Home /News /business /

JhunJhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ પ્રથમ ક્વાર્ટરમાં પોર્ટફોલિયોમાં ઉમેર્યા આ 3 શેર, જાણો કેટલો મળશે નફો

JhunJhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ પ્રથમ ક્વાર્ટરમાં પોર્ટફોલિયોમાં ઉમેર્યા આ 3 શેર, જાણો કેટલો મળશે નફો

રાકેશ ઝુનઝુનાવાલા ફાઇલ તસવીર

share market rakesh jhunjhunwala tips: ઝુનઝુનવાલા હાલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારના વધતા રોકાણ પર દાવ લગાવી રહ્યા છે.

બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh JhunJhunwala) ચાલુ નાણાંકીય વર્ષ (2021-22)ના પ્રથમ ક્વાર્ટરમાં તેના પોર્ટફોલિયોમાં ત્રણ શેર ઉમેર્યા છે. જેમાં SAIL એટલે કે Steel Authority of India, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance) અને કેનરા બેંક (Canara Bank) છે. જોકે આ ત્રણેય શેર પ્રથમ ક્વાર્ટરમાં જ ઝુનઝુનવાલાએ પોતાના પોર્ટફોલિયોમાં ઉમેર્યા હતા. પરંતુ આ અંગે ત્યારે ખુલાસો થયો, જ્યારે કેનરા બેન્કે શેરબજારમાં તેની શેરહોલ્ડિંગ પેટર્ન જાહેર કરી.

63 ટકા સુધી વધી શકે છે SAILનો શેર

રાકેશ ઝુનઝુનવાલાએ સેલમાં પોતાનો હિસ્સો એવા સમયે વધાર્યો છે, જ્યારે LIC અને મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણકારો આ સ્ટીલ કંપનીના શેર વેચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, LICએ સેલમાં પોતાનો હિસ્સો જૂન ક્વાર્ટરમાં 9.26 ટકાથી ઘટાડીને 8.43 ટકા કર્યો છે, જ્યારે માર્ચ ક્વાર્ટરમાં તેમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 5.67 ટકા હતો, જે જૂન ક્વાર્ટરમાં ઘટીને 5.59 ટકા થયો છે. હકીકતમાં, ઝુનઝુનવાલા હાલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારના વધતા રોકાણ પર દાવ લગાવી રહ્યા છે.

વિશ્લેષકોના મત અનુસાર, આ સ્ટોક 63 ટકા સુધી વધી શકે છે. શુક્રવારે આ સ્ટોક 118 રૂપિયા પર બંધ થયો હતો, જે તેના અગાઉના ભાવ કરતા 2.39 ટકા વધારે છે. આ સ્ટોક 218 સુધી જઈ શકે છે. મહત્વનું છે કે, ઝુનઝુનવાલાએ જુલાઇમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના એક કરોડ શેર ખરીદ્યા હતા. ત્યાર બાદ વિદેશી રોકાણકારો પણ આ શેરને અનુસરી રહ્યા છે.

આ પણ વાંચો- Bank Holidays: સપ્ટેમ્બરમાં 12 દિવસ માટે Banks રહેશે બંધ, અત્યારથી જ કરી લો જરૂરી પ્લાનિંગ

ઝુનઝુનવાલા પાસે કેનરા બેન્કના 2,88,50,000 ઇક્વિટી શેર

ઝુનઝુનવાલા પાસે કેનરા બેંકના 2,88,50,000 ઇક્વિટી શેર છે, એટલે કે તેમની પાસે આ બેંકમાં 1.59 ટકા હિસ્સો છે. થોડા સમય પહેલાં કેનરા બેન્કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) પૂર્ણ થવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત બેન્કે 149.35 રૂપિયાના ભાવે 16,73,92,032 ઈક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી હતી. આ QIP 17-24 ઓગસ્ટ સુધી ખુલ્લો હતો.

થોડા સમય પહેલા રાકેશ ઝુનઝુનવાલાએ બેંકિંગ ક્ષેત્રે તેજીનું વલણ બતાવ્યું હતું અને કેટલીક PSU બેન્કો પસંદ કરી હતી. જેમાં તેમણે કેનરા બેંકમાં રોકાણ કર્યું છે. જૂનમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં મૂડીની માંગ વધશે અને બેંકો પાસે બાર્ગેન કરવાનો પાવર હશે. બેંકોમાં થાપણો હોવાના કારણે બેંકો પાસે આ સત્તા હશે. તેના કારણે ઝુનઝુનવાલાએ બેન્કિંગ શેરોમાં તેજીનું વલણ દર્શાવ્યું હતું.

Emkay Globalએ કેનરા બેન્કને BUY રેટિંગ આપ્યું

ડોમેસ્ટિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ Emkay Globalના એનાલિસ્ટનું માનવું છે કે કેનરા બેંકને QIP થી ફાયદો થશે. તેનાથી કેનરા બેંકનું કેપિટલ લેવલ વધશે. જેને લઈને ફર્મે આ સ્ટોકને 'BUY'નું રેટિંગ આપ્યું છે અને 185 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. CET-1 એ ટિયર-1 મૂડીનો એક ભાગ છે, જે બેંકો અથવા અન્ય નાણાંકીય સંસ્થાઓની હિસ્સેદારીવાળા શેર છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ફેડરલ બેન્ક અને કરુરવૈસ્ય બેન્કોનો સમાવેશ થતો હતો. જોકે, હવે તેમણે કેનરા બેંકમાં રોકાણ કર્યું છે. ત્યારે વિશ્લેષકોના મતે કેનરા બેંકમાં રોકાણ કરીને 19 ટકા રિટર્ન મેળવી શકાશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share marcket

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन