મુંબઇ. Shark Tank India: સોની ટીવી (Sony TV)નો એક્સપેરિમેન્ટલ બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયા (Reality Show Shark Tank India)ની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. આ શૉના જજ બિઝનેસમેન તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. આ જજ સ્ટાર્ટઅપ્સ (Startup) પર પૈસા લગાવે છે અને ફન્ડિંગના નામે કરોડો રૂપિયા આપે છે. આ શો પ્રત્યે લોકોનો અપાર પ્રેમ વરસી રહ્યો છે. શોમાં અનેક જજ (Shark Tank India Judges) ખુલ્લા હાથે પૈસા લગાવી રહ્યા છે. તેઓ એક રોકાણકાર તરીકે નવી પેઢીના દિલો પર રાજ કરી રહ્યા છે.
નમિતા થાપર (Namita Thapar) શાર્ક ટેન્ક શોના જજમાં સામેલ છે. તેઓ એમક્યોર ફાર્માસ્યુટિકલ (Emcure Pharmaceuticals)ના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. નમિતાએ શો દરમિયાન કરવામાં આવેલા રોકાણ અને શો ખતમ થયા બાદ થયેલા પસ્તાવા વિશે વાત કરી છે. તેમએ એક આર્ટિકલમાં લખ્યું છે કે, કેવી રીતે તેણીએ હાથમાં આવેલો અવસર ગુમાવી દીધો હતો અને એક બિઝનેસમેન તરીકે તેણી કેટલી કમજોર થઈ ગઈ હતી. હાલ તેમને આ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે.
25 બિઝનેસ આઇડિયામાં 10 કરોડનું રોકાણ
નમિતા થાપરે (Namita Thapar) ખુલાસો કર્યો છે કે તેણીએ શાર્ક ટેન્ક ઇન્ડિયાની પ્રથમ સિઝનમાં 170 બિઝનેસ આઇડિયાનું મુલ્યાંકન કર્યું હતું. આ દરમિયાન તેણીએ 25 બિઝનેસ આઈડિયામાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
નમિતાએ લખ્યું કે, "મેં આશરે 170 બિઝનેસ આઈડિયા જોયા અને મારા દીલને સ્પર્શી ગયા હોય તેવા આઇડિયાની 25 કંપનીઓમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મેં શો દરમિયાન 7 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શો બાદ મેં ત્રણ કરોડ રૂપિયા એવી ડીલમાં નાખ્યા જેમને મેં શો દરમિયાન છોડી દીધી હતી. કારણ કે હું વર્તમાન બિઝનેસ આઈડિયામાં મારી ભાગીદારી વધારવા માંગતી હતી."
યોરસ્ટોરી (YourStory) પર પ્રસિદ્ધ થયેલા લેખમાં નમિતાએ અમુક બિઝનેસ આઈડિયામાં રોકાણ ન કરી શકવા પર પસ્તાવાની વાત લખી છે. થાપરે કહ્યુ કે, ભવિષ્યના લીડર તરીકે આપણે તેવા ફાઉન્ડર્સને ચેમ્પિયન બનાવવાની જરૂરિયાત છે, જે આપણા માટે સ્કેલ સ્થાપિક કરી શકે છે અને પેસા કમાઈ શકે છે. આ લોકોને યોગ્ય માર્ગદર્શનની પણ જરૂરિયાત છે. એ લોકો પાસે ખૂબ ક્ષમતા છે. તેઓ એક સાચી સમસ્યા પર કામ કરી રહ્યા છે. તેમની પાસે પોતાના બિઝનેસને યોગ્ય દિશામાં લઈ જવા માટે માર્ગદર્શક નથી."
નમિતાએ આગળ લખ્યું છે કે, એગ્રો ટૂરિઝમના જુગાડુ કમલેશ અને પાંડુરંગ બંને મહારાષ્ટ્રના એવા ખેડૂતો હતા જેઓ સાચી સમસ્યાના સમાધાન માટે નીકળ્યા હતા, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવથી તેઓ વેચાણ કરી શક્યા ન હતા. એવામાં મારા જેવા લીડર્સે થોડા વધારે ઉદાર થવાની જરૂર છે. આવા ફાઉન્ડર્સને સમર્થન કરવાની જરૂર છે, જેનાથી ઉદ્યોગસાહસિકતા ફક્ત યોગ્ય શિક્ષણ અને સાધન સંપન્ન લોકો જ નહીં પરંતુ આમ આદમીનું પણ સપનું બને.
થાપરે આગળ લખ્યું છે કે, "આ આપણી મોટી જવાબદારીઓમાંની એક છે, કારણ કે બિઝનેસ જગતના લીડર જેમને પાવર અને પ્રિવિલેઝ મળ્યા છે, જેમને લોકો જુઓ છે. કમલેશ અને પાંડુરંગના બિઝનેસ આઇડિયામાં રોકાણ ન કરવું એ શાર્ક ટેન્ડમાં મારા માટે સૌથી મોટો પસ્તાવો છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર