Home /News /business /

કમાણીના શેર: ઐતિહાસિક ટ્રેડ રેકોર્ડ વાળા 6 શેર જે ચમકાવશે તમારો પોર્ટફોલિયો

કમાણીના શેર: ઐતિહાસિક ટ્રેડ રેકોર્ડ વાળા 6 શેર જે ચમકાવશે તમારો પોર્ટફોલિયો

આ શેરમાં રોકાણ કરીને થાઓ માલામાલ (પ્રતીકાત્મક તસવીર)

Tata Motors: પાર્થિવ શાહનું કહેવું છે કે આ શેરને ખરીદો, કારણ કે ઘરેલૂ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં કંપની માર્કેટ લીડર છે.

  મુંબઈ: જે લોકો સંઘર્ષને સફળતામાં બદલી શકે છે તે જ કંઈક કરી શકે છે. આવા લોકોની દુનિયા દીવાની હોય છે. ઇતિહાસના પાના ઉથલાવશો તો તમને અનેક એવી કંપનીઓ મળશે જેમણે મુશ્કેલી કે આફતને અવસરમાં બદલી હોય. આજે અમે તમને એવી જ અમુક કંપનીઓ વિશે જણાવી રહ્યા છીએ. તેમણે હાલતથી પર જઈને તમામ ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું હોય. આથી આ કંપનીઓને MOST DIVERSIFIED કહે છે. આ કંપની અને તેના શેર વિશે વાત કરવા માટે અમારી સાથે MOFSLના હેમાંગ જાની, TRACOM STOCK BROKERSના પાર્થિવ શાહ, WILLIAM O NEILના મયુરેશ જોશી, માર્કેટ નિષ્ણાત Ambareesh Baliga અને Nirmal Bang ના રાહુલ અરોરા જોડાયા છે.

  Hemang Jani: તોફાની નફો દેનારો સ્ટોક- PIRAMAL ENT

  હેમાંગ જાનીએ કહ્યુ કે Piramal Enterprisesની ખરીદી કરો. તેનો ટાર્ગેટ 3,100 રૂપિયા છે. વર્ષના આધારે કંપનીનો કન્સોલિડેટેડ નફો 8% વધીને 530 કરોડ રૂપિયા થયો છે. વાર્ષિક આધાર પર ફાર્મા સેગમેન્ટમાં 30%નો ગ્રોથ જોવા મળ્યો છે. આગામી ત્રણ વર્ષમાં રિટેલથી સારી પ્રદર્શનની આશા છે.

  Parthiv Shah: તોફાની વળતર આપતો સ્ટોક- Tata Motors

  પાર્થિવ શાહનું કહેવું છે કે આ શેરને ખરીદો, કારણ કે ઘરેલૂ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં કંપની માર્કેટ લીડર છે. કંપની અનેક ઇલેક્ટ્રિક વ્હીકલ લોંચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં પણ માર્કેટ શેર વધાર્યો છે. વાર્ષિક ધોરણ PVમાં માર્કેટ શેર 6%થી વધીને 10% થયો છે. આ ઉપરાંત બીજા છ માસિક દરમિયાન JLR ગ્રૉથમાં તેજીની આશા છે.

  Ambareesh baliga: સારું વળતર આપતો સ્ટોક- Kotak Bank

  આ શેરમાં ખરીદીનો સલાહ આપતા અંબરીશે કહ્યુ કે બેંક દેશની મોટી ખાનગી બેંકોમાં સામેલ છે. આ સમયે બેંક પાસે 1612 બ્રાંચ, 2591 એટીએમ છે. દર મહિને પાંચ લાખ ગ્રાહક બેંક સાથે ડિજિટલી જોડાઈ રહ્યા છે. બેંકની હોલસેલ, કોમર્શિયલ, કંઝ્યૂમર બેન્કિંગમાં હાજરી છે. આ ઉપરાંત બેંક વેલ્થ મેનેજમેન્ટ, સ્ટૉક બ્રેકિંગ, ઇશ્યોરન્સમાં પણ છે.

  Mayuresh Joshi: તોફાની વળતર આપનારો શેર- Tata Power

  મયુરેશ જોશીએ ટાટા પાવરમાં 175 રૂપિયાના ટાર્ગેટ માટે 128.50 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે કંપની પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં છે. તેના EPC બિઝનેસ અને ઓડિશા સબ્સિડિયરીથી વિકાસને મદદ મળી છે. ગ્રીન એનર્જીમાં પણ કંપનીની હાજરી છે. ગ્રીન એનર્જીમાં ગ્રોથની ખૂબ સંભાવના છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઇન્ફ્રાથી પણ ગ્રોથ વધશે.

  Prakash Diwan: તોફાની વળતર આપનારી શેર- ITC

  પ્રકાશ દિવાને કહ્યુ કે, છેલ્લા બે દિવસમાં તેજી નજરે પડી રહી છે. આ શેર ખરીદવો જોઈએ. કંપનીને ડાયવર્સિફાઇડ વેપારથી ફાયદો મળશે. આ કંપની સિગારેટ, FMCG, પેપર અને હોટલ બિઝનેસમાં છે. કંપનીના સિગારેટ વોલ્યૂમમાં સુધારો ચાલુ છે. કોવિડને પગલે હાલ હોટલ બિઝનેસમાં થોડી નરમાઈ જોવા મળી છે.

  Rahul Arora- તોફાની વળતર આપનાર શેર- JUBILANT FOOD

  રાહુલ અરોરાએ કહ્યુ કે, આ શેરની ખરીદી કરો. કંપનીએ હવે બિરયાની અને ચાઇનીઝ ફૂડમાં પ્રવેશ કર્યો છે. આ સમયે વેસ્ટર્ન ફાસ્ટ ફૂડ માર્કેટ આશરે 15,000 કરોડ રૂપિયા છે. આગળ પણ વેસ્ટર્ન ફાસ્ટ ફૂડમાં તેજી આવશે. તેનો EPS બે વર્ષમાં ત્રણ ગણ થઈ શકે છે. કંપની વિસ્તાર માટે અધિગ્રહણ કરી રહી છે. કંપની પાસે હાલ ડોમિનોઝના 1400 સ્ટોર છે. આ ઉપરાંત કંપનીએ Barbeque Nationમાં પણ રોકાણ કર્યું છે. કંપનીમાં FIIsનું પણ રોકાણ છે.

  (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી રોકાણ સલાહ નિષ્ણાતોના વ્યક્તિગત વિચાર અને સલાહ છે. રોકાણનો નિર્ણય કરતા પહેલા જરૂરી રિસર્ચ અને સર્ટિફાઇડ રોકાણકારોની સલાહ લેવી જરૂરી છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips

  આગામી સમાચાર