શૅર બજારમાં જોરદાર તેજી, BSE અને NSEમાં ખરીદીનો માહોલ

News18 Gujarati
Updated: March 2, 2020, 11:01 AM IST
શૅર બજારમાં જોરદાર તેજી, BSE અને NSEમાં ખરીદીનો માહોલ
મિડ અને સ્મૉલકેપ શૅરોમાં ખરીદી જોવા મળી રહી છે, તેલ-ગેસ શૅરોમાં પણ તેજી

મિડ અને સ્મૉલકેપ શૅરોમાં ખરીદી જોવા મળી રહી છે, તેલ-ગેસ શૅરોમાં પણ તેજી

  • Share this:
મુંબઈ : સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજાર જોરદાર તેજી સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (Bombay Stock Exchange)ના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 704.47 પૉઇન્ટ એટલે કે 1.84 ટકાના વધારા સાથે 39,001.76ના સ્તર પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ (National Stock Exchange)નો નિફ્ટી (Nifty) 213.70 પૉઇન્ટ એટલે કે 1.91 ટકાના વધારાની સાથે 11,415.45ના સ્તરે ખુલ્યો. નોંધનીય છે કે આ પહેલા સતત 6 કારોબારી દિવસ બજારમાં ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક સંકેતોની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે. મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીસએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 2.27 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 2.05 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તેલ-ગેસ શૅરોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈનો ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.02 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે.

આજના કારોબારમાં ચારેતરફ ખરીદી જોવા મળી રહી છે. બેંક શૅરોમાં જોરદાર ખરીદીના કારણે બેંક નિફ્ટી 1.97 ટકાના વધારા સાથે 29,725ની આસપાસ જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઑટો ઇન્ડેક્સમાં 1.72 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં લગભગ 2 ટકા, આઈટી ઇન્ડેક્સમાં 1.5 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 3.4 ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં 2.3 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2.9 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો, ખુશખબર! હોળી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવો ભાવ
First published: March 2, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading