TCS Stock Buyback Offer : આઇટી કંપનીએ ગયા મહિને તેની ત્રીજા ત્રિમાસિક ગાળાની કમાણીની જાહેરાત કરતી વખતે રૂ. 18,000 કરોડ સુધીની બાયબેક ઓફર (TCS Buyback Offer) રજૂ કરી હતી.
મુંબઇ: IT જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) શનિવારે જાહેરાત કરી હતી કે કંપનીએ બુધવાર, 23 ફેબ્રુઆરી, 2022ના રોજ હકદાર અને ઇક્વિટી શેરધારકોના નામ નક્કી કરવાના હેતુથી રેકોર્ડ તારીખ નક્કી કરી છે, જેઓ ટીસીએસના શેર બાયબેક (TCS Stocks Buyback)માં ભાગ લેવા માટે પાત્ર બનશે. આઇટી કંપનીએ ગયા મહિને તેની ત્રીજા ત્રિમાસિક ગાળાની કમાણીની જાહેરાત કરતી વખતે રૂ. 18,000 કરોડ સુધીની બાયબેક ઓફર (TCS Buyback Offer) રજૂ કરી હતી. જેમાં રૂ. 4,500ના ભાવે 4 કરોડ ઇક્વિટી શેર સામેલ હતા. ટીસીએસના પ્રમોટર્સ- ટાટા સન્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ - લગભગ 2.88 કરોડ શેરનું ટેન્ડરિંગ કરીને બાયબેક ઓફરમાં ભાગ લેવાનું આયોજન ધરાવે છે.
બજાર નિષ્ણાતોનો અભિપ્રાય
ગ્રીન પોર્ટપોલિયોના એનાલિસ્ટ શ્રીરામ દાસ જણાવે છે કે, છેલ્લા 5 વર્ષમાં ટીસીએસનું આ ચોથું અને સૌથી મોટું બાયબેક છે. આશરે રૂ.16,000 કરોડની કિંમતની ટીસીએસની અગાઉની બાયબેક 18 ડિસેમ્બર, 2020 ના રોજ ખુલી હતી અને 1 જાન્યુઆરી, 2021 ના રોજ બંધ થઈ હતી.
રામદાસે વધુમાં જણાવ્યું કે, બાયબેક 18 ટકાથી વધુ પ્રીમિયમ પર આવી રહ્યું છે અને આપણે ભૂતકાળમાં જે જોયું છે તેના પરથી રિટેલ રોકાણકારો જ્યારે તેમના શેરનું ટેન્ડર કરે છે ત્યારે તેમને 70 ટકાથી વધુ સ્વીકૃતિ મળે છે. ટૂંકાગાળાનું પ્લાનિંગ કરતા લોકો માટે આ એક સારી તકો છે. વેલ્યુએશન તેમના નજીકના પાર્ટનરની તુલનામાં મોંઘા હોવા છતાં લાંબા ગાળાના રોકાણકારો સ્ટોક જાળવી શકે છે.
શેર બાયબેક જેને શેરની પરત ખરીદી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેના વર્તમાન શેરધારકો પાસેથી તેના પોતાના બાકી શેર્સ સામાન્ય રીતે પ્રવર્તમાન બજાર કિંમતના પ્રીમિયમ પર પાછા ખરીદવા માટેની કોર્પોરેટ પ્રક્રિયા છે.
એક્સિસ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ઓમકાર ટેન્કસેલે જણાવ્યું કે, ટૂંકાગાળાના ઉદ્દેશ્યો ધરાવતા રોકાણકારો માટે આ એક સારી તક છે. કારણ કે બાયબેક કિંમત 11 ફેબ્રુઆરી 2022 ના શુક્રવારના બંધ કરતા 22% વધારે છે. જ્યારે લાંબાગાળાના રોકાણકારો આ સ્ટોક્સને જાળવી શકે છે.”
સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના હેડ ઓફ રીસર્ચ સંતોષ મીણા જણાવે છે કે, “ટીસીએસના શેરમાં છેલ્લા મહિનામાં જ નોંધપાત્ર સુધારો થયો છે, જેણે વેપારીઓ અને રોકાણકારો માટે અનુકૂળ રીસ્ક-રિવોર્ડની તક ઊભી કરી છે. રિટેલ રોકાણકારો માટે તાજેતરના બાયબેકમાં અમે 70 ટકાથી વધુનો સ્વીકૃતિ રેશિયો જોયો છે. જોકે, આ વખતે તે થોડો નીચો હોઈ શકે છે, કારણ કે મોટાભાગના રિટેલ રોકાણકારો ભાગ લે તેવી સંભાવના છે. ટૂંકા ગાળાની અસ્થિરતા છતાં આ ક્ષેત્ર અને ટીસીએસ માટે આઉટલુક તેજીમાં છે તેથી રોકાણકારોએ આ બાયબેકનો લાભ લેવો જોઈએ.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર