Home /News /business /

IRCTC Q2 પરિણામ બાદ રોકાણકારોએ શું કરવું? ખરીદી કરવી, રોકાણ જાળવી રાખવું કે નીકળી જવું

IRCTC Q2 પરિણામ બાદ રોકાણકારોએ શું કરવું? ખરીદી કરવી, રોકાણ જાળવી રાખવું કે નીકળી જવું

આઈઆરસીટીસી શેર

IRCTC Q2 result: IRCTC તરફથી જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન તેની આવક 357% વધીને 405 કરોડ રૂપિયા રહી છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 88.5 કરોડ રૂપિયા રહી હતી.

  નવી દિલ્હી: IRCTCના બીજા ક્વાર્ટરનો (IRCTC Q2 profit) નફો વાર્ષિક આધારે 386% વધીને 158.5 કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીનો નફો 32.6 કરોડ રૂપિયા રહ્યો હતો. IRCTC તરફથી જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન તેની આવક (IRCTC Q2 revenue) 357% વધીને 405 કરોડ રૂપિયા રહી છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 88.5 કરોડ રૂપિયા રહી હતી. આજે (2 નવેમ્બર) 11:40 વાગ્યાની આસપાસ IRCTCનો શેર 0.22 ટકા ઘટાડા સાથે 853 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

  નિષ્ણાતોનો અભિપ્રાય

  બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરનું કહેવું છે કે IRCTC (Indian Railway Catering & Tourism Corporation)નું ઑપરેશન પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું છે. કંપનીના ટિકિટના બિઝનેસમાં સારો એવો ગ્રોથ થયો છે. પ્રભુદાસ લીલાધરનું કહેવું છે કે તાજેતરમાં જ સરકારના સુવિધા કર અંગે પોલિસીમાં બદલાવને પગલે શેરની કિંમત પર અસર જોવા મળી છે. જેનાથી ભવિષ્યમાં આ વેલ્યૂએશન પર દબાણ જોવા મળી શકે છે. પ્રભુદાસ લીલાધરનું કહેવું છે કે જેમની પાસે આ શેર છે તેઓ જાળવી રાખે, આ માટે 779 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.

  800 રૂપિયાનો ટાર્ગેટ

  દોલત કેપિટલ તરફથી પોતાની એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીની મજબૂત પ્રદર્શન, સુધરી રહેલા ફન્ડામેન્ટલ, ભવિષ્યની વ્યાપક સંભાવનાઓ અને રેલવે પર તેની નિર્ભરતાના જોખમને જોતા તેનું વર્તમાન વેલ્યૂએશન ખૂબ મોંઘુ લાગી રહ્યું છે. આથી શેરમાં ઘટાડા પર સારા એન્ટ્રી પોઇન્ટની રાહ જોવી જોઈએ. દોલત કેપિટલે આ શેરનું રેટિંગ ઘટાડ્યું છે. સાથે જ શેર માટે 800 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

  આ પણ વાંચો: Small Business Idea: ફક્ત 10 હજારના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે મોટી કમાણી

  IRCTCનો શેર સ્પ્લિટ થયો

  નોંધનીય છે કે IRCTC પોતાના બિઝનેસમાં એકહથ્થું અધિકાર ધરાવે છે. ગત અઠવાડિયે IRCTCના એક શેરનું પાંચ શેરમાં વિભાજન કરવામાં આવ્યું છે. કંપનીના બોર્ડ 12 ઓગસ્ટના રોજ તેને મંજૂરી આપી હતી. વિભાજન બાદ કંપનીનો શેર સસ્તો થઈ ગયો છે. જેનાથી તેની લિક્વિડિટી વધશે અને નાના રોકાણકારો આઈઆરસીટીસીના શેરમાં રોકાણ કરી શકશે.

  આ પણ વાંચો: Multibagger stocks: ગુજરાતની આ કંપનીઓએ રોકાણકારોને કરી દીધા માલામાલ, એક વર્ષમાં આપ્યું 100થી 600% રિટર્ન

  હોમ લોન વહેલી પૂરી કરવી કે ઈક્વિટીમાં રોકાણ કરવું?

  દેશનું અર્થતંત્રમાં ફરી ગતી આવી છે, નવા સ્ટાર્ટ અપ્સ અને ટ્રેડિશનલ કોર્પોરેટ હાઉસ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રતિભા જાળવવાની લડાઈમાં બોનસનું ચલણ ફરી પાછું આવ્યું છે. જો તમને પણ આ ફેસ્ટિવલ સિઝનમાં દિવાળી પર બોનસ (Diwali Bonus 2021) મળી રહ્યું હોય તો આ દિવાળી બોનસનુ શું કરવું? તે પ્રશ્ન ચોક્કસથી થશે. તેને ખર્ચ કરી નાખવું, લોન પ્રીપે (Home Loan prepayment) કરવી કે પછી તેનું રોકાણ કરવું? હાલ કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહી તે અંગેની શંકા કુશંકા પ્રવર્તી રહી છે, પણ એક વાત તદ્દન સાચી છે કે ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ભરેલું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, આઇઆરસીટીસી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन