Sharemarket tips: રોકાણકારોને આ સ્ટોકએ કર્યા માલામાલ, એક વર્ષમાં 1 લાખના બની ગયા 18 લાખ રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

stock market tips: કોરોના મહામારી (corona pandemic) હળવી થયા બાદ અમુક સ્ટોકમાં રોકાણકારોને અનેક ગણું રીટર્ન(Investment Return) મળ્યું છે. તેથી તમે પણ રોકાણ મલ્ટીબેગર સ્ટોકમાં (Multibagger stock) રોકાણ કરવાનું વિચારી શકો છો.

  • Share this:
    Business news: હાલ ઘણા મલ્ટીબેગર સ્ટોક(Multibagger Stock)એ રોકાણકારોને શાનદાર રીટર્ન (Investment returns) આપ્યું છે. આ રિટર્નના આંકડા જોઈ ઘણા લોકો શેર બજારમાં રોકાણ કરવા માંગે છે. કોરોના મહામારી (corona pandemic) હળવી થયા બાદ અમુક સ્ટોકમાં રોકાણકારોને અનેક ગણું રીટર્ન(Investment Return) મળ્યું છે. તેથી તમે પણ રોકાણ મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણ કરવાનું વિચારી શકો છો.

    પેની સ્ટોક એટલે શું?
    સામાન્ય માન્યતા મુજબ 25 રૂપિયાથી ઓછી કિંમત વાળા સ્ટોકને પેની સ્ટોક (Penny Stock) કહે છે. આ સ્ટોક ખૂબ સસ્તા હોય છે અને તેની બજાર કિંમત ખૂબ ઓછી હોય છે. સામાન્ય રીતે આવા શેરોની કિંમત રૂ.25થી ઓછી હોય છે. જેથી રોકાણકારો તેવા શેરો તરફ વધુ આકર્ષિત થાય છે. જોકે તેમાં જોખમનું સ્તર વધુ હોય છે.

    આ સ્ટોક્સે રોકાણકારોને કર્યા માલામાલ
    બ્રાઇટકોમ ગૃપ(Brightcom Group)ના સ્ટોક્સે પોતાના રોકાણકારોને એક વર્ષમાં દમદાર રીટર્ન આપ્યું છે. રોકાણકારોને એક વર્ષમાં 1705 ટકા રીટર્ન મળ્યું છે. 4 નવેમ્બર, 2020માં આ શેર 4.18 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે આ વર્ષે 4 નવેમ્બરે આ સ્ટોકની કિંમત વધીને 75.40 રૂપિયા ઊંચા સ્તર પર પહોંચી છે. આ આંકડા BSEના છે.

    આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

    1 લાખના થયા 18 લાખ રૂપિયા
    જો કોઇ રોકાણકારે એક વર્ષ પહેલા બ્રાઇટકોમ ગૃપના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે તો આજે તેના 1 લાખ રૂપિયા 18.03 લાખ રૂપિયા બની ગયા હશે. આ વર્ષે 13 ઓક્ટોબરે બ્રાઇટકોમ ગૃપના શેર 52 સપ્તાહના રૂ.90.55ના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા હતા.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ફરી hit and run!બેસતા વર્ષે જ બાઈક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત, ખુશી માતમમાં ફેરવાઈ

    દિવાળી મુહુર્ત ટ્રેડિંગમાં 0.87 ટકા વધ્યો શેર
    4 નવેમ્બરે દિવાલી મુહુર્ત ટ્રેડિંગ દરમિયાન આ શેર 0.87% વધીને 75.40 રૂપિયા બંધ થયો હતો. બીએસઇ પર કુલ 2.78 લાખ શેરોએ 2.10 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. આઇટી સોફ્ટવેર ફર્મનું માર્કેટ કેપ વધીને 7853.91 કરોડ રૂપિયા થઇ ગયું હતું.

    આ પણ વાંચોઃ-5 સ્ટાર હોટલમાં મહિલાએ રૂમ બૂક કરાવ્યો, અંધારામાં મહિલાના થયા બુરા હાલ, લાઈટ કરીને જોયું તો ચોંકી ગઈ

    જાણો કંપની વિશે
    બ્રાઇટકોમ ગૃપ લિમિટેડ પૂર્વમાં લાઇકોસ ઇન્ટરનેટ લિમિટેડ, ડિજીટલ માર્કેટિંગ સેવાઓ પ્રદાન કરતી અને કમ્પ્યૂટર સોફ્ટવેર અને વિકાસમાં કામ કરનાર એક ભારતીય કંપની છે. કંપની બે સેગ્મેન્ટમાં ડિજીટલ માર્કેટિંગ સેગ્મેન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સેગ્મેન્ટમાં કામ કરે છે.
    Published by:ankit patel
    First published: