Home /News /business /શૅર બજારને ખૂબ પસંદ આવી રહ્યું છે બજેટ, આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી

શૅર બજારને ખૂબ પસંદ આવી રહ્યું છે બજેટ, આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી

પ્રતિકાત્મક તસવીર

Share Market: મંગળવારે BSE અને NSE ઉછાળા સાથે ખુલ્યા, આ શૅરોમાં જોવા મળી રહ્યો છે મોટો ઉછાળો

મુંબઈઃ બજેટ (Union Budget 2021)માં જાહેરાતો અને મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે સ્થાનિક શૅર બજારો (Stock Markets)ની શરૂઆત જોરદાર રીતે થઈ છે. નિફ્ટી (Nifty) 14,500ને પાર ખુલવામાં સફળ રહ્યો છે. સવારે 9.15 વાગ્યે BSE પર 30 શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 734 પોઇન્ટ એટલે કે 1.51 ટકાના વધારા સાથે ખુલ્યો છે. તેની થોડી વાર બાદ તે 1000 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે 49,600 પોઇન્ટને પાર કારોબાર કરવા લાગ્યો. NSE પર નિફ્ટી 50 (Nifty 50) પણ 220 પોઇન્ટ એટલે કે 1.55 ટકા વધીને કારબોર કરી રહ્યો હતો. આજે પ્રારંભિક કારોબારમાં 1027 શૅરોમાં તેજી જોવા મળી, જ્યારે 171 શૅર્સ ગબડ્યા હતા. નિફ્ટી બેંક (Nifty Bank) પણ 34 હજારના સ્તરને પાર કરવામાં સફળ રહ્યું છે.

સેક્ટોરલ ફ્રન્ટ પર જોઇએ તો આજે તમામ સેક્ટર્સમાં હકારાત્મક્તા જોવા મળી રહી છે. સૌથી વધુ તેજી આજે ઓટો, બેન્કિંગ, આઇટી, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્સમાં જોવા મળી રહી છે. બ્રોડર માર્કેટની વાત કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ સારા વધારાની સાથે કારોબાર કરતાં જોવા મળી રહ્યા છે. સીએનએક્સ મિડકેપ પણ 500થી વધુ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શૅરોમાં માત્ર હિન્દુસ્તાન યૂનીલિવરને બાદ કરતાં અન્ય તમામ સ્ટોક પ્લસમાં કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચો, BSNLના આ પ્લાનમાં હવે દરરોજ 3GB નહીં પણ 2GB ડેટા મળશે, ફ્રી છે કોલિંગ

આજે પ્રારંભિક કારોબારમાં સૌથી વધુ તેજી ટાટા મોટર્સના શૅરોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત એલએન્ડટી, એચડીએફસી બેંક, યૂપીએલ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને એચડીએફસીના શૅર પણ લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે હીરો મોટોકોર્પ અને હિન્દુસ્તાન યૂનીલિવરમાં વેચાવલી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારોમાં તેજી

આ પહેલા અમેરિકાના બજારોમાં પણ તેજી જોવા મળી. એસએન્ડપી 500એ ગયા વર્ષના 24 નવેમ્બરનો રેકોર્ડ તોડીને સૌથી વધુ પોઇન્ટ પર પહોંચ્યું છે. તે 1.61 ટકાના ઉછાળા સાથે 3,773.86 પર બંધ થયો. ટેક્નોલોજી શૅરોમાં તેજી બાદ ડાઓ જોન્સ પણ 229 પોઇન્ટ વધીને 30,211 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટમાં પણ 2.55 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

આ પણ વાંચો, 6000mAh બેટરીની સાથે ભારતમાં આજે લૉન્ચ થશે Poco M3, જાણો કેટલી હશે કિંમત
" isDesktop="true" id="1068828" >

શૅર બજારને ખૂબ પસંદ આવ્યું નિર્મલા સીતારમણનું બજેટ

ઉલ્લેખનીય છે કે, સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ આ વર્ષનું બજેટ રજૂ કર્યું તો ભલે નોકરીયાત વર્ગ અને સામાન્ય જનતાને નિરાશા હાથ લાગી હોય, પરંતુ શૅર બજારને આ બજેટ ખૂબ પસંદ આવ્યું છે. જોતજોતામાં જ બજેટના દિવસે શૅર બજારમાં 2300થી વધુ પોઇન્ટ્સની તેજી જોવા મળી હતી.
First published:

Tags: BSE, Nirmala Sitharaman, NSE, Share market, Stock market, Union Budget 2021, નિફ્ટી, મોદી સરકાર, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો