Home /News /business /Multibagger stock: ટાટા મોટર્સના શેર પર બજાર નિષ્ણાતો Bullish, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

Multibagger stock: ટાટા મોટર્સના શેર પર બજાર નિષ્ણાતો Bullish, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

ટાટા મોટર્સ શેર (પ્રતીકાત્મક તસવીર)

Rakesh Jhunjhunwala portfolio: ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગદારી પર નજર કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,67,50,000 શેર એટલે કે 1.11 ટકા ભાગીદારી હતી.

મુંબઇ. Rakesh Jhunjhunwala portfolio: આખા વર્ષ દરમિયાન ઑટો સ્ટૉક્સ (Auto stocks) વેચવાલીના દબાણ નીચે રહેવા છતાં ટાટા મોટર્સનો શેર (Tata Motors stock) 2021ના વર્ષના મલ્ટીબેગર સ્ટૉકની યાદીમાં સામેલ છે. આ વર્ષે આ શેરમાં અત્યારસુધી 186.50 રૂપિયાથી 472.45 રૂપિયાનું સ્તર જોવા મળ્યું છે. 2021ના વર્ષમાં આ શેર 150% ભાગ્યો (Multibagger return) છે. જોકે, બજાર નિષ્ણાતો ટાટા મોટર્સ પર હજુ પણ bullish છે. તેઓનું કહેવું છે કે એક વર્ષમાં આ શેર 670 રૂપિયાનું સ્તર સ્પર્શી શકે છે. એનએસઈ પર હાલ આ શેર 470 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

ટાટા મોટર્સના શેર પર નિષ્ણાતોનો અભિપ્રાય

1) ટાટા મોટર્સના શેર પર ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાનું કહેવું છે કે એકંદરે ટાટા મોટર્સનો ટ્રેન્ડ અને તેની ચાર્ટ પેટર્ન હકારાત્મક નજરે પડી રહી છે. રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીનો આ શેર વર્તમાન ભાવ પર 500-525 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. આ માટે 440 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો જરૂરી છે.

2) GCL Securities ના રવિ સિંઘલનું કહેવું છે કે, હાલની તેજીમાં ઑટો સ્ટૉક્સની ભાગીદારી સૌથી ઓછી છે. આગામી ત્રિમાસિકોમાં સેમી કન્ડક્ટર્સની અછત ઓછી થતી જોવા મળશે. આ સાથે જ મોટાપાયે થઈ રહેલા કોરોના વેક્સીનેશન પછી બજારો ખુલતા જોવા મળશે. આ કારણે ટાટા મોટર્સના શેરને પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે. 1 વર્ષમાં ટાટા મોટર્સનો શેર 670 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે.

આ પણ વાંચો: Tata Punch CNG: ટાટાની સૌથી સસ્તી SUVના CNG અવતારે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, મળશે 29km સુધીની માઇલેજ

રવિ સિંઘલનું એવું પણ કહેવું છે કે ટાટા મોટર્સ ઈવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) સેગમેન્ટમાં ભારતીય ઑટો કંપનીઓમાં સૌથી આગળ દોડનારી કંપની છે. આ ઉપરાંત 10 લાખ સુધીના બેઝિક સેગમેન્ટમાં કંપનીએ મારુતિની જગ્યા લઈ લીધી છે. ભવિષ્યમાં આ બિઝનેસમાં તેજી જોવા મળશે તેવી આશા છે.

2021ના મલ્ટીબેગર શેરમાં ટાટા જૂથની પાંચ કંપનીના શેર સામેલ

2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર શેર્સ (Multibagger stocks) જોવા મળ્યા છે. ભારતમાં મલ્ટીબેગર શેર્સમાં ટાટા જૂથ (Tata Group)ની અમુક કંપનીઓના શેર્સ પણ સામેલ છે. મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે 2021ના વર્ષમાં NSE પર મલ્ટીબેગર શેરની યાદીમાં ટાટા જૂથની પાંચ કંપનીના શેર સામેલ છે. આ શેરમાં ટાટા પાવર, ટાટા મોટર્સ, Tata Elxsi, નેલ્કો, અને Tata Teleservices (Maharashtra) Limited સામેલ છે.

રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદીરી

કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગદારી પર નજર કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,67,50,000 શેર એટલે કે 1.11 ટકા ભાગીદારી હતી.
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock tips, Tata motors