Home /News /business /Shark Tank India: પાટીલ કાકીના નાસ્તાના બિઝનેસમાં ભાગ લેવા લડી પડ્યા ચાર શાર્ક, જાણો મુંબઈની ગીતા પાટીલની કહાણી

Shark Tank India: પાટીલ કાકીના નાસ્તાના બિઝનેસમાં ભાગ લેવા લડી પડ્યા ચાર શાર્ક, જાણો મુંબઈની ગીતા પાટીલની કહાણી

પાટીલ કાકીના નાસ્તાના બિઝનેસમાં ભાગ લેવા લડી પડ્યા ચાર શાર્ક, જાણો મુંબઈની ગીતા પાટીલની કહાની

Shark Tank India 2: મુંબઈના પાટીલ કાકીના બિઝનેસમાં પાર્ટનર બનવા માટે શુગર કોસ્મેટિક્સના વિનીતા સિંહ, લેન્સકાર્ટના પિયૂષ બંસલ, શાદી ડોટ કોમના અનુપમ મિત્તલ અને બોટના અમન ગુપ્તા એકદમ જ તૈયાર થઈ ગયા, એવું તો શેનો છે પાટીલ કાકીનો બિઝનેસ?

વધુ જુઓ ...
  પાટીલ કાકી (patil kaki)ની આ કહાની સંઘર્ષ કરતી ગામડામાં રહેતી એક એવી મહિલાની કહાની છે, જે રોજબરોજ તેના પરિવાર માટે ભોજન બનાવે છે અને જબરજસ્તી પ્રેમપૂર્વક ખવડાવે છે. 47 વર્ષીય ગીતા પાટીલ ઘરે બનાવેલા નાસ્તાનો બિઝનેસ કરે છે. આ બિઝનેસ મુંબઈમાં તેના પુત્ર વિનીત અને તેના મિત્ર દર્શિલને સાથે રાખીને કરી રહી છે. પાટીલ કાકી તાજેતરમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોમાં દેખાયા હતા, જ્યાં પાંચમાંથી ચાર શાર્કે તેના સાહસમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો હતો. તેમાં સુગર કોસ્મેટિક્સના વિનિતા સિંહ, લેન્સકાર્ટના પીયૂષ બંસલ, shaadi.comના અનુપમ મિત્તલ અને બોટના અમન ગુપ્તાનો સમાવેશ થાય છે. પાટીલ કાકીએ પીયૂષ બંસલ અને અનુપમ મિત્તલની ઓફર સ્વીકારી, જેમણે તેમની કંપનીમાં રૂ. 40 લાખમાં 4% ઇક્વિટી આપી છે.

  શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સિઝનમાં શાનદાર પીચ જોવા મળી રહી છે. પાટીલ કાકીએ ઘરે બનાવેલા નાસ્તાનો વ્યવસાય કરીને ભારતના 4 શાર્ક ટેન્કના જજીસને અંદરોઅંદર લડાવ્યા છે.

  આ પણ વાંચોઃ ખાતામાં એક પણ રૂપિયો નહિ હોય તો પણ મળશે રૂ.10,000 સુધીની લોન

  6 વર્ષ પહેલાં મહારાષ્ટ્રની રહેવાસી પાટીલ કાકીએ 200 ચોરસ ફૂટના રસોડામાંથી નાસ્તાનો આ બિઝનેસ શરૂ કર્યો હતો. 47 વર્ષીય ગીતા પાટીલ તેના 21 વર્ષના પુત્ર વિનીત પાટીલ અને તેના મિત્ર દર્શિલ સાથે આ વ્યવસાય કરે છે. ગીતા પાટીલે વર્ષ 2016માં તેના પતિના અવસાન બાદ નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું.

  રાતોરાત બનાવી વેબસાઇટ


  ગીતા પાટીલને તેની ડિજિટલ પ્રેઝન્સ વધારવામાં તેણીના યુવા પાર્ટનરે મદદ કરી છે. વિનીત અને દર્શીલે કોલેજનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો છે. તેણે આઈટી સર્વિસનો નાનો બિઝનેસ શરૂ કર્યો. પાટીલ કાકીના કહેવા પર તેમણે એક રાતમાં તે વેબસાઇટ બનાવી, જેના કારણે પાટીલ કાકીને મળતા ઓર્ડરની સંખ્યા 15-20 ઓર્ડરથી વધીને દરરોજ 100 ઓર્ડર થઈ ગઈ. પાટીલ આંટી ચકલી, ચિવડા, પૂરણપોળી અને મખાના જેવો આરોગ્યપ્રદ નાસ્તો બનાવે છે. હવે પાટીલ કાકીના ઉત્પાદનોનું પેકેજિંગ વધુ સારું થઈ ગયું છે, તેનું બ્રાન્ડિંગ થઈ ગયું છે અને હવે તે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. પાટીલ કાકીના નાસ્તાનો બિઝનેસ વર્ષ 2023ના પ્રથમ 5 મહિનામાં એક કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ વર્ષે પાટીલ કાકીનો બિઝનેસ રૂપિયા 3 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

  આ પણ વાંચોઃ બજેટ 2023માં ખેડૂતોને મળી શકે છે લાભ, તો મળશે 8,000 રૂપિયા!

  બે વર્ષમાં ત્રણ કરોડનું કામ


  શાર્ક ટેન્ક ઈન્ડિયામાં રોકાણ મેળવવા પહોંચેલા પાટીલ કાકી ખરેખર ઉભરતા ભારતનો નવો ચહેરો છે. પાટીલ કાકીના પુત્ર અને તેનો મિત્ર 2 વર્ષ પહેલા આ બિઝનેસમાં જોડાયા છે અને હવે આ બિઝનેસ રૂપિયા 3 કરોડ સુધી પહોંચવાનો છે. પાટીલ કાકીની પ્રોડક્ટ અને બિઝનેસે ભારતના શાર્ક ટેન્કના જજીસને એટલા પ્રભાવિત કર્યા કે તેઓ આ કંપનીમાં હિસ્સો લેવા માટે એકબીજા સાથે લડવા લાગ્યા.

  મારી માં પાસેથી મળી પ્રેરણા


  ગીતા પાટીલે તેમની માતા પાસેથી પ્રેરણા લઈને નાસ્તો વેચવાનો આ વ્યવસાય શરૂ કર્યો છે. ગીતા પાટીલની માતા રોજ 20 લોકો માટે ટિફિન બનાવતી હતી. ગીતા પાટીલને વર્ષ 2016થી જ રસોઈ બનાવવાનો શોખ હતો, પરંતુ તેમના પતિના અવસાન પછી ગીતા પાટીલે તેને યોગ્ય વ્યવસાયની જેમ ચલાવવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચોઃ Auto Expo 2023: મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર, આવા જોરદાર હશે તેના ફિચર્સ

  પ્રથમ ગ્રાહક હજુ પણ સાથે જોડાયેલા


  ગીતા પાટીલે કહ્યું કે પતિના અવસાન બાદ ઘર ચલાવવાની જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી, તેથી તેને ટાઈમપાસ તરીકે લઈ શકાય તેમ નહોતું. ગીતા પાટીલને ખારના એક પરિવારમાંથી પહેલો ઓર્ડર મળ્યો. તે પરિવાર હજુ પણ પાટીલ કાકીને ઓર્ડર આપે છે. આ પછી ધીમે ધીમે પાટીલ કાકીને ઓફિસમાંથી પણ ઓર્ડર મળવા લાગ્યા.

  BMC ઓફિસમાં પ્રવેશ


  કોરોનાવાયરસ કટોકટી દરમિયાન ગીતા કાકીએ તેમના વ્યવસાયની પેટર્ન બદલી અને સૂકો નાસ્તો વેચવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, "અમે BMC ઑફિસમાં નાસ્તો પીરસીને અમારું કામ શરૂ કર્યું. અમારી રસોઈ બનાવવાની રીતથી પ્રભાવિત થઈને ત્યાંના સ્ટાફે વૉર્ડ ઑફિસમાંથી એક પત્ર મોકલાવ્યો અને અમને ઑફિસમાં ભોજન પીરસવાની પરવાનગી મળી."


  સાંતાક્રુઝમાં લીધી ઓફિસ


  કોરોનાના લોકડાઉનના સમયગાળા દરમિયાન પાટીલ કાકીને ઘણું સહન કરવું પડ્યું અને આ સમયગાળા દરમિયાન તેમણે ચકલી, ચેવડા વગેરે બનાવવાનું શરૂ કર્યું. વધતા વ્યાપારની ગતિ જાળવી રાખવા માટે પાટીલ કાકીએ સાંતાક્રુઝમાં 1200 ચોરસ ફૂટની જગ્યા લીધી. પાટીલ કાકીએ વર્ષ 2019માં તેનો પ્રથમ સ્ટાફ રાખ્યો અને હવે 25 લોકોને રોજગારી આપે છે. પાટીલ કાકી કહે છે કે તેમના સ્ટાફમાં 75 ટકા મહિલાઓ છે, જે પહેલીવાર કામ કરીને પૈસા કમાઈ રહી છે. ભારતમાં ફૂડ ટેક ઉદ્યોગનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે અને તે સ્ટાર્ટઅપ્સમાં સૌથી ઝડપથી વિકસતા બિઝનેસ તરીકે ઉભરી રહ્યો છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business Ideas, Business news, Earn money, Shark Tank India, Success story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन