પરિણામ અપેક્ષા પ્રમાણે રહ્યું છે.

    નવી દિલ્હી: ચોથા ત્રિમાસિક દરમિયાન માઇન્ડટ્રી (Mindtree)નું પરિણામ અપેક્ષા કરતા સારું રહ્યું છે. કંપનીની ડૉલર રેવન્યૂ (Dollar revenue) આશરે પાંચ ટકા વધી છે. નાણાકીય વર્ષ 2022ના ચોથ ત્રિમાસિકમાં કંપનીનો નફો (Mindtree profit) આઠ ટકા વધીને 470 કરોડ રૂપિયા થયો છે. જોકે, આ દરમિયાન માર્જિન પર નાનું એવું દબાણ પણ જોવા મળ્યું છે. કંપનીની કન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ 5.2 ટકા રહ્યો છે. ત્રિમાસિક આધારે તેનો એટ્રિબ્યૂશન રેટ 21.9 ટકાથી વધીને 23.8 ટકા રહ્યો છે. કંપનીએ ચોથા ત્રિમાસિક દરમિયાન 39 કરોડ ડૉલરના ઓર્ડર મેળવ્યા છે. આ ઉપરાંત કંપની દ્વારા 27 રૂપિયા પ્રતિ શેરના ભાવે ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.

    બીજી તરફ એલએન્ડ ટી ઇન્ફોટેક સાથે મર્જરના સમાચાર પર માઇન્ડટ્રીએ નિવેદન આપ્યું છે. માઇન્ડટ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે LTI સાથે મર્જરના સમાચાર ફક્ત અફવા જ છે.

    વિવિધ બ્રોકરેજ હાઉસનો માઇન્ડટ્રી પર અભિપ્રાય:

    ગોલ્ડમેન સાક્સનો માઇન્ડટ્રી પર અભિપ્રાય


    ગોલ્ડમેને સાક્સે માઇન્ડટ્રીને ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. આ માટે બ્રોકરેજ હાઉસે 3,744 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરનું પરિણામ અપેક્ષા પ્રમાણે રહ્યું છે. આગળ પણ ડિમાન્ડ આઉટલુક મજબૂત રહેવાની આશા છે. આ માટે બ્રોકરેજે તેનો FY23-26 માટે ઈપીએસ અંદાજ 2 ટકા અને ત્રણ ટકા આપ્યો છે. કંપની માટે તેણે નાણાકીય વર્ષ 23 માટે 23 ટકા અને FY 24 માટે 13 ટકાના ગ્રોથનો અંદાજ લગાવ્યો છે. તેનું માર્જિન 20 ટકા રહેવાની આશા છે.

    નોમુરાનો માઇન્ડટ્રી પર અભિપ્રાય


    નોમુરાએ પણ માઇન્ડટ્રી પર ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. આ સાથે બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ 1320 રૂપિયા નક્કી કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે મજબૂત ગ્રોથ ચાલુ રહેવાનું અનુમાન છે. કંપનીનો નાના પ્રોજેક્ટ્સથી ગ્રોથમાં મદદ મળશે. જોકે, મોટી ડીલમાં સુસ્તી રહેવાની આશંકા છે.

    આ પણ વાંચો: ડોલી ખન્નાનો આ શેર વર્ષમાં 300% ભાગ્યો, શું તમારી પાસે છે?

    મોર્ગન સ્ટેન્લીનો માઇન્ડટ્રી પર અભિપ્રાય


    બ્રોકરેજ હાઉસે મોર્ગન સ્ટેન્લીએ માઇન્ડટ્રી પર ઇક્વલ વેટ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે શેર માટે ટાર્ગેટ 5,100 રૂપિયાથી ઘટાડીને 4,450 રૂપિયા કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીના ચોથા ત્રિમાસિકનું પરિણામ અપેક્ષા પ્રમાણે છે. તેણે ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે EPS ટાર્ગેટ હાંસલ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

    MSનો પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પર અભિપ્રાય


    બ્રોકરેજ એમએસ તરફથી પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પર ઓવરવેટ રેટિંગ આપવામાં આવ્યું છે. શેર માટે 612 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનું કહેવું છે કે મુંબઈ માર્કેટમાં વિસ્તાર માટે 2023નું વર્ષ મહત્ત્વનું છે. બીજી તરફ કુલ દેવું સંચાલકો માટે ચિંતાનો સૌથી મોટો વિષય છે.

    આ પણ વાંચો: આજે (19 એપ્રિલ) આ 20 શેરમાં થશે કમાણી જ કમાણી

    માઇન્ડટ્રી શેર


    મંગળવારે સવારે 9:40 વાગ્યે NSE પર માઇન્ડટ્રીનો શેર 1.64 ટકા એટલે કે 64.90 રૂપિયા ઘટીને 3,892.60 રૂપિયા પ્રતિ શેર લેખે ટ્રેડ કરી રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર