Home /News /business /Hot Stocks: કમાણી માટે બેસ્ટ છે આ હોટ સ્ટોક્સ, થોડા જ સમયમાં આપશે દમદાર રિટર્ન

Hot Stocks: કમાણી માટે બેસ્ટ છે આ હોટ સ્ટોક્સ, થોડા જ સમયમાં આપશે દમદાર રિટર્ન

કમાણી માટે બેસ્ટ છે આ હોટ સ્ટોક્સ

ગ્લોબલ ઈક્વિટી માર્કેટનું ટેકનિકલ સેટઅપ ખૂબ જ આગળ છે અને તે ભારતીય શેરમાર્કેટને સપોર્ટ કરે છે. 1 ફેબ્રુઆરી, 2023ના રોજ આવનાર પરિણામ આગામી કેન્દ્રીય બજેટ જેવી બાબતોને કારણે ભારતીય શેરમાર્કેટની હલચલ ઓછી થઈ શકે છે.

  નવી દિલ્હીઃ 30 જાન્યુઆરીના રોજ નિફ્ટી (Nifty) 200 DEMA (daily exponential moving average) 17,550ના સ્તરથી ઉપર રહ્યું છે. છેલ્લા ચાર કારોબારી સત્રમાં તેમાં લગભગ 800 પોઈન્ટનો ઘટાડો થયો હતો. નિફ્ટીના ડેઈલિ ચાર્ટ પર લોઅર ટોપ અને લોઅર બોટમનું ફોર્મેશન બનાવવામાં આવ્યું છે. નિફ્ટી 17,750-17,800 સુધી પહોંચીને આ ટ્રેન્ડ બદલાઈ શકે છે.

  મંથલી ટાઈમ ફ્રેમમાં કેન્ડલિસ્ટીક પેટર્ન ડિસેમ્બર 2022માં બની હતી, જે હવે એક્ટીવ થઈ ગઈ છે. ચાલુ માસમાં નિફ્ટી 17,774 કરતા નીચે આવી ગઈ છે.

  આ પણ વાંચોઃ 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

  નિફ્ટી મિડકેપ ઈન્ડેક્ષને 30,000નો સપોર્ટ મળ્યો છે, જે ટ્રિપલ બોટમ ફોર્મેશનમાંથી પ્રાપ્ત થયો છે. 30,000થી નીચેનું સસ્ટેનેબલ સ્તર મિડકેપ સેગમેન્ટમાં સેલિંગ પ્રેશર વધારી શકે છે.

  NSEમાં 500માં તેના 200 DMA કરતા વધુ શેરની કિંમત ઘટીને 43 ટકા થઈ ગઈ છે. આ શેરની કિંમત ડિસેમ્બર 2022ની શરૂઆતમાં 68 ટકા હતી. 50થી નીચેનો કોઈપણ રિડીંગ શેર વધુ વિસ્તારિત થઈ શકતો નથી.

  ગ્લોબલ ઈક્વિટી માર્કેટનું ટેકનિકલ સેટઅપ ખૂબ જ આગળ છે અને તે ભારતીય શેરમાર્કેટને સપોર્ટ કરે છે. 1 ફેબ્રુઆરી, 2023ના રોજ આવનાર પરિણામ આગામી કેન્દ્રીય બજેટ જેવી બાબતોને કારણે ભારતીય શેરમાર્કેટની હલચલ ઓછી થઈ શકે છે.

  ટ્રેડર્સની લાંબાગાળાની કમિટમેન્ટને ઓછી કરવા માટે પુલબેક કરવાની સલાહ આપવામાં આવે છે. નિફ્ટી 17,400થી 17,035 ઉપર આવી શકે છે. નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 17,774 અને 18,000 રહેવાની આશા છે.

  પુલબેક બેરીશ સેટઅપનો એક ભાગ છે, જે ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી નીચે આવી ગયો છે. કેન્દ્રીય બજેટની રજૂઆત પહેલા આ પ્રકારે થવું તેને અવગણી શકાય નહીં. નિફ્ટીમાં 17,800નું ઉપરનું સ્તર ઈન્ડેક્ષને 18,000 સુધી લાવી શકે છે.

  ટૂંકાગાળા માટે ખરીદી કરવા બે શેર અને વેચાણ કરવા માટે એક શેરની જાણકારી આપવામાં આવી છે.

  બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) ખરીદી:


  LTP: રૂ. 6,022 | સ્ટોપ લોસ: રૂ. 5,770 | ટાર્ગેટ: રૂ. 6,400- રૂ. 6,600 | રિટર્ન: 10 ટકા

  30 જાન્યુઆરીના રોજ વોલ્યૂમમાં 4 ટકા ઉછાળા સાથે વૃદ્ધિ થતા શેરની કિંમતમાં તેજી જોવા મળી છે. RSI (relative strength index) ઓસિલેટર ડેઈલિ ચાર્ટ પર ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી ગયો છે.

  MACD (moving average convergence divergence)એ ડેઈલી ટઈમ ફ્રેમ પર સિગ્નલ લાઈનને પાર કરી લીધી છે. સ્ટોકને સાપ્તાહિક ચાર્ટ પર ટ્રેંડવલાઈન પર સપોર્ટ આપવામાં આવ્યો છે, જે તેજી આવવાને કારણે બદલાઈ શકે છે.

  આ પણ વાંચોઃ 3-3 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, બજેટ પહેલા ખરીદી લો આ શેર; ટૂંકાગાળામાં જ 57% કમાણી કરાવી દેશે

  HCL ટેકનોલોજીસ (HCL Technologies) ખરીદી:


  LTP: રૂ. 1,135 | સ્ટોપ લોસ: રૂ. 1,090 | ટાર્ગેટ: રૂ. 1,190- રૂ. 1,250 | રિટર્ન: 10 ટકા

  ડેઈલી ચાર્ટ પર શેરની કિંમતમાં અને વોલ્યૂમમાં વૃદ્ધિ થઈ છે, જેની સાથે બુલિશ રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન બન્યું છે. શેરબજારમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા IT સેક્ટરમાં ખૂબ જ સારું પ્રદર્શન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની આશા છે.

  આ શેરને મૂવિંગ એવરેજ કરતા ઉપર રાખવામાં આવ્યો છે. હાલમાં તેજી થવાની પરિસ્થિતિમાં ઓસિલિટેર પણ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે.

   આ પણ વાંચોઃ શું તમારી પાસે છે LIC પોલિસી, તો ઘરે બેઠા-બેઠા ફ્રીમાં મળશે આ સર્વિસ, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવવો?

  JSW સ્ટીલ (JSW Steel) સેલ:


  LTP: રૂ. 702 | સ્ટોપ લોસ: રૂ. 740 | ટાર્ગેટ: રૂ. 665- રૂ. 640 | રિટર્ન: 9 ટકા

  આ શેરની કિંમતે ડેઈલી ચાર્ટ પર તમામ પ્રકારે મંદીનું બ્રેકઆઉટ આપ્યું છે. તેણે 50 અને 100 દિવસની EMAના મહત્ત્વપૂર્ણ સપોર્ટને પાર કરી લીધો છે. RSI અને MACD જેવા સાંકેતિક અને ઓસિલિટેર જેવા ડેઈલી ચાર્ટ પર પણ મંદીના સંકેત જોવા મળી રહ્યા છે.

  Moneycontrol.com પર રોકાણ માટેના જે પણ વિચાર અને સૂચન આપવામાં આવ્યા છે, તે નિષ્ણાંતોના અંગત વિચાર છે. વેબસાઈટ નિષ્ણાંતોના વિચારનું સમર્થન કરતી નતી. આ સલાહ અનુસાર રોકાણ કરતા પહેલા તપાસ કરી લેવી અને સંબંધિત નિષ્ણાંત પાસેથી સલાહ લઈ લેવી.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Hot stocks, Investment, Stock market

  विज्ञापन