Home /News /business /અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

અનિકા પટેલ કોરોના માહમારીના પીક સમયમાં ફેસબુક સાથે જોડાયા હતા અને અઢી વર્ષમાં તો સપના તૂટીને ચૂર ચૂર થઈ ગયા.

Meta Layoff: ફેસબુક, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓમાંથી મોટાપાયે લોકોને ઘરભેગા કરવામાં આવ્યાના સમાચાર બાદ ઇન્ટરનેટ હાલ અનેક માનવ સંવેદનાઓથી ભરેલી કહાનીઓથી ઉભરાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા અઢી વર્ષથી ફેસબુકમાં કામ કરતા અનિકા પટેલની કહાની પણ આવી જ લાગણીસભર છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ અત્યારે ઇન્ટરનેટ મેટા અને ટ્વિટર કર્મચારીઓની કહાનીઓથી ભરેલું છે. કારણ કે તાજેતરના સમયમાં આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેમના હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. તમને જણાવી દઈએ કે ટ્વિટરની કમાન સંભાળ્યા પછી, એલોન મસ્કએ 50 ટકા લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, જ્યારે મેટાએ તેના 11,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. કંપનીના આ નિર્ણયથી ઘણા કર્મચારીઓને આંચકો લાગ્યો છે. તેમાંથી ફેસબુકના ભૂતપૂર્વ કોમ્યુનિકેશન મેનેજર અનિકા પટેલ પણ એક છે.

  અનિકા પટેલે LinkedIn પર એક પોસ્ટ લખી છે જેમાં તેમણે લખ્યું કે, ''આજે સવારે મને ખબર પડી કે મેટામાં થયેલી છટણીથી પ્રભાવિત 11,000 કર્મચારીઓમાંથી હું એક છું. આનાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું કારણ કે હું હાલમાં જ હું મેટરનિટી લીવ પર છું.''

  આ પણ વાંચોઃ 740 કરોડના Inox Green Energy IPOમાં રોકાણ કરવાની તક, જાણો શું કહે છે નિષ્ણાંત

  આ સાથે તેમણે લખ્યું કે તે મેટામાં કામ કરવા માટે ખૂબ જ આભારી છે, હવે થોડા મહિના હું મારી પુત્રી એમિલિયા સાથે આરામથી સમય પસાર કરીશ અને તેને પૂરો સમય આપીશ. ત્યાર બાદ હું જોબ અંગે આગળનું પ્લાનિંગ કરીશ. અનિકાએ કહ્યું કે જ્યારે હું મારી પુત્રીને ફીડિંગ કરાવવા માટે રાત્રે 3 વાગ્યે જાગી ત્યારે મને છટણી અંગે માર્ક ઝકરબર્ગના ઈમેલની પહેલેથી જ અપેક્ષા લાગી રહી હતી, જોકે તે સમયે મને આવો કોઈ મેઈલ મળ્યો ન હતો.  સવારે 4:30 વાગ્યે, મને મારા મેનેજર તરફથી મેસેજ મળ્યો કે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મારા એક સાથીદારે કહ્યું કે સવારે 7 વાગ્યા સુધી ઈમેલ મોકલવામાં આવશે, તેથી હું વિચારી રહી હતી કે સુઈ જવું કે રાહ જોવી જોઈએ. તેવામાં સવારે 5:35 વાગ્યે મને એક ઈમેલ મળ્યો કે કંપનીમાંથી મારી પણ છટણી કરવામાં આવી છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું.

  આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

  અનિકાએ વધુમાં કહ્યું કે મને ફેસબુક ગ્રુપ સાથે કામ કર્યાને 2.5 વર્ષ થઈ ગયા છે. આ સમય મારા માટે ઘણો સારો હતો. હું એ તમામ લોકોનો ખૂબ જ આભારી છું જેમની સાથે મેં ત્યાં આ ખાસ સમય વિતાવ્યો છે. અનિકાએ કહ્યું આગળ શું? અત્યારે આનો જવાબ આપવો મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. હાલમાં મારી મેટરનિટી લીવ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહી છે. આગામી કેટલાક મહિનાઓ માટે હું મારી પુત્રીને સંપૂર્ણ સમય આપીશ. નવા વર્ષમાં ભવિષ્ય વિશે વિચારીશ, કારણ કે માતૃત્વ એક અલગ લાગણી છે જેને હું દુનિયાની કોઈ વસ્તુ માટે છોડી શકું તેમ નથી.

  તાજેતરમાં ટ્વિટર અને માઈક્રોસોફ્ટ બાદ મેટ દ્વારા અનેક કર્મચારીઓની છટણી કરવાની ઘટનાથી ઇન્ટરનેટ પર વાયરલ થયેલ માનવ સંવેદનાઓથી ભરેલી સ્ટોરીઓ પૈકી એક અનિકા પટેલની સ્ટોરી પણ છે. તેમને મેટાએ મે 2020 એટલે કે કોરોના મહામારીની શરુઆતમાં જ હાયર કર્યા હતા. મહત્વનું છે કે કોરોના મહામારી દરમિયાન આખી દુનિયા જ્યારે લોકડાઉનમાં હતી ત્યારે લોકો વધુમાં વધુ સમય ઓનલાઈન વિતાવતા હતા બસ આને લોકોના સ્વભાવમાં કાયમી બિહેવિયર તરીકે ગણીને મેટાએ આ સમય દરમિયાન મોટાપાયે ભરતી કરી હતી. છેલ્લા 2 વર્ષમાં જ કંપનીનો સ્ટાફ લગભગ ડબલ થઈ ગયો હતો એટલે કે 90 હજાર કર્મચારીઓ તેમાં કામ કરતાં હતા.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

  જોકે દુનિયા રાબેતા મુજબ ચાલુ થઈ અને ફેસબુકે જે ગ્રોથ ધાર્યો હતો તે મુજબ ન થતાં હવે કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીના બોસ માર્ક ઝુકર્બર્ગે કર્મચારીઓની છટણી કરતાં પહેલા આ અંગે જણાવ્યું હતું.  જ્યારે આવી જ એક બીજી સ્ટોરી એટલે ભારતથી કેનેડા રિલોકેટ થયેલા હિમાંશુ વી.ની છે. તેમણે લિંકડીન પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'હું મેટામાં જોઈન થવા માટે કેનેડા રિલોકેટ થયો હતો, પરંતુ મારા જોઇનિંગના 2 જ દિવસ બાદ મારી સફરનો અંત આવ્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યો સમય છે. મારા જેવા હજારો લોકો માટે સંવેદના પ્રગટ કરી રહ્યો છું.'
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Facebook, Jobs news, Meta

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन