Home /News /business /ફ્લિપકાર્ટ- એમેઝોન કરતા આ સરકારી સાઈટ પણ ઓછા ભાવે મળે છે વસ્તુઓ

ફ્લિપકાર્ટ- એમેઝોન કરતા આ સરકારી સાઈટ પણ ઓછા ભાવે મળે છે વસ્તુઓ

ઓનલાઇન શોપિંગ

મોટાભાગના લોકો આ વેબસાઇટ વિશે જાણતા નથી. જો તમે પણ આ વેબસાઈટનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારી પાસે સારી તક છે. તમે અહીંથી સરળતાથી ઓર્ડર કરી શકો છો.

ભારતમાં વધારે પડતા લોકો ઓનલાઇન ખરીદી એમેઝોન(amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) જેવી ઈ કોમર્સ વેબસાઈટ પર કરે છે. જો તમે પણ ઓનલાઇન ખરીદી કરતા હોવ તો અમે તમને સરકારી (e-commerce website) ઈ-કોમર્સ વેબસાઈટ વિશે જણાવીશુ, જ્યાં તમે અન્ય ઈ કોમર્સ વેબસાઈટ કરતા ઓછી કિંમતે સામાન ખરીદી શકો છો. અહીં તમને જથ્થાબંધબં ભાવે પ્રોડક્ટ મળે છે. જો તમે પણ સસ્તામાં સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

સરકારી બજાર - ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GEM)


સરકારના સરકારી માર્કેટનું નામ ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GEM) છે. અહીં તમને ઓછી કિંમતે સારી ગુણવત્તાવારો સામાન મળશે, કારણ કે અહીં સામાન જથ્થાબંધબં ભાવે મળે છે. અહીં તમને દરેક પ્રકારની પ્રોડક્ટ મળશે. મોટાભાગના લોકો (government e marketplace) આ વેબસાઇટ વિશે જાણતા નથી. જો તમે પણ આ વેબસાઈટનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારી પાસે સારી તક છે. તમે અહીંથી સરળતાથી ઓર્ડર કરી શકો છો.

મીડિયાની એક રિપોર્ટ અનુસાર આ વેબસાઇટ પર સસ્તા ભાવે બધી પ્રોડક્ટ મળે છે. 2021-22માં કરવામાં આવેલા આર્થિક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે 10 એવા પ્રોડક્ટ છે જે આ પોર્ટલ(portal) પર વેચાય છે, જે અન્ય પોર્ટલની સરખામણીએ સસ્તા છે. એની ગુણવત્તા ઘણી સારી છે. ખરીદી કરતી વખતે તેની કવોલિટી વિશે ચિંતા કરવાની રહેતી નથી.

કિંમત મહદઅંશે ઓછી


આ સરકારી વેબસાઈટ પર 10 પ્રોડક્ટ એવી છે, જેની કિંમતોમાં 9.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જે સૌથી વધારે ઘટાડો છે મોટાભાગના લોકો આ સરકારી વેબસાઈટ વિશે જાણતા નથી. જેથી તે બીજી ઈ-કોમર્સ વેબસાઈટ પર જઈ ને ખરીદી કરે છે. જો તમે પણ આ વેબસાઇટ પર જઈને ખરીદી કરો તો તમને ઘણું સસ્તું પડી શકે છે અને તમારા ખિસ્સા પર કોઈપ્રકારનો આર્થિક બોજ પણ પડશે નહીં. તમે અહીં આપેલી વેબસાઈટ લિંક https://gem.gov.in પર જઈને ખરીદી કરી શકો છો. સરકારની આ વેબસાઇટ પરથી તહેવારોમાં ખરીદી કરવાનો આનંદ લઈ શકો છો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Flipkart, Shopping

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन