Home /News /business /Share Market Today: વૈશ્વિક દબાણથી આજે ભારતીય બજાર પણ નેગેટિવ ટ્રેન્ડમાં, નિફ્ટી 18000 નીચે પહોંચી
Share Market Today: વૈશ્વિક દબાણથી આજે ભારતીય બજાર પણ નેગેટિવ ટ્રેન્ડમાં, નિફ્ટી 18000 નીચે પહોંચી
શેરબજારમાં આજે પણ મોટા ઘટાડાની શક્યતા, તમારે શું કરવું?
BSE Sensex: ભારતીય શેરબજારમાં આજે પણ ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં સતત વેચવાલીનું દબાણ સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પાડી રહ્યું છે. એક્સપર્ટ મુજબ બજારમાં આ સપ્તાહ દબાણ રહેવાનું આ જ કારણ છે.
મુંબઈઃ આજે વૈશ્વકિ દબાણ હેઠળ ભારતીય બજાર પણ નેગેટીવ ટ્રેન્ડમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ આજે ફ્લેટ ઓપનિંગ સાથે 60,388.74 અંક પર ઓપન થયો હતો જ્યારે નિફ્ટી 50 પણ આજે 18,008.05 ના સ્તરે ખૂલીને પછી એકવાર 18000ના સ્તરથી નીચે ઉતરી ગઈ હતી. આમ બજારમાં છેલ્લા કારોબારી દિવસે પણ ભારે દબાણ જવા મળી રહ્યું છે.
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડાની શક્યતાઓ છે. આ સપ્તાહે વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર રોકાણકારો પર જોવા મળી હતી અને આજે પણ રોકાણકારો વૈશ્વિક બજારના વેચાણના દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં જોબ માર્કેટના નિરાશાજનક આંકડાઓને કારણે ત્યાંના શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેની અસર આજે સવારે વિશ્વભરના શેરબજારો પર જોવા મળી રહી છે.
પાછલા સત્રમાં સેન્સેક્સ 304 પોઈન્ટ ઘટીને 60,353 પર જ્યારે નિફ્ટી 51 પોઈન્ટ ઘટીને 17,992 પર હતો. નિષ્ણાતોના અંદાજ મુજબ નિફ્ટી 18 હજારની નીચે જવાનો અર્થ એ છે કે બજારમાં વધુ ઘટાડો જોવા મળશે. આજે પણ વૈશ્વિક બજારના દબાણ હેઠળ રોકાણકારો વેચાણ અને નફો બુક કરવા તરફ જઈ શકે છે. આ સપ્તાહે બે ટ્રેડિંગ સેશનમાં બજારને ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.
એશિયાના કેટલાક બજારો આજે સવારે ઘટાડા પર ખુલીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે કેટલાક બજારોમાં તેજી જોવા મળી રહી છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.10 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.26 ટકા તૂટ્યો છે. જો કે હોંગકોંગનું માર્કેટ 0.40 ટકા અને તાઈવાનમાં 0.06 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.70 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.19 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
આ શેરો પર ખાસ નજર
નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં દબાણ હોવા છતાં પણ એવા ઘણા શેરો છે જેના પર રોકાણકારો ખાસ નજર રાખશે. આજે આ હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં વેચાણ અને ખરીદી બંને વેગ મેળવી શકે છે. આવા શેરોમાં આજે ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ, ઈન્ફોસિસ, HDFC, હેવેલ્સ ઈન્ડિયા અને ICICI બેન્ક જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.
ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 1,449.45 કરોડના શેરનું વેચાણ કરીને નાણાં પાછા ખેંચ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સમયગાળા દરમિયાન રૂ. 194.09 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર