Home /News /business /આ કંપનીના IPOએ તો માર્કેટમાં આગ લગાવી દીધી, હવે શેરબજારમાં કરી શકે ધમાકેદાર એન્ટ્રી; જાણો શું છે GMP

આ કંપનીના IPOએ તો માર્કેટમાં આગ લગાવી દીધી, હવે શેરબજારમાં કરી શકે ધમાકેદાર એન્ટ્રી; જાણો શું છે GMP

શેરની ફાળવણી 5 ડિસેમ્બર 2022ના રોજ થવાની સંભાવના

IPO News: ધર્મજ ક્રોપ ગાર્ડ આઈપીઓ શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી શકે છે. તેનો GMP રૂ. 56 છે એટલે કંપનીનું લિસ્ટિંગ રૂ. 300ની આસપાસ થઇ શકે છે. જો આવું થાય, તો કોઈપણ રોકાણકાર જેને કંપનીના શેર ફાળવવામાં આવશે તેને પહેલા દિવસે 25% જેટલો ફાયદો રહેશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ IPOની દ્રષ્ટિએ ગત મહિનો ઘણો શાનદાર રહ્યો હતો. ઘણી કંપનીઓએ પ્રાઇમરી માર્કેટમાંથી (Primary Market) નાણાં એકત્ર કર્યા હતા. જ્યારે પણ કોઈ રોકાણકાર કોઈ કંપનીના IPO પર દાવ લગાવે છે, ત્યારે તે તેના દ્વારા નફો મેળવવાનો પ્રયાસ કરે છે. ગત મહિને ધર્મજ ક્રોપ ગાર્ડ IPO (Dharmaj Crop Guard IPO) ખરીદનાર રોકાણકારોને ગ્રે માર્કેટ તરફથી ખુશીના સમાચાર મળ્યા છે. તમને જણાવી દઈએ કે, કંપનીના IPOને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો.

    શું છે ધર્મજ આઈપીઓનું જીએમપી? (Dharmaj Crop Guard IPO GMP)


    ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ધર્મજ ક્રોપનો IPO આજે રૂ. 56ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આજના ટ્રેન્ડ મુજબ જોઈએ તો કંપની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ધર્મજ ક્રોપ ગાર્ડ આઈપીઓ (Dharmaj Crop Guard IPO) ગ્રે માર્કેટમાં ખૂબ જ તેજીમાં જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચોઃ 10 વર્ષમાં 10 કરોડ કમાવવા છે? તો બસ આ રીતે કરો મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ

    ધર્મજ ક્રોપ ગાર્ડ આઈપીઓનું લિસ્ટિંગ રૂ. 300ની આસપાસ થઈ શકે


    ધર્મજ ક્રોપ ગાર્ડ આઈપીઓ શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી શકે છે. તેનો GMP રૂ. 56 છે એટલે કંપનીનું લિસ્ટિંગ રૂ. 300ની આસપાસ થઇ શકે છે. જો આવું થાય, તો કોઈપણ રોકાણકાર જેને કંપનીના શેર ફાળવવામાં આવશે તેને પહેલા દિવસે 25% જેટલો ફાયદો રહેશે. તમને જણાવી દઈએ કે, કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 216થી રૂ. 237 છે.

    આ પણ વાંચોઃ સોનાના ભાવમાં આજે 5 મહિનાનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો, ચાંદીમાં પણ આટલી તેજી

    કંપનીનું લિસ્ટિંગ ક્યારે થશે?


    ધર્મજ ક્રોપ ગાર્ડ આઈપીઓનું સબસ્ક્રિપ્શન પૂરું થયા બાદ હવે રોકાણકારોની નજર શેરની ફાળવણી પર છે. ધર્મજ ક્રોપ ગાર્ડ IPOના શેરની ફાળવણી 5 ડિસેમ્બર 2022ના રોજ થવાની સંભાવના છે. કંપની 8 ડિસેમ્બરે શેરબજારમાં ડેબ્યૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ધર્મજ ક્રોપ IPO 28થી 30 નવેમ્બર 2022 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો.


    એગ્રોકેમિકલ્સનો વેપાર કરતી કંપની ધર્મજ ક્રોપ ગાર્ડના IPOમાં ત્રણ દિવસ એટલે કે 28થી 30 નવેમ્બર સુધી ખરીદી માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. IPO માટે શેર દીઠ રૂ. 216-237ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ધર્મજ ક્રોપ ગાર્ડ કંપની તેના IPO દ્વારા રૂ. 251 કરોડ એકત્ર કરવા માંગે છે. અમદાવાદ સ્થિત કંપનીએ IPOમાં રૂ. 216 કરોડના નવા ઇક્વિટી શેર જારી કર્યા છે. વધુમાં તેમના તરફથી પ્રમોટર્સે ઓફર ફોર સેલ (OFS) હેઠળ 14.83 લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે પ્રસ્તાવ મૂક્યો છે. બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કંપનીના શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 58થી રૂ. 65 પ્રતિ શેરના પ્રીમિયમ (GMP) પર ઉપલબ્ધ છે. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપનીના શેર 8 ડિસેમ્બર 2022 સુધીમાં BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investments, IPO News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन