IRCTC to Tata Motors: પહેલા આપ્યું મલ્ટીબેગર રિટર્ન, પછી 50% સુધી પટકાયા આ 10 શેર
IRCTC to Tata Motors: પહેલા આપ્યું મલ્ટીબેગર રિટર્ન, પછી 50% સુધી પટકાયા આ 10 શેર
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Multibagger stock 2021: આ એવા શેર છે જેણે શરૂઆતમાં તો મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું પરંતુ બાદમાં 50% સુધી પટકાયા છે. આ યાદીમાં કયા કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ.
મુંબઈ: 2021ના વર્ષમાં અનેક એવા શેર્સ છે જેણે મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપ્યું હોય. જોકે, આ શેરમાં ઘણા એવા શેર પણ છે જે રેકોર્ડ વળતર (Return) આપ્યા બાદ પટકાયા હોય. અહીં અમે તમને આઈઆરસીટીસી (IRCTC share)થી લઈને ટાટા મોટર્સ (Tata Motors shrae) સુધીના આવા જ 10 શેર વિશે માહિતી આપી રહ્યા છીએ. આ એવા શેર છે જેણે શરૂઆતમાં તો મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું પરંતુ બાદમાં 50% સુધી પટકાયા છે. આ યાદીમાં કયા કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ.
IRCTC share
2019માં લિસ્ટિંગ બાદ આઈઆરસીટીસીના શેરે ખૂબ સારું વળતર આપ્યું છે. 2021ના વર્ષમાં આ શેર મલ્ટીબેગર સાબિત થયો છે. જોકે, આ શેરમાં ત્યારે કડાકો બોલી ગયો હતો જ્યારે સરકારે રેવન્યૂને પોતાની સાથે શેર કરવાની વાત કરી હતી. આ શેર સપ્ટેમ્બર 2021 સુધી 120 ટકા ભાગ્યો હતો. જોકે, બાદમાં ઓક્ટોબરમાં એક જ સેશનમાં 25 ટકા તૂટી ગયો હતો. જાહેરાત પહેલા શેરની કિંમતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. એનો મતલબ એવો થયો કે અમુક લોકોને સરકારના આ નિર્ણય અંગે પહેલાથી જ જાણ હતી.
Tata Power share
ટાટા પાવર શેર આ વર્ષે 190 ટકા મજબૂત થયો છે. જોકે, આ શેરમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો છે. આ શેર 2021માં 75 રૂપિયાથી 257 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો, પરંતુ ઓક્ટોબરમાં થયેલા પ્રૉફિટ બુકિંગને પગલે શેર 20 ટકાથી વધારે તૂટ્યો હતો. ત્યારથી આ શેર ઑલ ટાઇમ હાઈથી નીચે ટ્રેડ કરી રહ્યો છે.
Tata Steel share
સ્ટીલ કંપનીનો શેર ઓગસ્ટ 2021માં 125 ટકા મજબૂત થઈને 1,460 રૂપિયાના ઑલ ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. જેનું મુખ્ય કારણ 2010થી 2020 વચ્ચે તેની ઉત્પાદન ક્ષમતા બેગણી થઈ ગઈ છે. જોકે, ગ્લોબલ માર્કેટમાં સ્ટીલની કિંમત ઘટવાને પગલે આ શેર હાઈ સપાટીથી 25 ટકા ઘટી ચૂક્યો છે.
IEX share
આ વર્ષે આ શેર 25% મજબૂત થઈને 19 ઓક્ટોબર 2021ના રોજ 280 રૂપિયા પર પહોંચ્યો હતો. જોકે, 25 ઓક્ટોબર સુધી તે 8 ટકા તૂટી ગયો હતો. બાદમાં અન્ય સેશનમાં તેજી જોવા મળી હતી. 10 ડિસેમ્બરના રોજ તે ફરી 295 રૂપિયાની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ત્યાંથી તૂટીને ફરી 238 રૂપિયા પર આવી ગયો હતો.
Deepak Nitrite share
દીપક નાઇટ્રાઇટનો શેર આ વર્ષે 165 ટકા વધીને ઓક્ટોબરમાં 3,020 રૂપિયાની ઑલ ટાઇમ હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. જેનું કારણ સારું પ્રદર્શન અને ફિનોલિક પ્રોડક્ટ્સનો વિકાસ હતું. આ સપાટીથી શેર 20 ટકા તૂટી ગયો છે. મંગળવારે આ શેર 2,445 રૂપિયા પર બંધ થયો હતો.
Tata Motors share
ટાટા મોટર્સનો શેર આ વર્ષે સૌથી સારું પ્રદર્શન કરનાર બ્લૂચિપ છે. વર્ષની શરૂઆતમાં આ શેર 180 રૂપિયા પર હતો. જે બાદમાં શેર 160 ટકા વધીને 480 રૂપિયા પર પહોંચી ગયો હતો. જોકે, ઑલ ટાઇમ હાઈથી આ શેર 10% તૂટી ગયો છે.
શ્રેઈ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ફાઇનાન્સનો શેર જૂન 2021 સુધી 200 ટકા વધ્યો હતો. જોકે, આજે આ શેર 52 અઠવાડિયાના રેકોર્ડ હાઈથી 70 ટકા તૂટી ગયો છે. હાલ આ શેર 5.55 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
PNB Housing Finance share
કાર્લાઇલ ગ્રુપ અને અન્ય રોકાણકારોના રોકાણ બાદ કંપનીનો શેર જૂન 2021 સુધી 150 ટકા વધી ગયો હતો. જોકે, બાદમાં સેબી તરફથી પીએનબી હાઉસિંગ-કાર્લાઇલ ડીલને રદ્દ કરવામાં આવતા આ શેરમાં ઘટાડો નોંધાયો હતો.
Sadbhav Infra share & Sadbhav Engineering
2021ના વર્ષની શરૂઆતથી સાત મહિનામાં સદભાવ ઇન્ફ્રા અને સદભાવ એન્જિનિયરિંગના શેર ક્રમશ: 100 ટકા અને 50% મજબૂત થયા હતા. જોકે, હવે આ બંને શેર 52 અઠવાડિયાની ઊંચાઈ પરથી ક્રમશ: 64 ટકા અને 60 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે. ખરાબ પરિણામને પગલે સદભાવ એન્જિનિયરિંગના શેરમાં ઘટાડો નોંધાયો છે.
મે, 2021 સુધી શેરમાં 60 ટકાથી વધુ તેજી જોવા મળી હતી. જોકે, બાદમાં આ શેર 52 અઠવાડિયાની હાઈ કિંમતથી 50 ટકા સુધી તૂટી ગયો છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટને હિસ્સો વેચવાની વાત અને સારી કમાણીના દમ પર આ શેરમાં મજબૂતી જોવા મળી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર