યુવાનો માટે સેના લાવી રહી છે મોટો પ્લાન - વધારે સેલરી, રજાઓ અને અંતે 38 લાખ

પેડ સ્ટડી લીવ અને 10 અથવા 14 વર્ષના કાર્યકાળ સમાપ્ત થવા પર સારી એવી રકમ પણ આપવામાં આવશે.

News18 Gujarati
Updated: May 9, 2019, 3:37 PM IST
યુવાનો માટે સેના લાવી રહી છે મોટો પ્લાન - વધારે સેલરી, રજાઓ અને અંતે 38 લાખ
યુવાનો માટે સેના લાવી રહી છે મોટો પ્લાન - વધારે સેલરી, રજાઓ અને અંતે 38 લાખ
News18 Gujarati
Updated: May 9, 2019, 3:37 PM IST
યુવાનોને ભારતીય સેનામાં જોઈન કરવા, પ્રોત્સાહિત કરવા માટે ઈન્ડીયન આર્મી એક નવો પ્લાન લઈને આવી રહી છે. સેનાએ નક્કી કર્યું છે કે, શોર્ટ સર્વિસ કમિશનમાં વધારેમાં વધારે યુવાનો સામેલ થાય એટલા માટે સારૂ સેલરી પેકેજ, પેડ સ્ટડી લીવ અને 10 અથવા 14 વર્ષના કાર્યકાળ સમાપ્ત થવા પર સારી એવી રકમ પણ આપવામાં આવશે.

શું છે પ્લાન?
રક્ષા મંત્રાલયના સૂત્રોએ એક અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, સેના અધિકારીઓની અછતથી ઝઝૂમી રહેલા કાડરને પુનર્ગઠિત કરવાના ઈરાદાથી નવા પગલા ભરવામાં આવશે. આ નવા પેકેજની પ્રક્રિયા પૂરી થઈ ચુકી છે. મળતી જાણકારી અનુસાર, 10 વર્ષમાં સર્વિસ છોડનારા અધિકારીઓને 17 લાખ રૂપિયા સુધી મળશે. જ્યારે 14 વર્ષની સર્વિસ પૂરી કરવામાં આવે છે તો, 38 લાખ રૂપિયા આપવામાં આવશે.

નવા પેકેજ અનુસાર, દર વર્ષની બે મહિનાની સેલરી છોડીને તેમને અંતમાં આપવામાં આવશે. આ હેઠળ શરૂઆતના 10 વર્ષ સુધી પ્રતિ વર્ષ બે મહિનાની સેલરી અને અંતના 4 વર્ષ 4 મહિનાની સેલરી આપવામાં આવશે. સૂત્રો અનુસાર, શોર્ટ સર્વિસ કમિશન હેઠળ તૈનાત અધિકારીઓનો 20 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ શકે અને પેન્શનના પણ હકદાર બને, તે માટે ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ અથવા પછી નેશનલ કેડેટ કોર્પ્સમાં મોકલવામાં આવી શકે છે. એટલું જ નહી, પ્રફેશનલ કોર્સ કરવા માટે ફૂલી પેડ સ્ટડી લીવ અને અન્ય લાભો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

સેનામાં અધિકારીઓની ભારે અછત
હાલની સ્થિતિમાં સેનાની જરૂરિયાતોને જોતા નક્કી કુલ 49933 અધિકારીઓના મુકાબલે હાલના સમયમાં માત્ર 42,635 અધિકારીઓ જ સેવા આપી રહ્યા છે. આ રીતે સેનાને સાત હજારથી વધારે અધિકારીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભારતીય નૌસેનામાં 1606 અધિકારીઓની અછત છે. જોકે, વાયુસેનામાં અધિકારીઓ અને જાનોની વધારે અછત નથી. અહીં માત્ર 192 અધિકારીઓના જ પદ ખાલી છે.
First published: May 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...