Home /News /business /એક ફોન કૉલ અને Ashneer Grover અને તેના આખા પરિવારની BharatPe કંપનીમાંથી થઈ ગઈ છૂટ્ટી!

એક ફોન કૉલ અને Ashneer Grover અને તેના આખા પરિવારની BharatPe કંપનીમાંથી થઈ ગઈ છૂટ્ટી!

અશ્નીર ગ્રોવર, માધુરી જૈન ગ્રોવર

Ashneer Grover- BharatPe dispute: અશ્નીર ગ્રોવર પહેલા કહેતા હતા કે તેઓ કંપની છોડશે નહીં. કંપની છોડવાના બદલામાં તેઓ 4000 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. પરંતુ 1 માર્ચની મધરાતે તેમણે ભારતપેને પોતાનું રાજીનામું સોંપી દીધું.

મુંબઇ: શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ (Shark Tank India Judge) રહેલા અશ્નીર ગ્રોવર (Ashneer Grover)ને પોતાની એક નાની ભૂલની સજા મળી રહી છે. અશ્નીર ગ્રોવરને એ વાતનું અભિમાન હતું કે Paytm અને PhonePe દ્વારા શરૂ કરાયેલા બિઝનેસમાં તે BharatPe સાથે આગળ વધી ગયા છે. પરંતુ અચાનક કંઇક એવુ થયું કે, હવે અશ્નીર ગ્રોવર ભારતપેના ફાઉન્ડ (Founder) નથી રહ્યા. કંપનીએ તેમની પાસેથી આ દરજ્જો છીનવી લીધો છે. એટલું જ નહીં તેની પત્ની માધુરી જૈન ગ્રોવર (Madhuri jain Grover)ને પણ કંપનીમાંથી દૂર કરવામાં આવી છે. તે કંપનીમાં હેડ ઓફ કંટ્રોલ હતી.

ભારતપેના બોર્ડે (BharatPe Board) અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન પર કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટના આધારે કંપનીના નાણાનો ગેરઉપયોગ (Fund Scam) કરવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અશ્નીર ગ્રોવર અને તેના પરિવારના સભ્યોએ કંપનીના ફંડમાં છેતરપિંડી કરી છે. તેણે નકલી વેન્ડર્સને ચૂકવણી કરી અને કંપનીના પૈસા પોતાના અંગત કામ માટે વાપર્યા છે."

કંપની છોડવા માટે માંગ્યા હતા 4,000 કરોડ રૂપિયા

ઉલ્લેખનીય છે કે, અશ્નીર ગ્રોવર પહેલા કહેતા હતા કે તેઓ કંપની છોડશે નહીં. કંપની છોડવાના બદલામાં તેઓ 4000 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. પરંતુ 1 માર્ચની મધરાતે તેમણે ભારતપેને પોતાનું રાજીનામું સોંપી દીધું. રાજીનામું આપ્યા પછી પણ ભારતપેએ અશ્નીર ગ્રોવરને એક દિવસમાં જ ફાઉન્ડર સહિત કંપનીના દરેક પદ પરથી હટાવી દીધા હતા. આ ઉપરાંત કંપનીએ અશ્નીર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની વાત પણ કરી છે.

પોતાનું રાજીનામું આપતાં અશ્નીર ગ્રોવરે લખ્યું કે, રોકાણકારો અને ભારતપેના બોર્ડ કંપનીના સ્થાપક સાથે 'ગુલામ' જેવો વ્યવહાર કરી રહ્યા છે. અશ્નીર ગ્રોવરે રાજીનામા બાદ મનીકંટ્રોલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ આખી પ્રક્રિયા માત્ર એક કપટ છે. બોર્ડે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે શું કરવું છે. તેમાં વિચારવા જેવું કશું જ નહોતું. તેઓ મારી, મારી પત્ની અને મારા પરિવાર પાછળ હતા.

શા માટે ફસાયા અશ્નીર?

અશ્નીર ગ્રોવરની મુશ્કેલી એક ફોન કોલથી શરૂ થઈ હતી. ગ્રોવરનો એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તે કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીને નાયકાના શેર ન મળવાને કારણે હેરાન કરી રહ્યા હતા. આ વીડિયો પછી કંપનીએ સ્વતંત્ર ઓડિટ હાથ ધર્યું હતું. જેમાં અશ્નીર ગ્રોવરે કંપનીના ભંડોળમાં છેડછાડ કર્યાનું ખુલ્યું હતું. ગ્રોવરે પોતાના બચાવમાં સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં અરજી પણ દાખલ કરી હતી કે તેમની સામે કોર્પોરેટ ગવર્નન્સ તપાસ ન થવી જોઈએ. જોકે, તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: BharatPe જ નહીં, આ વેબસાઇટ્સ પરથી પણ દૂર થઇ ગયું Ashneer Groverનું નામ

ભારતપે અને અશ્નીર વચ્ચે ઘર્ષણની શરૂઆત

5 જાન્યુઆરી: એક અજાણ્યા ટ્વિટર હેન્ડલ પરથી એક ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવી હતી. જેમાં કથિત રીતે અશ્નીર ગ્રોવર કોટક મહિન્દ્રા બેંકના કર્મચારી સાથે અભદ્ર રીતે વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપ અનુસાર, કોટક મહિન્દ્રા બેંક અશ્નીર ગ્રોવર અને તેના પરિવારના સભ્યોને નાયકાના શેર ન અપાવી શકતા અશ્નીર ગ્રોવર ગુસ્સે થયા હતા.

6 જાન્યુઆરી : અશ્નીર ગ્રોવરે ઓડિયો ક્લિપ નકલી હોવાનો દાવો કર્યો.

8 જાન્યુઆરી: આ ક્લિપ ટ્વિટર અને સાઇન્ડ ક્લાઉડથી હટાવી દેવામાં આવી. અશ્નીરે પણ પોતાનું ટ્વિટર હેન્ડલ ડિલીટ કરી દીધું.

9 જાન્યુઆરી: એવા અહેવાલો હતા કે, અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈને ઓક્ટોબરમાં કોટક મહિન્દ્રા બેંકને કાનૂની નોટિસ મોકલી હતી. બેંકે કહ્યું કે તે આ ઓડિયો ક્લિપ પર કાર્યવાહી કરશે.

17 જાન્યુઆરી: સીકોઇયાના કર્મચારી સાથેના વિવાદ બાદ ઓગસ્ટ 2020માં અશ્નીર ગ્રોવર દ્વારા મોકલવામાં આવેલો એક મેઇલ સામે આવ્યો હતો.

19 જાન્યુઆરી: અશ્નીર ગ્રોવર માર્ચ પૂર્ણ થવા સુધી વોલેન્ટરી લીવ પર ઉતરી ગયા.

29 જાન્યુઆરી: ભારતપેના બોર્ડે ઇન્ડિપેન્ડન્ટ ઓડિટિંગ કરાવવાની જાહેરાત કરી.

30 જાન્યુઆરી: અશ્નીર ગ્રોવર સંપૂર્ણ રીતે સેટલ થઈ જતા હતા પરંતુ તે જ સમયે વકીલની નિમણૂંક કરી.

2 ફેબ્રુઆરી: એક લેટર સામે આવ્યો જેમાં સીઇઓ સુહેલ સમીરને બોર્ડમાંથી દૂર કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

4 ફેબ્રુઆરી: પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈને કંપનીમાં કૌભાંડ કર્યું હતું.

10 ફેબ્રુઆરી: માધુરી જૈને ઓડિટ કંપની A&Mને પત્ર લખીને પૂછ્યું કે ઓડિટ રિપોર્ટ કેવી રીતે સાર્વજનિક થઈ ગયો?

11 ફેબ્રુઆરી: સીઈઓ સુહેલ સમીરે કર્મચારીઓને કંપનીના બોર્ડ અને આગળની કાર્યવાહીમાં વિશ્વાસ રાખવા જણાવ્યું હતું.

" isDesktop="true" id="1185434" >

22 ફેબ્રુઆરી: અશ્નીર ગ્રોવર પતાવટના સ્વરૂપમાં ભાવિ કાર્યવાહીથી પ્રોટેક્શન ઇચ્છતા હતા. આ સાથે એક પત્રમાં કંપનીના ચેરમેન રજનીશ કુમાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.

23 ફેબ્રુઆરી: ભારતપેએ માધુરી જૈનને ભંડોળના દુરુપયોગના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂક્યા છે. બોર્ડના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે, ગ્રોવર સામેના આરોપોની કંપનીને કોઈ અસર થશે નહીં.

27 ફેબ્રુઆરી: સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરે ભારતપે સામે અશ્નીર ગ્રોવરની ગવર્નન્સ રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે.

1 માર્ચ: અશ્નીર ગ્રોવરે ભારતપેમાંથી રાજીનામું આપી દીધું.
First published:

Tags: Ashneer Grover, Bank, Business, Money, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો