Home /News /business /સામાન્ય માણસને ઝટકો! કાલથી વધી શકે છે CNG-PNGના ભાવ, જાણો કારણો

સામાન્ય માણસને ઝટકો! કાલથી વધી શકે છે CNG-PNGના ભાવ, જાણો કારણો

1 ઓક્ટોબરથી સીએનજી-પીએનજીની કિંમતો વધી શકે છે.

તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. નેચરલ ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે. ટૂંક સમયમાં CNG અને PNGની કિંમતો વધી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. નેચરલ ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે. ટૂંક સમયમાં CNG અને PNGની કિંમતો વધી શકે છે.

    જૂના ક્ષેત્રોમાંથી ગેસના ભાવમાં વધારવામાં આવ્યા

    તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર ONGC અને ઓઈલ ઈન્ડિયાના જૂના ક્ષેત્રોમાંથી ગેસની કિંમત $6.1 થી વધારીને $8.57 પ્રતિ mmBtu કરવામાં આવી હતી. આ દરે દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચવામાં આવશે. આ ઓર્ડર અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર BP Plc દ્વારા સંચાલિત D-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતા ગેસની કિંમત પ્રતિ યુનિટ $9.92 થી વધારીને $12.6 કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના દરમાં આ ત્રીજો વધારો હશે. બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂતી આવવાને કારણે આમાં વધારો થયો છે.

    કુદરતી ગેસ ખાતર બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તે સીએનજીમાં પણ કન્વર્ટ થાય છે અને પીએનજી એટલે કે એલપીજી તરીકે પણ વપરાય છે. દરોમાં ભારે વધારાથી CNG અને PNGના ભાવમાં વધારો થવાની ધારણા છે, જે છેલ્લા એક વર્ષમાં 70 ટકાથી વધુ વધી ચૂક્યા છે.

    સરકાર 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે ગેસના ભાવ નક્કી કરે છે

    ઉલ્લેખનીય છે કે સરકાર દર 6 મહિને એટલે કે 1લી એપ્રિલ અને 1લી ઓક્ટોબરે ગેસના ભાવ નક્કી કરે છે. આ કિંમતો એક વર્ષના ત્રિમાસિક અંતરાલ સાથે યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ-સરપ્લસ દેશોમાં પ્રવર્તમાન દરો પર આધારિત છે. 1 ઓક્ટોબરથી 31 માર્ચ સુધીની કિંમત જુલાઈ 2021 થી જૂન 2022 સુધીની સરેરાશ કિંમત પર આધારિત છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક દરોમાં તીવ્ર વધારો થયો છે.

    મોંઘવારી વધી શકે છે

    ગેસના ઊંચા ભાવો ફુગાવામાં વધુ ઉમેરો કરી શકે છે જે છેલ્લા 8 મહિનાથી આરબીઆઈના સંતોષકારક સ્તરની ઉપર ચાલી રહ્યો છે. સરકારે પ્રાઇસિંગ ફોર્મ્યુલાની સમીક્ષા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે.

    વીજળી બિલથી ખેતી પર અસર

    સૂત્રોએ જણાવ્યું કે નેચરલ ગેસના ભાવમાં વધારાથી દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજી અને એલપીજીના દરમાં વધારો થવાની શક્યતા છે. આનાથી વીજળી ઉત્પન્ન કરવાનો ખર્ચ પણ વધશે પરંતુ ગ્રાહકોને કોઈ મોટી સમસ્યા નહીં થાય કારણ કે ગેસમાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ઘણો ઓછો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: CNG Price, CNG pump, PNG Price

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन