Home /News /business /નવા વર્ષના પહેલા જ દિવસે આવ્યા મોંઘા સમાચાર, LPG Cylinder ના ભાવ વધ્યા; ચેક કરો નવી કિંમત
નવા વર્ષના પહેલા જ દિવસે આવ્યા મોંઘા સમાચાર, LPG Cylinder ના ભાવ વધ્યા; ચેક કરો નવી કિંમત
ભાવમાં કેટલો વધારો?
આજ એટલે કે 1 જાન્યુ 2023થી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1,769 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ઘરેલૂં ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલા તારીખે ગેસના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસની કિંમત માત્ર દિલ્હી જ નહિ પણ પૂરા દેશમાં વધી છે
નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આજ એટલે કે 1 જાન્યુ 2023થી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1,769 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ઘરેલૂં ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલા તારીખે ગેસના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસની કિંમત માત્ર દિલ્હી જ નહિ પણ પૂરા દેશમાં વધી છે.
દિલ્હી ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોની વાત કરીએ તો 19 કિલોનો ગેસ સિલિન્જર કલકત્તામાં 1,870 રૂપિયા, મુંબઈમાં 1,721 રૂપિયા અને ચેન્નઈમાં 1,917 રૂપિયામાં મળી રહ્યો છે. આ પહેલા સરકારે ગત વર્ષે નવેમ્બરમાં કોમર્શિયલ એલપીજીની કિંમતોમાં 115.50 રૂપિયાનો કપાત કર્યો હતો.
આ વખતે સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલૂં ગેસ સિલિન્ડકની કિંમતોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. જાણકારી અનુસાર, ગત વર્ષે 4 વખથ ઘરેલૂં ગેસની કિંમતોમાં ફેરફાર થયો હતો અને એક સિલિન્ડરનો ભાવ 153.50 રૂપિયા વધી ગયો હતો. દિલ્હીમાં ઘરેલૂં ગેસની કિંમત 1,053 રૂપિયા, મુંબઈમાં 1,052.50 રૂપિયા, કલકત્તામાં 1,079 રૂપિયા અને ચેન્નઈમાં 1,068.50 રૂપિયા છે. ઘરેલૂં ગેસની કિંમતોમાં છેલ્લે 6 જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે કંપનીઓએ કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.
કોમર્શિયલ ગેસ મોંઘો થવાનો કારણે, રેસ્ટોરન્સ, હોટલ તેમજ ઢાબા વગેરે જેવી જગ્યાઓએ ભોજનના ભાવ વધી જશે. ગેસની કિંમતના ભાવ વધવાથી તેમના ખર્ચા પણ વધી જશે. હોટલ માલિક ગ્રાહકોને ટ્રાન્સફર કરશે. એટલે કે જો તમે બહાર ખાવા જશો તે તમારા ખિસ્સા પર પહેલા કરતા વધારે ભાર પડશે. એટલા માટે રેસ્ટોરન્ટમાં ખાવા જતા પહેલા તમારું બજેટ બરાબર ચેક કરી લેજો.
કિંમતોમાં વધારો કેમ
ઘરેલૂં એલપીજીની કિંમતો ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. ગત કેટલાય સમયથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો છે. આજે પણ બેન્ટ ક્રૂડ અને ડબલ્યૂટીઆઈ 85 ડોલરની અંદર જ ટ્રેડ કરી રહ્યા છે. એવામાં આ સમયે ગેસની કિંમતોમાં વધારો થોડો અટપટો લાગી શકે છે. શક્ય છે કે, છેલ્લી વાર કરવામાં આવેલો 115 રૂપિયાના ઘટાડાની ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવ્યુ હોય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર