Union
Budget 2023

Highlights

Home /News /business /Amul Butter: દુકાનોમાં કેમ નથી મળી રહ્યું અમૂલ બટર, કંપનીએ જણાવ્યું શું છે તેની પાછળનું કારણ

Amul Butter: દુકાનોમાં કેમ નથી મળી રહ્યું અમૂલ બટર, કંપનીએ જણાવ્યું શું છે તેની પાછળનું કારણ

બજારમાં ક્યારે દૂર થશે અમૂલ બટરની અછત

Shortage Of Amul Butter: અમૂલ બ્રાન્ડના ઓનર અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ સોઢીના જણાવ્યા અનુસાર આવનારા દસ-પંદર દિવસમાં દરેક જગ્યાએ બટર સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે. મધર ડેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બટરનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું છે અને સપ્લાય પણ ઝડપથી કરવામાં આવશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ગાયોમાં લમ્પી વાયરસના ફેલાવા પછી દૂધની ઉપલબ્ધતામાં ભારે ઘટાડો થયો હતો. તેની અસર બટરના ઉત્પાદન પર પણ પડી હતી. બટરનું ઉત્પાદન ઓછું થવાને કારણે બજારમાં તેની અછત થવા માંડી હતી. પરંતુ હવે અમૂલ, મધર ડેરી જેવી કંપનીઓએ ફરીથી બટરનું ઉત્પાદન વધારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ડિસેમ્બર સુધીમાં બટરની અછતને ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

  બટરનું ઉત્પાદનમાં વધારો


  અમૂલ બ્રાન્ડના ઓનર અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ સોઢીના જણાવ્યા અનુસાર આવનારા દસ-પંદર દિવસમાં દરેક જગ્યાએ બટર સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે. મધર ડેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બટરનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું છે અને સપ્લાય પણ ઝડપથી કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ કમ્પલીટ સર્કલના CIO ગુરમીત ચઢ્ઢાએ કરી આગાહી, આગામી બે-ત્રણ મહિનામાં આ શેર આપી શકે સારા પરિણામ

  કેમ થઈ અછત?


  દેશભરમાં બટરની અછતને કારણે દૂધના પુરવઠામાં અછત સર્જાઈ હતી. આ સિવાય જુલાઈ, ઓક્ટોબરમાં દૂધની માંગમાં તેજીથી વધારો થયો હતો. ગાયો પર લમપી વાયરસના હુમલા બાદ દૂધની અછત વર્તાવા લાગી હતી. ઘાસચારાની અછત, ભાવ વધારાણે કારણે ઘણા ખેડૂતોએ ડેરી બિઝનેસ છોડી દીધા હતા.

  લમ્પી વાયરસનો ફેલાવો


  આમાંનું સૌથી મહત્વનું કારણ પશુઓમાં લમ્પી વાયરસનો ફેલાવો હતો. આ રોગને કારણે પશુઓ ખૂબ નબળા પડી ગયા હતા. જે તેમના દૂધની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને અસર કરી ગયા. આ તમામ કારણોને લીધે ગત વર્ષની સરખામણીએ દૂધના ઉત્પાદનમાં 6 ટકાનો ઘટાડો થયો. હવે મોટા સપ્લાયરોએ નક્કી કર્યું છે કે પહેલા દૂધ ઉત્પાદન અને પુરવઠાને મજબૂત બનાવશે, ત્યારબાદ ડેરી ઉત્પાદનોના સપ્લાય પર ભાર મૂકવામાં આવશે.

  આ પણ વાંચોઃ  આ IPOના રોકાણકારોને તો જલસા જ જલસા! 435 વખત થયો સબસ્ક્રાઈબ; 75% ના ફાયદા સાથે થઈ શકે લિસ્ટ

  CRISIL માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સનાં રિસર્ચ ડિરેક્ટર પુષ્પુન શર્માના જણાવ્યા અનુસાર, ભારતમાં બટર અને ઘીનું બજાર રૂ. 26,500 કરોડનું છે. તહેવારોની મોસમમાં એટલે કે દિવાળીની આસપાસ અહીં તીવ્ર અછત અનુભવાઈ હતી. ભારતમાં બટરનો માસિક સરેરાશ વપરાશ 500,000 ટન છે. તંગી દરમિયાન વિતરકોએ અમૂલ બટરની અછત સૌથી વધુ અનુભવી હતી. એક ડિસ્ટ્રીબ્યુટરના જણાવ્યા અનુસાર, પહેલા તેને 500 ગ્રામ અમૂલ બટર વેચવા માટે 1000 બોક્સ મળતા હતા. અછત દરમિયાન આ સંખ્યા અડધી ઘટીને 500 બોક્સ થઈ ગઈ હતી. દરેક બોક્સમાં બટરના ત્રીસ એકમો હોય છે. હવે કંપનીએ તેના વિતરકોને પણ ખાતરી આપી છે કે ડિસેમ્બરમાં સપ્લાય સામાન્ય થઈ જશે.

  સોઢીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં ઘણો વધારો થયો છે. તદનુસાર ઉત્પાદનને મેચ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સપ્લાય ટૂંક સમયમાં નોર્મલ થઈ જશે.


  કોરોના પછી ઝડપથી માંગ વધી


  સોઢીના જણાવ્યા અનુસાર, કોવિડ 19માંથી બહાર આવ્યા પછી લોકોમાં ડેરી ઉત્પાદનોની માંગ ઝડપથી વધવા માંડી છે. દિવાળી દરમિયાન પણ માંગ ઘણી વધારે હતી. આવતા વર્ષે પણ પુરવઠો ખૂબ જ ચુસ્ત રહેવાની ધારણા છે. પરંતુ અમે કિંમતો ઓછી રાખવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. મધર ડેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તહેવારોની સિઝનમાં દૂધ અને દૂધની બનાવટોની માંગ ઘણી વધારે હતી. ઘરેલું અને વ્યાપારી ઉપયોગમાં પણ માખણની માંગ ઝડપથી વધી છે. જેના કારણે કામચલાઉ અછત સર્જાઈ હતી. હવે તેને નિયંત્રણમાં લાવવામાં આવશે. ભારત દર વર્ષે 210 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે. અહીં પશુઓની સંખ્યા પણ 20 મિલિયન જેટલી છે.
  First published:

  Tags: Business news, Dairy Products, Shortage

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन