Home /News /business /

Hot Stocks (10 જૂન, 2022): આજે BAJAJ AUTO, ONGC, Birlasoft સહિત આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

Hot Stocks (10 જૂન, 2022): આજે BAJAJ AUTO, ONGC, Birlasoft સહિત આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) Maharashtra scooters (GREEN) : બજાજ ઓટોનું બોર્ડ 14 જૂનના રોજ શેર બાયબેક પર વિચારણા કરશે.

    2) Bajaj Holdings (GREEN) : બજાજ ઓટોનું બોર્ડ 14 જૂનના રોજ શેર બાયબેક પર વિચારણા કરશે.

    3) Welspun Ent (GREEN) : હાઇવે બિઝનેસમાંથી બહાર નીકળી કંપની, એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 6000 કરોડ રૂપિયા.

    4) United Spirits (GREEN): શેરમાં આજે પણ શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.

    5) Radico Khaitan (GREEN) : શેરમાં આજે ખરીદી જોવા મળી શકે છે.

    6) PNB Housing (GREEN) : બોર્ડની બેઠક પહેલા શેરમાં તેજી જોવા મળી શકે છે.

    7) Birlasoft (GREEN) : ડૉલર મજબૂત થતા શેરમાં તેજીની આશા છે.

    8) Persistent Systems (GREEN) : ડૉલર મજબૂત બનતા આજે શેરમાં તેજીની આશા છે.

    9) DLF (GREEN) : શેરમાં આજે શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.

    10) ONGC (Red) : આજે શેરમાં નફાવસૂલી જોવા મળી શકે છે. જેના પગલે શેર દબાણ હેઠળ ટ્રેડ કરતો જોવ મળી શકે છે.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) BAJAJ AUTO (Green) : બજાજ ઓટોનું બોર્ડ 14 જૂનના રોજ શેર બાયબેક પર વિચારણા કરશે.

    2) OMAXE (Green) : કંપની Jio-BP સાથે મળીને 12 શહેરમાં Omaxeની પ્રોપર્ટી પર EV ચાર્જિંગ અને સ્વેપિંગ સ્ટેશન તૈયાર કરશે.

    3) VOLTAS (Green) : સરકાર રેફ્રીજરેટરની આયાત પર પ્રતિબંધ મૂકી શકે. ઘરેલૂ ઉત્પાદકોને પ્રોત્સાહન મળી શકે છે.

    4) HAVELLS INDIA (Green) : શેરમાં આજે તેજી જોવા મળી શકે છે.

    5) BLUE STAR (Green) : શેરમાં આજે તેજી જોવા મળી શકે છે.

    6) WHIRLPOOL (Green): સરકાર રેફ્રીજરેટરની આયાત પર પ્રતિબંધ મૂકી શકે. ઘરેલૂ ઉત્પાદકોને પ્રોત્સાહન મળી શકે છે.

    7) BPL (Green): સરકાર રેફ્રીજરેટરની આયાત પર પ્રતિબંધ મૂકી શકે. ઘરેલૂ ઉત્પાદકોને પ્રોત્સાહન મળી શકે છે.

    8) IIFL FINANCE (Green) : ADIA તરફથી IIFL Home Finance નો 20% હિસ્સ ખરીદવામાં આવ્યો. 2200 કરોડ રૂપિયામાં ડીલ થઈ.

    9) CAN FIN HOMES (Green) : શેરમાં આજે તેજી જોવા મળી શકે છે.

    10) SONA BLW (Green): શેરમાં આજે તેજી જોવા મળી શકે છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ માટેની સલાહ જે તે બજાર નિષ્ણાતની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇલ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. )
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર