ઈરાને ભારતને ઝટકો આપ્યો, ફરજાદ-બી ગેસ ફીલ્ડનો કોન્ટ્રાક્ટ ભારતને બદલે સ્થાનિક કંપનીને આપ્યો

ઈરાને ફરજાદ-બી ગેસ ફીલ્ડને વિકસિત કરવાનું કામ ઈરાનની સ્થાનિક કંપની પેટ્રોપાર્સ ગૃપને આપી દીધું છે. આ ગેસ ફીલ્ડની શોધ ભારતની ઓએનજીસી વિદેશ લિમિટેડે કરી હતી

ઈરાને ફરજાદ-બી ગેસ ફીલ્ડને વિકસિત કરવાનું કામ ઈરાનની સ્થાનિક કંપની પેટ્રોપાર્સ ગૃપને આપી દીધું છે. આ ગેસ ફીલ્ડની શોધ ભારતની ઓએનજીસી વિદેશ લિમિટેડે કરી હતી

 • Share this:
  નવી દિલ્હી : ઈરાને ભારતને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે. ઈરાનના પર્સિયન ગલ્ફમાં સ્થિત ફરજાદ-બી ગેસ ફીલ્ડ હવે ભારતના હાથમાં રહ્યું નથી. ઈરાને ફરજાદ-બી ગેસ ફીલ્ડને વિકસિત કરવાનું કામ ઈરાનની સ્થાનિક કંપની પેટ્રોપાર્સ ગૃપ (Petropars Group)ને આપી દીધું છે. આ ગેસ ફીલ્ડની શોધ ભારતની ઓએનજીસી વિદેશ લિમિટેડે(ONGC Videsh Ltd) કરી હતી.

  ફરજાદ-બી ગેસ ફીલ્ડમાં 23 ટ્રિલિયન ક્યૂબિક ફીટ ગેસ રિઝર્વ

  ઈરાનની સરકારી ન્યૂઝ સર્વિસ શનાએ ફરજાદ-બી ગેસ ફીલ્ડ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર નેશનલ ઈરાનિયન ઓઈલ કંપની (NIOC)એ આ ગેસ ફીલ્ડને વિકસિત કરવાનું કામ પેટ્રોપાર્સ ગૃપ(Petropars Group)ને આપી દીધું છે. ઈરાને પેટ્રોપાર્સ ગૃપ (Petropars Group)ને આ ગેસ ફીલ્ડનું કામ આપીને ભારતને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે. તેહરાનમાં 17 મે 2021ના રોજ ઈરાનના પેટ્રોલિયમ મંત્રીની હાજરીમાં નેશનલ ઈરાનિયન ઓઈલ કંપની અને પેટ્રોપાર્સ ગૃપ(Petropars Group) વચ્ચે કરાર કરવામાં આવ્યો. ફરજાદ-બી ગેસ ફીલ્ડમાં 23 ટ્રિલિયન ક્યૂબિક ફીટ ગેસ રિઝર્વ છે. તેમાંથી 60 ટકા સુધી ગેસ કાઢી શકાય છે. આ ગેસ ફિલ્ડમાં ગેસ કંડેંનસેટ્સ પણ છે, જેમાં 5000 બેરલ પ્રતિ બિલિયન ક્યૂબિક ફીટ ગેસ ઉપલબ્ધ છે.

  આ પણ વાંચો - કમાવાની ખરી તક, આગામી બે મહિનામાં આવશે 5થી વધુ IPO

  5 વર્ષ સુધી રોજ 2.8 કરોડ ક્યૂબિક મીટર ગેસ કાઢી શકાય છે

  રિપોર્ટ્સ અનુસાર આ ગેસ ફીલ્ડમાંથી આગામી 5 વર્ષ સુધી દરરોજ 2.8 કરોડ ક્યૂબિક મીટર ગેસ કાઢી શકાય છે. ફરજાદ-બી ગેસ ફીલ્ડની શોધ 2008માં ઓએનજીસી વિદેશ લિમિટેડે પર્શિયન ગલ્ફ એટલે કે ફારસી ઓફસોર એક્સપ્લોરેશન બ્લોકમાં કરી હતી. ઓએનજીસી વિદેશ લિમિટેડે ઈરાનને આ ગેસ ફીલ્ડ ડેવલપ કરવા માટે 11 બિલિયન ડોલરનું રોકાણ કરવાની રજૂઆત કરી હતી. ઈરાનની નેશનલ ઈરાનિયન ઓઈલ કંપનીએ ભારતના આ પ્રપોઝલ પર વર્ષો સુધી વિચારણા કરી અને આ કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપી દેતા હવે ભારત પાસેથી જતો રહ્યો છે.
  First published: