Home /News /business /BSE Sensex Today: શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખૂલ્યું, આ શેર્સમાં છે કમાણીની શક્યતા
BSE Sensex Today: શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખૂલ્યું, આ શેર્સમાં છે કમાણીની શક્યતા
શેરબજારમાં આજે તેજીની શક્યતા કમાણી માટે આ શેર પર નજર રાખો
Share Market Today: આજે બજારમાં સામાન્ય ઉછાળા સાથે દિવસની શરુઆત જોવા મળી શકે છે. આ સ્થિતિમાં તમારે ક્યા શેર્સ પર નજર રાખવી જોઈએ તેનું લિસ્ટ અહીં જોઈ લો.
મુંબઈઃ એસજીએક્સ નિફ્ટીએ આજે 18 પોઈન્ટના ઉછાળા સાથે પોતાનો કારોબાર શરું કર્યો છે. જેને જોતા સોમવારે સ્થાનિક શેરબજારમાં પણ શરુઆત સામાન્ય તેજી સાથે થઈ શકે છે તેવી આશા સેવવામાં આવી રહી છે. વૈશ્વિક બજારોના વલણની વાત કરીએ તો છેલ્લા કોરાબારી દિવસે એટલે કે શુક્રવારે મિશ્ર પ્રતિભાવ રહ્યો હતો. શક્ય છે કે આ સપ્તાહની શરુઆત પણ ભારતીય રોકાણકારો દ્વારા ખરીદી સાથે કરવામાં આવી શકે છે.
ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે સેન્સેક્સમાં 416 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને તે 62,868ના સ્તરે બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટી 116 પોઈન્ટ ઘટીને 18696ની સપાટીએ પહોંચી ગઈ છે. નોંધપાત્ર છે ગત અઠવાડિયે જ બંને મુખ્ય ઇન્ડેક્સો સેન્સેક્સ અને નિફ્ટી પણ તેમના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યા હતા. આજે ઘટડો આવે છે તો આ સ્થિતિમાં નિફ્ટીને 18651, 18617 અને 18563 પર સપોર્ટ મળી શકે છે. તેમજ તેજીની સ્થિતિીમાં 18760, 18794 અને 18848ના સ્તરે રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે.
શુક્રવારે US S&P 500 ખૂબ જ મામૂલી ઘટાડા (4.87 પોઈન્ટ) સાથે 4071 ના સ્તર પર બંધ થયો. તેમજ ડાઉ જોન્સ 34.87 પોઈન્ટના ઉછાળા સાથે 34429 પર બંધ થયો હતો. Nasdaq લગભગ 21 પોઈન્ટના ઘટાડા સાથે 11461 પર ટ્રેડિંગ બંધ કરી દીધું હતું. યુરોપિયન બજારની વાત કરીએ તો જર્મનીનો DAX 39 અંકના વધારા સાથે 14529 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ યુકેના FTSE પર 2.26 પોઈન્ટનો ખૂબ જ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીએ સ્થિર શરૂઆત કરી અને હાલમાં તે 34 પોઈન્ટના વધારા સાથે 18858ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો NIKKEI 225 પણ 25 અંકના વધારા સાથે 27803 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ, તાઈવાન વેઈટેડ અને સ્ટ્રેટ્સ ટાઈમ્સ તેજીમાં છે. કોસ્પીમાં 8.56 પોઈન્ટનો ઘટાડો છે અને તે 2425 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારમાં રોકાણ માટે PB Fintech, Bank of India, Inox Green Energy Service, Mahindra & Mahindra Financial Services, Rama Steel Tubes, NDTV, Veritas, Krishna Institute of Medical Sciences, IIFL Wealth Management, Hindustan Aeronautics, Ion Exchange અને Crevatax સહિતના શેર્સ પર તમે નજર રાખી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર