કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાની ખુશીમાં આજે પણ ઝૂમી રહ્યું છે શૅર બજાર

News18 Gujarati
Updated: September 23, 2019, 11:35 AM IST
કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાની ખુશીમાં આજે પણ ઝૂમી રહ્યું છે શૅર બજાર
પ્રતીકાત્મક તસવીર

વિદેશી સંસ્થાગત રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો જોરદાર ખરીદી કરી કરી રહ્યા છે

  • Share this:
મોદી સરકાર દ્વારા કૉર્પોરેટ ટૅક્સ (Corporate Tax) પર આપવામાં આવેલી છૂટની અસર સોમવારે પણ શૅર બજાર (Stock Market)માં જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે વિદેશી સંસ્થાગત રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોએ જોરદાર ખરીદી કરી. તેનાથી સૅન્સેક્સ (Sensex) લગભગ 1200 પૉઇન્ટ વધવાની સાથે 39,312.94 પર પહોંચી ગયો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ Nifty 276.60 પૉઇન્ટ વધીને 11550.80 સુધી પહોંચી ગયો.

ભારતીય બજારોની તોફાની રેલી આજે પણ ચાલુ રહી શકે છે. SGX Niftyથી હકારાત્મક સંકેત મળી રહ્યા છે. બીજી તરફ, ટ્રેડ મંત્રણા ફરી અટકાવાને કારણે શુક્રવારે અમેરિકન બજાર નબળાઈ સાથે બંધ થયા છે. Dowમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે Dow 1 ટકાથી વધુ ઘટ્યો છે. ટ્રેડ મંત્રણા વચ્ચે જ અટકાવાથી બજારનો મૂડ બગડ્યો છે. ચીને સમયથી પહેલા જ પ્રવાસ રદ કરી દીધો છે. ચીનના પ્રતિનિધિ યૂએસથી પરત આવી ગયા છે. ચીનના પ્રતિનિધિ ખેડૂતોને મળવા ન ગયા. આગળની મંત્રણાને લઈ સસ્પેન્સ વધી ગયું છે. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું છે કે ચૂંટણી પહેલા ટ્રેડ ડીલની જરૂર નથી. ટ્રમ્પ વચગાળાની ડીલના પક્ષમાં નથી.

બીજી તરફ, મિડલ ઇસ્ટમાં તણાવ વધી ગયો છે. અમેરિકા સાઉદી અરબ પોતાની સેના મોકલશે. ડ્રોન હુમલા બાદ સેના મોકલવાની મંજૂરી મળી ગઈ છે. યૂએસ રક્ષા મંત્રીએ કહ્યું છે કે, સેના મોકલવાનો નિર્ણય રક્ષાત્મક પગલું છે. આ ગ્લોબલ સંકેતોની વચ્ચે ભારતીય બજારોની શરૂઆત આજે જોરદાર તેજી સાથે થઈ છે. સૅન્સેક્સ 3 ટકાથી વધુ વધારા સાથે ખુલ્યો છે. બીજી તરફ, નિફ્ટીમાં પણ 300 પૉઇન્ટથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.

મિડ અને સ્મૉલ કૅપ શૅરોમાં પણ જોરદાર તેજી

દિગ્ગજ શૅરોની સાથે જ મિડ અને સ્મૉલ શૅરોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. બીએસઈના મિડ કૅપ ઇન્ડૅક્સ 1.13 ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડૅક્સ 1.75 ટકાના વધારાની સાથે કામકાજ કરી રહ્યા છે. બીએસઈનો ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડૅક્સમાં પણ 2.80 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બૅન્કિંગ શૅરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. જેના કારણે બેન્ક નિફ્ટી 1.6 ટકાના ઉછાળા સાથે 30,000ની પાર જોવા મળી રહ્યો છે. નિફ્ટીનો પીએસયૂ બેંક ઇન્ડૅક્સ 2.2 ટકા અને પ્રાઇવેટ બેંક ઇન્ડૅક્સમાં 3.7 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.

ઑટો, એફએમસીજી, મૅટલ, ફાઇનાન્શિયલ સર્વિસિસમાં તેજીબજારમાં ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. ઑટો, એફએમસીજી, મૅટલ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિયલ્ટી શૅરોમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો, દેશમાં બિઝનેસ કરતા લોકો માટે મોટા સમાચાર! હવે અહીં પણ આધાર લિંક કરવો ફરજિયાત

આ પણ વાંચો, સરકારે કંપનીને આપી દિવાળી ગિફ્ટ! ઘટ્યો કોર્પોરેટ ટેક્સ, સરકારની 6 મોટી જાહેરાત
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर