Home /News /business /એક નહિ પણ 2-2 બ્રોકરેજ ફર્મે આપી આ શેર ખરીદવાની સલાહ, મળી શકે 22 ટકા રિટર્ન
એક નહિ પણ 2-2 બ્રોકરેજ ફર્મે આપી આ શેર ખરીદવાની સલાહ, મળી શકે 22 ટકા રિટર્ન
380 રૂપિયાના ભાવે ખરીદવાની સલાહ
Stocks to BUY: બ્રોકરેજનું કહેવું છે કે, આદિત્ય બિરલા ફેશને સંપૂર્ણપણે ડિજિટલ ચેનલ દ્વારા બિઝનેસ કરતી આઠ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) સેગમેન્ટમાં કંપનીનું આ પ્રથમ રોકાણ છે. જેના કારણે આગામી વર્ષોમાં કંપનીને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે
નવી દિલ્હીઃ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ (Aditya Birla Fashion and Retail)ના શેરમાં તેજી આવી શકે છે. આ શેર વર્તમાન સ્તરેથી લગભગ 22.5 ટકા ઊછળી શકે તેવી આશા ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ (ICICI Direct)ના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.
D2C સેગમેન્ટમાં કંપનીનું આ પ્રથમ રોકાણ
બ્રોકરેજનું કહેવું છે કે, આદિત્ય બિરલા ફેશને સંપૂર્ણપણે ડિજિટલ ચેનલ દ્વારા બિઝનેસ કરતી આઠ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) સેગમેન્ટમાં કંપનીનું આ પ્રથમ રોકાણ છે. જેના કારણે આગામી વર્ષોમાં કંપનીને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે.
બ્રોકરેજે વધુમાં જણાવ્યું હતું કે, આદિત્ય બિરલાએ નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 21,000 કરોડની કંપની બનવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના પરથી કંપની નાણાંકીય વર્ષ 2020થી નાણાંકીય વર્ષ 2026 વચ્ચે આશરે 15 ટકા CAGR દરથી વૃદ્ધિની અપેક્ષા રાખી રહી હોવાનું ફલિત થાય છે.
બ્રોકરેજે ઉમેર્યું હતું કે, આદિત્ય બિરલા ફેશને જે કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો છે, તે કંપનીઓ હજુ વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં છે અને તેમની આવક રૂ. 15 કરોડથી રૂ. 55 કરોડની વચ્ચે છે. માત્ર બેવકૂફ બ્રાન્ડની આવક જ 162 કરોડ રૂપિયા હતી.
મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ બ્રાન્ડ્સના હસ્તાંતરણ સાથે TMRW 788 કરોડ રૂપિયાથી વધુનો રેવન્યુ રન રેટ હાંસલ કરી શકે છે અને આગામી એક વર્ષમાં તે 1,500 કરોડ રૂપિયાથી વધુના વાર્ષિક આવક રન રેટને પાર કરવાની સ્થિતિમાં હશે.
380 રૂપિયાના ભાવે ખરીદવાની સલાહ
ICICI ડાયરેક્ટે કહ્યું કે, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અમે આદિત્ય બિરલા ફેશનના શેર પર બાય (BUY) રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 380.00 રૂપિયા નક્કી કરી છે. આ પહેલા એક્સિસ ડાયરેક્ટે (Axis Direct) પણ Aditya Birla Fashionને 400 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી હતી.
મંગળવારે NSE પર આદિત્ય બિરલા ફેશનનો શેર 0.72 ટકાના ઘટાડા સાથે 309.85 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં લગભગ 12.45 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શેર લગભગ 13.25 ટકા ઉછળ્યો છે.
કંપનીનું કામકાજ
આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલની માલિકી આદિત્ય બિરલા ગ્રૂપની છે. તેમાં એલન સોલી (Allen Solly), વોન હ્યુઝન (Van Heusen), લુઇસ ફિલિપ (Louis Philippe) અને પીટર ઇંગ્લેન્ડ (Peter England) જેવી ઘણી મોટી ફેશન અને એપરલ બ્રાન્ડ્સ છે. આ ઉપરાંત કંપની પાસે પેન્ટાલૂન્સ (Pantaloons) પણ છે. પેન્ટાલૂન્સને દેશની સૌથી મોટી ફેશન સ્ટોર બ્રાન્ડ્સમાંની એક ગણવામાં આવે છે. કંપનીની વેબસાઈટ પર મળતી માહિતી મુજબ, આદિત્ય બિરલા ફેશન દેશના 900થી વધુ શહેરોમાં લગભગ 3,468 સ્ટોરનું મજબૂત નેટવર્ક ધરાવે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર