BSE Sensex: નવા વર્ષના પહેલા સપ્તહામાં જ શેરબજારમાં 2000 અંકથી વધારેનો ધબડકો બોલ્યો હતો અને બજાર છેલ્લા કારોબારી સત્રમાં 60 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે પહોંચી ગયું હતું. જોકે આજે ફરી 60 હજારને પાર કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતયી શેરબજાર (Share Market) પર ગત સપ્તાહમાં વૈશ્વિક બજારનું ખાસ્સું દબાણ રહ્યું અને સ્થાનિક રોકાણકારોએ પણ ભારે વેચાણ કર્યું હતું, જેનાથી બજાર 2 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું અને સેન્સેક્સે 60 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી ગુમાવી હતી. પરંતુ આ સપ્તાની શરુાત સાથે બજારમાં તેજી જોવા મળી શકે છે અને સોમવારે જ બજારમાં સેન્સેક્સ 60 હજારનું સ્તર પાર કરી શકે છે.
અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 59,900 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 133 પોઈન્ટ ઘટીને 17,860 પર બંધ થયો હતો. નિષ્ણાતોનો અંદાજ છે કે આજે એશિયા અને અમેરિકાના બજારોમાં તેજીની અસર ભારતીય સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે અને વેપારની શરૂઆત તેજી સાથે થઈ શકે છે. રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ સકારાત્મક જોવા મળી રહ્યું છે જેના કારણે બજાર આજે તેની ખોટ અમુક અંશે ભરપાઈ કરી શકે છે.
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે વધારા સાથે ખુલી અને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.75 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.59 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે હોંગકોંગના માર્કેટમાં 1.25 ટકા અને તાઇવાનમાં 1.61 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.02 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.35 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.
આ શેરો પર નજર રાખશે
નિષ્ણાતોનું માનવું છે કે આજે કેટલીક કંપનીઓના શેરને બજારમાં તેજીનો ફાયદો મળી શકે છે. Oracle Financial, Power Grid Corporation of India, HCL Technologies, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક જેવી કંપનીઓ આવા ઉચ્ચ ડિલિવરી ટકાવારી શેરોમાં આવે છે. આજે રોકાણકારોની નજર ખાસ કરીને આ કંપનીઓના શેર પર રહેશે.
ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. નવા વર્ષની શરૂઆતથી જ વિદેશી રોકાણકારોની મૂડી પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 2,902.46 કરોડ રુપિયા પાછા ખેંચી લીધા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,083.17 કરોડના શેર ખરીદ્યા હતા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર