Home /News /business /Share Market: બજાર સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યું, સિમેન્સ અને HDFC સહિતના શેર ફોકસમાં

Share Market: બજાર સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યું, સિમેન્સ અને HDFC સહિતના શેર ફોકસમાં

બજારમાં આજે આ શેર્સ પર નજર રાખો.

Stock to watch: શેરબજારમાં આજે કમાણી કરવી હોય તો આ 7 શેર પર નજર રાખો, નિષ્ણાતો મુજબ આ શેર્સમાં આજે મોકો મળી શકે છે. જ્યારે વૈશ્વિક બજારના સંકેતો મિશ્ર મળી રહ્યા છે.

  મુંબઈઃ  વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે શેરબજાર આજે સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 41.64 તો નિફ્ટી 10.40 અંકના ઉછાળા સાથે ખૂલ્યા છે.
  આજે ભારતીય શેરબજારોને વૈશ્વિક બજારમાંથી કોઈ ચોક્કસ સંકેતો મળી રહ્યા નથી. સોમવારે યુએસ બજારો બંધ રહ્યા હતા. યુરોપના કેટલાક બજારોમાં થોડો વધારો જોવા મળ્યો હતો. આજે સવારે શરૂઆતના કરેક્શન બાદ એશિયન બજારો હવે લગભગ સપાટ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ ભારતમાં કેન્દ્ર સરકારે આજે વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો છે. તો એશિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા ચીનના જીડીપીના આંકડા અપેક્ષા કરતા સારા રહ્યા છે. બિટકોઈનમાં અપટ્રેન્ડ ચાલુ છે. પરંતુ, આ બધાની વચ્ચે આજે સ્થાનિક બજારનું ધ્યાન પણ ઘણી કંપનીઓના પરિણામો પર રહેશે.

  આ પણ વાંચોઃ લાખોપતિ બનવું હોય તો આવા ફંડમાં ટીપે ટીપે શરુઆત કરાય, આ જુઓ જેમણે રોક્યા તેઓ કેવા માલામાલ થઈ ગયા.

  વિદેશી બજારોમાંથી સંકેતો


  માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડેના કારણે સોમવારે યુએસ શેરબજાર બંધ રહ્યું હતું. સોમવારે યુરોપિયન શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં ફુગાવો નરમ થવાની ધારણા વચ્ચે એશિયન બજારોમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. જો કે, ઘણા એશિયન સૂચકાંકોએ પ્રારંભિક રિકવરીને ગુમાવી છે. Nikkei લગભગ 1.50% ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. હેંગસેંગ અને શાંઘાઈ કમ્પોઝીટ લગભગ સપાટ કારોબાર કરી રહ્યા છે. સાથે જ કોસ્પીમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 0.04 ટકા ઉછાળા સાથે કામ કરી રહી છે.

  FII અને DIIના આંકડા


  સોમવારે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, વિદેશી રોકાણકારોએ સ્થાનિક શેરબજારમાંથી રૂ. 751 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. તે દરમિયાન સ્થાનિક રોકાણકારોએ રૂ. 686 કરોડના શેર ખરીદ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 18,170 કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 13,485 કરોડની ખરીદી કરી છે.

  આ પણ વાંચોઃ રોકાણકારો રુપિયા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીએ IPO લાવવા સેબીમાં દાખલ કરી અરજી

  આજે કયા શેરો પર નજર રહેશે  • સિમેન્સ: કંપનીએ ભારતમાં માલવાહક ટ્રેનોના પુરવઠા અને સેવા માટે રૂ. 26,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, આ કંપની 35 વર્ષમાં 1,200 ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ પ્રદાન કરશે.

  • M&M: કંપની SUV XUV400 ના 20,000 યુનિટ ડિલિવર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ SUVને 15.99 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરી છે. કંપનીએ કહ્યું છે કે પ્રથમ તબક્કા હેઠળ આ વાહનને 34 શહેરોમાં 2 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

  • એન્જલ વનઃ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીની આવક વાર્ષિક ધોરણે 718 કરોડ રૂપિયા રહી છે. જ્યારે નફો પણ વધીને રૂ. 228 કરોડ થયો છે.

  • ફોનિક્સ મિલ્સ: કંપનીની 100% પેટાકંપની ફોનિક્સ લોજિસ્ટિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સે રૂ. 26.03 કરોડમાં જાનુસ લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીયા પાર્ક્સ હસ્તગત કર્યા છે.

  • NTPC: કંપનીની પેટાકંપની NTPC રિનેબલ એનર્જીએ ત્રિપુરા સરકાર સાથે જોડાણ કર્યું છે. આ કરાર હેઠળ, કંપની ત્રિપુરામાં ફ્લોટિંગ અને જમીન આધારિત રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર કામ કરશે.

  • મારુતિ સુઝુકી ઈન્ડિયા: વર્ષ 2022 માં, કંપનીએ ભારતીય રેલ્વેની મદદથી 3.2 લાખ વાહનોનું પરિવહન કર્યું છે. આ આંકડો કોઈપણ કંપની માટે એક વર્ષમાં રેલ્વે દ્વારા વાહનોના પરિવહન માટે સૌથી વધુ છે.

  • ટાટા મોટર્સઃ કંપનીએ 2022માં કુલ 5 લાખથી વધુ યુનિટ વેચ્યા છે. આ વર્ષે પણ કંપનીને જબરદસ્ત વેચાણની અપેક્ષા છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन