Home /News /business /Stock Market: શેરખાને BSE500માં આ 5 સ્ટોકને કર્યા તેના ટોપ પિકમાં સામેલ, જુઓ લીસ્ટ

Stock Market: શેરખાને BSE500માં આ 5 સ્ટોકને કર્યા તેના ટોપ પિકમાં સામેલ, જુઓ લીસ્ટ

પ્રતિકાત્મક તસવીર

sharemarket top pick: શેર બજારમાં (stock market) આવેલી આ નબળાઈ છતાં બ્રોકરેજ ફર્મ શેરખાન (ShareKhan) BSE500માં સમાવિષ્ટ આ 5 શેરો પર વિશ્વાસ છે અને માને છે કે આ શેરોમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

મુંબઇ: નબળા વૈશ્વિક સંકેતોને કારણે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં (Trading session) લગભગ 2 ટકાના ઘટાડા સાથે ભારતીય બજાર (Share Market)માં આજે પણ ઘટાડો યથાવત રહ્યો હતો. શેર બજારમાં આવેલી આ નબળાઈ છતાં બ્રોકરેજ ફર્મ શેરખાન (ShareKhan) BSE500માં સમાવિષ્ટ આ 5 શેરો પર વિશ્વાસ છે અને માને છે કે આ શેરોમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. તો ચાલો નજર કરીએ આ સ્ટોક્સ (5 Best Stocks) પર.

લાર્સન એન્ડ ટોર્બો ઇન્ફોટેક

લાર્સન એન્ડ ટોર્બોમાં શેરખાને બાય રેટિંગ આપતી વખતે 8100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેની વર્તમાન કિંમત 6798 રૂપિયા છે. શેર ખાનનું માનવું છે કે આ શેરમાં 19 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ

ICICI પ્રુડેન્શિયલને શેરખાને બાય રેટિંગ આપતી વખતે 754 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેની વર્તમાન કિંમત 578 રૂપિયા છે. શેરખાનનું માનવું છે કે આ સ્ટોક્સમાં 30 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે.

ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ

ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ માટે બ્રોકરેજ ફર્મ શેરખાને બાય રેટિંગ આપી શેર માટે રૂ. 1,750નો ટાર્ગેટ આપ્યો છે. તેનો વર્તમાન ભાવ રૂ. 1340 છે. શેરખાનનું માનવું છે કે આ સ્ટોકમાં 30 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે.

ટાટા Elxsi

આ સ્ટોરમાં શેરખાને બાય રેટિંગ આપતા આ સ્ટોક્સ માટે 8160 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનો વર્તમાન ભાવ રૂ. 7283 છે. શેરખાનનું માનવું છે કે, આ સ્ટોકમાં 12 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.

L&T ટેક્નોલોજી સર્વિસ

L&T ટેક્નોલોજી માટે બાય રેટિંગ આપતા શેરખાને આ સ્ટોક માટે રૂ. 6,350નો ટાર્ગેટ આપ્યો છે. તેનો વર્તમાન ભાવ રૂ. 5110 છે. શેરખાનના અનુમાન મુજબ આ સ્ટોકમાં 24 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બ્રોકિંગ ફર્મે બજેટ પહેલા અમુક શેરમાં રોકાણ કરવાની ભલામણ કરી હતી. બ્રોકિંગ ફર્મ દ્વારા પસંદ કરાયેલા શેરોમાં ICICI બેંક, SBI, HDFC લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), થર્મેક્સ, ટાટા પાવર, L&T, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ., ટાટા મોટર્સ અલ્ટ્રાટેક, M&M, DLF, પાવર ગ્રીડ, HCG, ગ્લોબલ સ્પિરિટ્સ વગેરેનો સમાવેશ થાય છે. ઘણા બ્રોકરેજ હાઉસે આ અંગે ખરીદીની સલાહ આપી છે. આમાંથી કેટલાક શેર એવા છે જેમાં છેલ્લા એક વર્ષથી સતત તેજી જોવા મળી રહી છે.
First published:

Tags: Big Stocks Tips, ShareKhan, Sharemarket

विज्ञापन