Home /News /business /

bajaj financeના શેરમાં Q4FY22 પરિણામો પછી 5% કડાકો; જાણો રોકાણકારોએ શેર ખરીદવા, વેચવા કે રોકી રાખવા?

bajaj financeના શેરમાં Q4FY22 પરિણામો પછી 5% કડાકો; જાણો રોકાણકારોએ શેર ખરીદવા, વેચવા કે રોકી રાખવા?

બજાજ ફાયનાન્સના શેરમાં કડાકો

Stock Market : બજાજ ફાઇનાન્સ (bajaj finance) કંપનીની આવકનો અન્ય એક મોટો ભાગ ફી અને અન્ય આવક રૂ. 1,164 કરોડનો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 51 ટકા વધુ છે

  Bajaj Finance Q4FY22: માર્ચમાં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 80 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવવા છતાં બીએસઈ (BSE) ઈન્ટ્રા ડે ટ્રેડ પર બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) નો શેર બુધવારના ટ્રેડમાં 5 ટકા ઘટીને રૂ. 6,855 થયો હતો. કંપનીએ 80 ટકાની વૃધ્ધિ સાથે માર્ચ 2022 માં પૂરા થતા ક્વાર્ટરમાં કુલ 2.420 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. ગઈ કાલે, બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) એ ઊંચી ચોખ્ખી વ્યાજની આવક અને ઓછી જોગવાઈઓને કારણે કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 79.7 ટકા (y-o-y) નો વધારો નોંધાવ્યો હતો. બજાજ ફાઇનાન્સની ચોખ્ખી વ્યાજ આવક (net interest income, NII) માર્ચ ક્વાર્ટરમાં 30 ટકા વધીને રૂ. 6,068 કરોડ થઈ છે.

  બજાજ ફાઇનાન્સ કંપનીની આવકનો અન્ય એક મોટો ભાગ ફી અને અન્ય આવક રૂ. 1,164 કરોડનો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 51 ટકા વધુ છે. 31 માર્ચના રોજ કોન્સોલિડેટેડ ધોરણે કંપનીની કુલ AUM 29 ટકા વધીને રૂ. 1.97 ટ્રિલિયન થઈ છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (The Bajaj Housing Finance Ltd) ના ચોપડે નફો આ જ સમાન સમયગાળામાં રૂ. 53,322 કરોડ હતો અને તે કોન્સોલિડેટેડ આંકડાઓમાં સામેલ છે.

  Bajaj Finance: રોકાણકારોએ સ્ટોક ખરીદવો, વેચવો કે રોકી રાખવો?

  બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, Q4FY22 એ બજાજ ફાઇનાન્સ માટે સારુ અને હેલ્ધી ક્વાર્ટર રહ્યું હતું, જેમાં મુખ્ય બિઝનેસ પેરામીટર્સમાં સારો અને ચોતરફી મોમેન્ટમ જોવા મળ્યું હતું. નવી લોનમાં કસ્ટમર એક્વિઝિશન અને ટ્રેજેક્ટરી મજબૂત રહી છે. આ મોમેન્ટમ માત્ર તેના ડિજિટલ ઇકોસિસ્ટમ એટલે કે એપ્લિકેશન, વેબ પ્લેટફોર્મ અને ફુલ-સ્ટૅક પેમેન્ટ ઑફરિંગ વગેરે સાથે વધુ મજબૂત બનશે.

  મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે BAF આગામી બે વર્ષમાં 25 ટકાનો તંદુરસ્ત AUM CAGR પહોંચાડશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, તેમાં નાણાકીય વર્ષ 2023 માં ક્રેડિટ ખર્ચ 1.7 ટકા રહેશે. જોકે, મેનેજમેન્ટે માર્ગદર્શન આપ્યું છે કે તે લોનની વૃદ્ધિ કરતાં માર્જિનને વધુ પ્રાધાન્ય આપશે, FY23માં NIM કમ્પ્રેશનની શક્યતા પણ જોવા મળી રહી છે. વધુ પડતી લિક્વિડીટી અને બોરોવિંગ કોસ્ટમાં નોર્મલાઈઝેશન જેવા લીવર્સ મોટાભાગે બહાર આવ્યા છે. આ સાથે જ કોમ્પિટીટીવ લેન્ડસ્કેપ પણ અગ્રેસિવ જોવા મળી રહ્યું છે. પોટેન્શિયલ NIM કમ્પ્રેશન અને આગામી બે વર્ષમાં 35 ટકાના ઊંચા OPEX રેશિયોના ફેક્ટર્સ માટે અમે અમારા FY23/FY24 PAT અંદાજમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. કંપનીએ મધ્યમ ગાળા માટે 4.2-4.4 ટકા/21-22 ટકાનો RoA/RoE ડિલિવરી કરવી જોઈએ. અમે શેર દીઠ રૂ. 8,350 (8x FY24E BVPS)ના ટાર્ગેટ સાથે અમારી બાય રેટિંગ જાળવી રાખીએ છીએ.

  બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) 6 ટકા NII ચૂકી જવાને કારણે CLSAના Q4 PAT અંદાજને 9 ટકા ચૂકી ગયું. બ્રોકરેજ ફર્મ છેલ્લા એક વર્ષમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી બેંકો અને બજાજ ફાઇનાન્સના વેલ્યુએશન વચ્ચેના વધતા જોડાણને શ્રિન્કિંગ ગ્રોથના આઉટ પરફોર્મન્સના કોન્ટેક્સ્ટમાં હાઇલાઇટ કરી રહી છે. અમે અમારી FY23/24 PAT અંદાજિત 8 ટકા/9 ટકા અને અમારા ટાર્ગેટ પ્રાઈઝમાં રૂ. 6,500 થી રૂ. 6,000 સુધી 8 ટકાનો ઘટાડો કર્યો છે. અમે રિચ વેલ્યુએશનને કારણે સેલ રેટિંગ જાળવી રાખીએ છીએ. આ સાથે જ તેમણે રોકાણકારોને લાર્જ-કેપ લેન્ડિંગ સ્પેસમાં ખાનગી ક્ષેત્રની બેંકોમાં સ્વિચ કરવાની ભલામણ કરી હતી.

  આ પણ વાંચો2-3 અઠવાડીયામાં આ ત્રણ શેરમાં તેજી આવશે, 15 ટકા નફાના લક્ષ્ય સાથે નિષ્ણાતોએ ખરીદવાની આપી સલાહ

  ICICI ડાયરેક્ટ એનાલિસ્ટ માને છે કે, બજાજ ફાઇનાન્સ કન્ઝ્યુમર ફાઇનાન્સ સ્પેસમાં ડોમ્નન્ટ પ્લેયર છે અને ફિન-ટેક સ્પેસ આ બિઝનેસમાં સામેલ હોવાથી વેલ્યુએશન પ્રીમિયમ પર રહેવું જોઈએ. એપ જેવું જ ડિજિટલ વેબ પ્લેટફોર્મ FY23માં નવી સ્ટ્રેટેજી છે. અમે FY24 માટે PAT અંદાજમાં 17.8 ટકાનો વધારો કર્યો છે. રિબસ્ટ કસ્ટમર્સ એડિશનન અને વોલેટ્સ સાથેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી ઓપેક્સના ભાગરૂપે શરૂઆતી કેશબેકમાં નફાકારકતા ફેક્ટરિંગમાં વધારો થવાની અપેક્ષા છે, જો કે તેની નફા પર કોઈ અસર નહીં થાય. બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, બજાજ ફાઇનાન્સના મુખ્ય બિઝનેસમાં પોટેન્શિયલ છે અને તે એડેપ્ટેબલ ન્યૂ એજ ફિન-ટેકમાં ટ્રાન્સફોર્મ થવાના ટ્રેક પર છે. તાત્કાલિક ધોરણે બેંકમાં કન્વર્ટ કરવાની કોઈ યોજના નથી. શેર પર રૂ. 9,500ના ટાર્ગેટ પ્રાઈઝ સાથે ‘બાય’ રેટિંગ જાળવી રાખવામાં આવ્યું છે, જે 12 મહિનામાં 31 ટકા સંભવિત રેલી સૂચવે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Business news in gujarati, Indian Stock Market, Stock market, Stock market Tips, Stock Markets, શેર બજાર

  આગામી સમાચાર