Home /News /business /Shoppers Stopના શેરથી રોકાણકારો માલામાલ, એક વર્ષમાં ત્રણ ગણો નફો આપનાર આ શેર અંગે આવું કહે છે તજજ્ઞો

Shoppers Stopના શેરથી રોકાણકારો માલામાલ, એક વર્ષમાં ત્રણ ગણો નફો આપનાર આ શેર અંગે આવું કહે છે તજજ્ઞો

Shoppers Stopના શેરથી રોકાણકારો માલામાલ, એક વર્ષમાં ત્રણ ગણો નફો આપનાર આ શેર અંગે આવું કહે છે તજજ્ઞો

Shoppers Stop: આ જાણીતી લક્ઝુરિયસ બ્રાન્ડના કપડા ખરીદવાની જગ્યાએ જો શેર ખરીદ્યા હોત તો એક વર્ષમાં તમારા રુપિયા ત્રણ ગણા થઈ ગયા હોત. આ 16 સપ્ટેમ્બરના દિવસે શોપર સ્ટોપનો શેર 52 સપ્તાહના હાઈ પર પહોંચી ગયો હતો. મહત્વનું છે કે કંપની હવે મેગા સિટીથી આગળ વધીને દેશના ટુ ટિયર અને થ્રી ટિયર શહેરોમાં પોતાના આઉટલેટ ખોલવા પર ફોકસ કરી રહી છે.

વધુ જુઓ ...
  કોરોના મહામારીના કારણે મોટાભાગના ઉદ્યોગો કે સેવાઓને નુકસાન થયું હતું. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ એન્ડ ફેશન રિટેલર્સ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. અત્યારે મહામારીનું જોર ઓછું છે, જેથી આ બિઝનેસ ફરીથી જીવંત થયા છે.

  હાલની સ્થિતિનો ફાયદો લેનાર કંપનીઓમાં Shoppers Stop પણ સામેલ છે. આ વર્ષે કંપનીનો શેર 125 ટકા વધ્યો છે. ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે કંપનીના શેરનો ભાવ 244 રૂપિયા હતો. આ રીતે કંપનીએ એક વર્ષમાં રોકાણકારોના પૈસા ત્રણ ગણા કરી દીધા છે.

  આ પણ વાંચોઃ Domino’s Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા શેરમાં રોકાણ કરીને તગડું કમાઈ શકો

  છેલ્લા એક વર્ષમાં Shoppers Stopના શેર્સ 200 ટકાથી વધુ વધ્યા છે. ગત 16 સપ્ટેમ્બરે આ શેર 52 વિકના હાઈ સ્તર 779 રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે 21 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ પ્રારંભિક ટ્રેડમાં આ શેર 1.2 ટકા ઘટીને 737.65 રૂપિયા પર છે.

  Moneycontrolના અહેવાલ મુજબ શેરખાનના વિશ્લેષક કૌસ્તુભ પાવસકરે જણાવ્યું હતું કે, Shoppers Stop શેરમાં છેલ્લા ત્રણ મહિનામાં 73 ટકાનો વધારો થયો છે. આનું કારણ કંપનીના ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સતત સુધારો છે. રિટેલ સેક્ટરમાં રિકવરીનો લાભ પણ મળી રહ્યો છે. કંપનીએ તેના પોર્ટફોલિયોમાં ખાનગી લેબલ્સનો હિસ્સો વધાર્યો છે. બ્યુટી સેગમેન્ટમાં વેચાણ ઘણું સારું રહ્યું છે.

  આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી

  નોંધનીય છે કે, કંપનીને જૂન ક્વાર્ટરમાં 22 કરોડ રૂપિયાનો નફો થયો છે. 2019-20ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 13 ટકા વધીને 942 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે કંપનીનું EBITDA માર્જિન વધીને 17.2 ટકા થયું છે. જૂન ક્વાર્ટરમાં કંપનીએ 6 નવા આઉટલેટ ખોલ્યા હતા અને હજુ 12-15 નવા સ્ટોર ખોલશે.

  બીજી તરફ બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ Shoppers Stopના મેનેજમેન્ટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં આઉટલેટ્સ ખોલવા પર ફોકસ વધાર્યું છે. સ્ટોરની સાઇઝ 25,000-30,000 ચોરસ ફૂટની હશે. આ સાઈઝ કંપનીના સરેરાશ 40,000-50,000 સ્ટોર સાઇઝ કરતા ઘણી ઓછી છે.

  આ પણ વાંચોઃ આજે થશે શેર્સનું એલોટમેન્ટ, તમને જો લાગે તો આગળ શું કરવું?

  મોતીલાલ ઓસવાલના રિપોર્ટ મુજબ કુલ વેચાણમાં પ્રાઇવેટ લેબલ અને બ્યુટી સેગ્મેન્ટનો હિસ્સો વધવાના કારણે કંપનીની તબિયતમાં સુધારો થયો છે અને ગ્રોથ વધ્યો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ખાનગી બ્રાન્ડ્સ અને બ્યુટી સેગમેન્ટનું વેચાણ કોરોના પહેલાની તુલનામાં અનુક્રમે 29 ટકા અને 28 ટકા હતું.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Expert opinion, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन