Share Market: ભારતીય શેરબજારે ઘટાડા સાથે વર્ષ 2022ને વિદાય આપી અને સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટીને બંધ થયો. નિષ્ણાતોનો અંદાજ છે કે વૈશ્વિક બજારમાંથી જે પ્રકારનું નેગેટિવ સેન્ટિમેન્ટ મળી રહ્યું છે, આજે 2023ની શરૂઆત પણ બજારમાં ઘટાડા સાથે થઈ શકે છે.
મુંબઈઃ ભારતીય શેરબજાર આજે સવારે વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશન માટે સપાટ ઓપન થયા છે. વૈશ્વિક દબાણને કારણે આજે બજાર સપાટ ખૂલ્યું છે. સેન્સેક્સ આજે છેલ્લા કારોબારી સત્રનાં બંધ ભાવથી 30 અંક તૂટીને ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 50 આજે તેના છેલ્લા બંધ ભાવથી 26.4 અંક તૂટીને ખૂલી હતી. સેન્સેક્સ આજે 60,871.24 ના સ્તરે ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 18,131.70 સ્તરે ખૂલી હતી.
ભારતીય શેરબજાર આજે સવારે વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશન માટે ખુલશે ત્યારે રોકાણકારો પર બેવડા દબાણની શક્યતા છે. એક તરફ તેઓ વર્ષના પ્રથમ દિવસે સકારાત્મક સેન્ટિમેન્ટ સાથે માર્કેટમાં જવા ઈચ્છે છે, પરંતુ બીજી તરફ વૈશ્વિક બજારમાં વેચવાલીનું દબાણ પણ જોવા મળશે. નિષ્ણાતોનો અંદાજ છે કે વર્ષની શરૂઆત બજારમાં ઘટાડા સાથે થઈ શકે છે.
ગત સપ્તાહે વર્ષ 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ સેન્સેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો. ત્યારબાદ સેન્સેક્સ 293 પોઈન્ટ ઘટીને 60,841 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ ઘટીને 18,105 પર બંધ થઇ હતી. નિષ્ણાતોનો અંદાજ છે કે જો આજના બિઝનેસમાં રોકાણકારો પર વૈશ્વિક બજારનું દબાણ રહેશે તો તેઓ પ્રોફિટ બુકિંગ અને વેચાણ તરફ જશે. આ કારણે વર્ષની શરૂઆત નુકસાન સાથે પણ થઈ શકે છે.
એશિયાના કેટલાક બજારોમાં આજે સવારે તેજી જોવા મળી રહી છે તો ક્યાંક ઘટાડાનું વાતાવરણ છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.24 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી આજે સવારથી જ તેજી સાથે ટ્રેડ કરી રહી છે અને આ એક્સચેન્જ પર 0.68 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે આ શેરો પર નજર રહેશે
નિષ્ણાતોનું માનવું છે કે દબાણની વચ્ચે પણ એવા ઘણા શેરો છે, જે રોકાણકારોને નફો આપી શકે છે અને આજે બજારમાં તેના પર ખાસ ફોકસ રહેશે. આવી હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોક્સમાં એચડીએફસી, ટોરેન્ટ ફાર્મા, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ, ઈન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેન્ક જેવી કંપનીઓના સ્ટોકનો સમાવેશ થાય છે.
વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં વેચવાની પ્રક્રિયા વધી રહી છે. વર્ષના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 2,950.89 કરોડના શેર પાછા ખેંચી લીધા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 2,266.20 કરોડના શેરની ખરીદી કરી હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર