Home /News /business /NCC, ગેલ, ભારતી એરટેલ અને ડેલ્ટા કોર્પના શેર આપી શકે છે દમદાર વળતર, રોકાણ કરવું કે નહિ?

NCC, ગેલ, ભારતી એરટેલ અને ડેલ્ટા કોર્પના શેર આપી શકે છે દમદાર વળતર, રોકાણ કરવું કે નહિ?

આ 4 શેર આપી શકે છે દમદાર વળતર

જો તમે પણ શેરોમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો તો મોમેન્ટમ ઈન્ડિકેટર મૂવી એવરેડ કન્વર્જન્સ ડાયવર્સન્જ અથવા MACD અનુસાર એનસીસી, ડેલ્ટા કોર્પ, ભારતી એરટેલ અને પેન્નાર ઈન્ડસ્ટ્રીઢના શેરોમાં તેજી આવી શકે છે. તમે પણ આમાં રોકાણ કરીને નફો કમાઈ શકો છો.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ કોણ શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા નથી માંગતા. જો તમે પણ શેરોમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો તો મોમેન્ટમ ઈન્ડિકેટર મૂવી એવરેડ કન્વર્જન્સ ડાયવર્સન્જ અથવા MACD અનુસાર એનસીસી, ડેલ્ટા કોર્પ, ભારતી એરટેલ અને પેન્નાર ઈન્ડસ્ટ્રીઢના શેરોમાં તેજી આવી શકે છે. તમે પણ આમાં રોકાણ કરીને નફો કમાઈ શકો છો. જો એમએસીડી પર ઘટાડાની વાત કરીએ તો, સાઉથ ઈન્ડિયન બેંક, કોલ ઈન્ડિયા, j&k બેંક, ઈલેક્ટ્રો સ્ટીલ અને જીનલ પેપરની શેરોમાં ઘટાડો થઈ શકે છે.

  મંગળવારના દિવસે બિઝનેસમાં અસ્થિરતા પછી શેરબજારનો સૂચકાંક મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા. નિફ્ટી 18400ની સ્તરની ઉપર બંધ થયો. બ્રોડર માર્કેટ હેડલાઈને સૂચકાંકની સરખામણીએ નબળું પ્રદર્શન કર્યુ છે.

  આ પણ વાંચોઃ દુનિયાભરમાં છટણીની વચ્ચે 60 હજાર ભારતીયોને રોજગાર આપશે Apple

  ભારતી એરટેલના શેરમાં તેજી

  નિફ્ટી પેકમાં ONGC, પાવર ગ્રિડ, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી એરટેલ જેના શેર તેજી પર બંધ થયા છે. જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના સંશોધન હેડ નાયરે કહ્યુ, ‘વૈશ્વિક ઈક્વિટીમાં તેજીના કારણે સ્થાનિક શેરબજારના પ્રારંભિક નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે. બેંકિંગ સ્ટોક્સમાં ઝડપી રિકવરી નોંધવામાં આવી છે. સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થો અને કમોડિટીના ભાવમાં નબળાઈ આવવાને કારણે મોંઘવારીમાં ઘટાડો થયો છે.

  આ પણ વાંચોઃ આજે બજારમાં દબાણ, 150 પોઈન્ટ તૂટીને ખૂલ્યું; પ્રોફિટ બુકિંગ વચ્ચે તમારે શું કરવું?

  ગ્રાહક ભાવ સૂચકાંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટાર્ગેટની ઉપર છે, પરંતુ આગામી નાણાકીય વર્ષના પહેલા ક્વાટરમાં તે હજુ પણ નીચે જશે તેવી આશા છે. એલકેપી સિક્યોરિટીઝના સીનિયર ટેકનિકલ એનાલિસ્ટ રુપકે કહ્યુ કે, ‘હેડલાઈન સૂચકાંકે દિવસભરના કારોબારમાં ઉતાર-ચઢાવ ચાલું રાખ્યો હતો. ડાઉનસાઈડ પર નિફ્ટીએ 18300ના સ્તર પર સપોર્ટ લીધો છે, જ્યારે તે 18400ના સ્તરને પાર કરી ગયો છે.’  ટૂંકા ગાળામાં શેરબજારનું વલણ હકારાત્મક રહેવાની આશા

  ટૂંકા ગાળામાં શેરબજારનું વલણ હકારાત્મક રહેવાની આશા છે. નિફ્ટી 50 દિવસોની મૂવિંગ એવરેજની ઉપર બંધ થયો છે. ટૂંકા ગાળામાં નિફ્ટી માટે 18500-600નું સ્તર પ્રતિરોધક તરીકે કામ કરે છે. નિફ્ટીને 18250 અને 18300ના સ્તરની આસપાસ સપોર્ટ મળી શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment news, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन